________________
૬૪o) ઞ. ૬. સૂ. ૨૬]
બે ક્રિયાઓ (એકસાથે કહેવાય તે) જેમ કે,
ભક્તો પ્રિય હોવાથી તેને (= પુષ્પમાળાને) સ્વીકારવા માટે શિવ ઉન્મુખ બન્યા અને કામદેવે સંમોહન નામે અમોઘ બાણ ધનુષ્ય પર ચડાવ્યું. (૬૫૧)
[કુમાર૦ – ૩. ૬]
ગુણ અને ક્રિયા (નું એકસાથે થન) જેમ કે,
હે રાજેન્દ્ર ! તારા શત્રુઓ ઉપર અચાનક જ શ્વેત કમળસમી કાંતિવાળી આંખ ક્લુષિત થઈ અને તેમના શરીર ઉપર આતોના કટાક્ષ સ્પષ્ટ રીતે પડવા લાગ્યા. (૬૫૨) [કા.પ્ર.૧૦.૫૧૩] ૧૪૪) પૂછવામાં આવે કે ન આવે, અન્યના નિષેધની ઉક્તિ તે પરિસંખ્યા (અલંકાર) છે. (૨૯)
३०५
પૂછવામાં આવે અથવા ન આવે ત્યારે બીજાનો વ્યવચ્છેદ કરનારી જે ઉક્તિ તે પરિસંખ્યાનને લીધે પરિસંખ્યા (કહેવાય છે). બંને ઠેકાણે ઉપમાનનું વાચ્યત્વ અને પ્રતીયમાનત્વ સંભવે છે તેથી તેના ચાર ભેદ (થાય છે).
પૂછવામાં આવે ત્યારે જેમ ડે.
સજ્જનોનો અલંકાર ક્યો ? શીલ; નહીં કે સુવર્ણ નિર્મિત (ઘરેણું).
પ્રયત્નપૂર્વક ગ્રહણ કરવા યોગ્ય શું છે ? ધર્મ; નહીં કે ધન વગેરે. (૬૫૩) [
વિષમ શું છે ? દેવગતિ, લાભ ક્યો ? જે મનુષ્ય ગુણગ્રાહી હોય તે. સુખ ક્યું ? સારી પત્ની. દુઃખ ક્યું ? દુષ્ટ મનુષ્ય. (૬૫૪) [કા.પ્ર. ૧૦.૫૩૦] અહીં દેવગતિ જ વિષમ છે એ પ્રમાણે અન્યનો નિષેધ સમજાય છે. પૂછવામાં ન આવે ત્યારે – જેમ કે,
ધનરૂપી બુદ્ધિને ધર્મમાં જ રાખ, ધનમાં કદી પણ ન (રાખ). સદ્ગુરુએ આપેલ ઉપદેશનું સેવન કર પણ નિતંબિનીનું નહીં. (૬૫૫)
[
તારા કેશપાત્રમાં કુટિલતા, હાથ ચરણ અને હોઠરૂપી પત્રોમાં લાલાશ, કુચયુગલમાં કઠોરતા, નયનોમાં ચંચળતા વસે છે. (૬૫૬) [રુદ્રટ- ૧. ૮૧]
અથવા જેમ કે,
રાજ્યમાં સારરૂપ પૃથ્વી છે, પૃથ્વીમાં નગર, નગરમાં મહેલ, મહેલમાં શયન, શયનમાં કામદેવના સર્વસ્વરૂપ સુંદરી (સારરૂપ છે). (૬૫૭) [રુદ્ર૮- ૭. ૯૭]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org