________________
૨૪૦) મ. . . ૨૮]
३०३ અથવા જેમ કે,
અરે અરે, આશ્ચર્ય – આશ્ચર્ય, આ વિચિત્ર એવું પરમ આશ્ચર્ય છે કે દેવયોગે બ્રહ્મા ઉચિત રચના કરનારા બની ગયા છે. કેમ કે, લીમડાનાં પાકાં ફળ આસ્વાદ યોગ્ય છે અને કાગડાઓ એના કોળિયાની કળામાં નિપુણ છે. (૬૪૬).
[કા.પ્ર.૧૦.૫૩૭] ૧૪૦) હેતુ અને કાર્ય એકસાથે હોય ત્યારે બીજા હેતુ અને કાર્યનું કથન તથા એકસાથે ગુણ અને કિયા જયાં હોય તે સમુચ્ચય છે. (૨૮).
કોઈ એક કાર્યનું એક કારણ સાધક હોય ત્યારે બીજા હેતુનું કથન તથા એક કાર્ય પ્રસ્તુત હોતાં કોઈક નિમિત્તે અન્ય કાર્યનું કથન તે સમુચ્ચય (નામે અલંકાર) છે તથા એકસાથે બે ગુણ અને બે ક્રિયા હોય કે ગુણને ક્રિયા હોય તે પણ સમુચ્ચય છે. (જુચિ :') એ બહુવચન વ્યાપ્તિને માટે છે. હેતુ હોતાં બીજો હેતુ (કહેવાય તેનું ઉદા.) જેમ કે,
કામદેવનાં બાણ રોકવાં મુકેલ છે. પ્રિયતમ દૂર છે, મન અતિ ઉત્સુક છે, ગાઢ પ્રીતિ છે, નવીન વય છે પ્રાણ અતિકઠોર છે. કુળ નિર્મળ છે. સ્ત્રીત્વ ધીરજનું વિરોધી છે. કામદેવના મિત્ર (= વસંત)નો સમય છે. યમરાજ અસમર્થ છે. ચતુર સખીઓ છે નહીં. આથી આ વિરહ મારે શી રીતે સહેવો? (૬૪૭)
સુભાષિતાવલી (૧૧૫૬) ભદશંકુકનું (પ) અહીં વિરહન સહી શકવાપણું કામદેવનાં બાણ જ કરે છે તે હોવા છતાં પ્રિયતમનું દૂર હોવું વગેરે (હેતુ) કહેવાય છે. અથવા જેમ કે,
આનું માને દૂર કરવા પગે પડવા જતાં મારા ઉપકારને માટે સભાગ્યે આ મોટી મેઘગર્જના થઈ. (૬૪૮)
[કાવ્યાદર્શ-૨. ૨૯૯]. કાર્ય હોતાં બીજું કાર્ય (કહેવાય તેનું ઉદા.) જેમ કે,
હે રાજન, ચમકતા અભુત રૂપવાળા, અત્યંત પ્રતાપરૂપી અગ્નિવાળા, નિષ્કલંક વિઘાવાળા તને સર્જતાં વિધાતાએ પૃથ્વી પર સાથે જ નવીન કામદેવ, નવો સૂર્ય અને નવા બૃહસ્પતિ સર્યા છે. (૬૪૯) [ ]
અહીં તને સર્જતાં – એમ એક કાર્ય પ્રસ્તુત છે ત્યારે કામદેવ વગેરે બીજાં કાર્યોનો પણ ઉલ્લેખ છે. એકસાથે બે ગુણો (નું ક્યન) જેમ કે,
હે રાજા ! સમગ્ર શત્રુસમૂહને કચડી નાખનાર તારું આ સૈન્ય એકદમ જ નિર્મળ થઈ ગયું અને તે દુષ્ટમુખો મલિન થઈ ગયાં. (૬૫૦)
બ્રિટ- ૭.૨૮]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org