________________
૨૩૬-૨૩૬) . ૬. પૂ. ર૪-ર૭]
३०१ અથવા જેમ કે,
આંખથી સહેજ ઇશારો કરતા તથા સંકેતનો સમય (જાણવા ઇચ્છતા) મનવાળા વિટને જાણીને ચતુર એવી તેણે હસતાં હસતાં લીલા કમળ બીડી દીધું. (૬૪૧)
[કા.પ્ર.૧૦.૫૩૨]. અહીં કમળને બીડી દેવાથી રાત્રિનો સમય પ્રતિપાદિત થાય છે એથી આ અનુમાન જ છે. ૧૩૬) સદશના દર્શનથી થતું સ્મરણ તે સ્મૃતિ છે. (૨૪) પહેલાં પ્રાપ્ત થયેલ અર્થનું તેના જેવા (અન્ય)ના દર્શનથી સંસ્કારનો ઉદ્દબોધ થતાં જે સ્મરણ થાય તે સ્મૃતિ છે. જેમ કે,
પોતાની સામે જ ખંજન પક્ષીઓની રમતને તેણે જોઈ અને નિસાસો મૂકીને પ્રિયાના નેત્રવિલાસોને યાદ કરવા લાગ્યો. (૬૪૨).
[સ.કે. ૩.૧૩૨] ૧૩૭) વિપર્યય તે ભાનિ છે. (૨૫) સદશના દર્શનથી વિપર્યયનું જ્ઞાન થાય તે ભ્રાન્તિ (નામે અલંકાર છે). જેમ કે,
નીલકમળની શંકાથી નયનો ઉપર, બબૂક પુષ્પની બુદ્ધિથી અધર ઉપર, કમળની સમજથી હાથ ઉપર, મધુક પુષ્પની ભ્રાન્તિથી ગાલ ઉપર બાંધવકુળના મોહથી જેને સ્પૃહા જાગી છે તેવા (ભ્રમરો) કેશપાશ ઉપર બેસે છે. ભ્રમરો મુશ્કેલીથી વારી શકાય તેવા છે. હે સન્નારી, તું કેટલા સ્થાનોને રક્ષી શકીશ? (૬ ૪૩)
સિ.કે. ૩.૧૧૫] આ રૂપક કે પ્રથમ પ્રકારની અતિશયોક્તિ નથી. તેમાં તો વાસ્તવિક ભ્રમનો અભાવ હોય છે. ૧૩૮) ક્રિયાના ફળનો અભાવ અને અનર્થ તે વિષમ છે. (૨૨)
માત્ર ક્રિયાના ફળનો અભાવ હોય ત્યારે નહીં અર્થાત્ ર્તાનો જે અનર્થ પણ જ્યાં થાય છે તે વિષમ છે. જેમ કે,
ઉત્કંઠા, સંતાપ, ચિંતા, ઉજાગરો, શરીરની કૃશતા – અરે ! સુખને માટે મૃગલોચનાને જોઈને મેં આ ફલ પ્રાપ્ત કર્યું. (૬૪૪)
દ્રિ.-૭.૫૫] અહીં મૃગલોચનાના દર્શનથી માત્ર સુખ ન મળ્યું (એટલું જ નહીં પણ) તેના વિયોગમાં ઉત્કંઠા વગેરે રૂપ અનર્થ (પણ) મેળવ્યો. ૧૩૯) યોગ્ય રીતે યોગ (થવો) તે સમ (નામે અલંકાર છે.) (૨૭) ઉત્કૃષ્ટ ઉત્કૃષ્ટને તથા નિકૃષ્ટ નિકૃષ્ટને યોગ્ય છે. એ રીતે યોગ્ય રીતે યોગ થાય તે સમ છે. જેમ કે,
બ્રહ્માની શિલ્પકુશળતાની કસોટીના પથ્થર રૂપ આ મૃગનયની છે. આ રાજા પણ અનુપમ જેવા રૂપ ઉપર કામદેવની મહોર પામેલ છે. દેવયોગે આ બંનેનો ઉચિત સંયોગ જે થયો છે તેથી અહીં – હવે શૃંગારનું એકછત્રી રાજ્ય સ્થપાયું છે. (૬૪૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org