________________
૨૪૭-૪૮) . ૭. સૂ. ૪-૫]
३१७ શૌર્ય જેમ કે –
જેનાં બધાં ગાત્રો યુદ્ધમાં ખંડિત થયાં છે તેવા ખર (રાક્ષસ) વડે લોકમાં (= ચોદે લોકમાં) રામને મિષે મનુષ્યોનું પરાક્રમ ફેલાવાયું. (૬૭૯)
ઉત્સાહ જેમ કે,
મસ્તકથી જામ્બવાનના ચરણોને નમસ્કાર કરીને, સેનાપતિઓની રજા લઈને, અથુપૂર્ણ મુખવાળા પ્રિય મિત્રોને આશ્વાસન આપીને, જેમને મોકલવાના છે તેમને (એ રીતેનો) આદેશ આપીને, રઘુનાથની ચરણરજનું અત્યંત સ્મરણ કરતા વેગવાન મારુતિએ (= હનુમાને) પર્વતની ટોચ પરથી સમુદ્રલંઘનનો આરંભ કર્યો. (૬૮૦)
સિ..૫.૨૦] નીચ પ્રત્યે જુગુપ્સા, જેમ કે,
જેણે તાલવૃક્ષ ઉખેડી નાખ્યું છે તેવી તાડકાનો ઉત્પાત જોયા છતાં, કંપ્યા નથી, (તથા) તેના વધ માટે આજ્ઞા પામેલા (રામ) (તાડકા) સ્ત્રી હોવાને કારણે (આને મારવી કે નહિ તેવા) સંશયમાં પડે છે. (૬૮૧)
મિહાવીર-૧.૩૭] ઉત્તમ સાથે સ્પર્ધા જેમ કે,
આ સામે, રહેલ (પર્વતનો) ઢાળ જો, કહેવાય છે કે, અહીં કીડા માટે કિરાતનું રૂપ ધારણ કરેલા શિવજીને અર્જુનને ઉતાવળમાં માથાના મધ્યભાગમાં બાણથી માર્યા હતા. એમ હિમાલયમાં અર્જુનની અદ્ભુત ક્યા સાંભળીને, જેણે ધીરે ધીરે પોતાના બે હાથને વાળ્યા (જાણ કે તે અર્જુનને પડકારવા માગતો હોય તેમ!). (૬૮૨)
સિ.કં.૫.૧૦૪] ૧૪૭) ધીર એવી ગતિ અને દૃષ્ટિ તથા સ્મિતયુક્ત વચન તે વિલાસ (છે). (૪) જેમ કે,
તેની દષ્ટિ ત્રણે જગતના સત્ત્વના સારને તૃણ સમાન બનાવે છે, ધીર અને ઉદ્ધત ગતિ જાણે કે ધરતીને નમાવે છે. કુમારભાવના હોવા છતાં, પર્વતની માફક ગુરુતા ધારણ કરતો શું આ (સાક્ષા) વીરરસ જઈ રહ્યો છે કે (સાક્ષાતુ) ગર્વ છે ? (૬૮૩)
[ઉત્તરરામચરિત – ૬.૧૯] ૧૪૮) કોમળ એવી શૃંગારની ચેષ્ટા તે લલિત છે. (૫) જેમ કે,
કોઈકે લીલા મળને (ગોળ ગોળ) ફેરવ્યું. લીલા કમળ કે જેની દાંડી બે હાથથી ઢાંકી દેવાઈ હતી, હાલતાં પાંદડાંથી જેનાથી ભમરાઓ આઘાત પામતા હતા, રજકણોથી જેનો અંતઃ પરિવેષ બંધાયેલ છે તેવું. (૬૮૪)
[રઘુવંશ-૬.૧૩].
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org