________________
|| અધ્યાય - ૭ / અહીં કાવ્ય નાયક વગેરેથી ગૂંથાયેલું હોય છે તેથી નાયક વગેરેનું લક્ષણ કહેવાય છે. તેમાં ઉત્તમ, મધ્યમ અને અધમ ભેદે પુરુષ (= નાયક) અને સ્ત્રી (= નાયિકા)ના ત્રણ સ્વભાવ સંભવે છે. તેમાં ફક્ત ગુણોથી (જ) યુક્ત તે ઉત્તમ, દોષ ઓછા અને ગુણ વધારે હોય તે મધ્યમ અને દોષયુક્ત તે અધમ (મનાય છે), તેમાં અધમ પ્રકૃતિના વિટ, ચેટી, વિદૂષક વગેરે નાયક-નાયિકાના અનુચરો બને છે જ્યારે ઉત્તમ અને મધ્યમ પ્રકૃતિવાળો - ૧૪૪) બધા ગુણોવાળો (સમગ્ર) ક્યામાં વ્યાપી જનાર તે નાયક (છે). (૧)
સમગ્ર ગુણ” એટલે નેતૃત્વ વગેરે ગુણોથી યુક્ત તથા કહેવામાં આવનાર શોભા વગેરે ગુણોથી યુક્ત. તેમાં નેતૃત્વ વગેરે ગુણની બહુલતાને લીધે મધ્યમ પ્રકૃતિવાળામાં પણ બધા ગુણો હોવાનું (મનાય છે). નેતાના ગુણો આ છે -
(૩૭) નેતા વિનયી, મધુર, ત્યાગી, કુશળ, પ્રિય બોલનાર, જેને વિષે પ્રજા અનુરક્ત છે તેવો પવિત્ર, વાચાળ, વ્યાપેલા વંશવાળો, સ્થિર, યુવાન, બુદ્ધિ-ઉત્સાહ-સ્મૃતિ-પ્રજ્ઞા, કલા-માન વગેરેથી યુક્ત, શૂરવીર, દઢ, તેજસ્વી, શાસ્ત્રરૂપી નેત્રવાળો અને ધાર્મિક હોય છે. બી. શાસપી નેત્રવાળો અને ધાર્મિક હોય છે.
દિશરૂપક- ૨.૧-૨] કથા એટલે પ્રબંધ. તેને વ્યાપી જનાર. દોરી જાય છે – વ્યાપી જાય છે – કથાનક અને ફળને - તેથી (તે) નાયક (કહેવાય છે). તેના સાત્ત્વિક ગુણો કહે છે –
૧૪૫) શોભા, વિલાસ, લલિત, માધુર્ય, શૈર્ય, ગાંભીર્ય, ઔદાર્ય (અને) તેજ એ આઠ તેના (= નાયકના) સન્દ્રમાંથી જન્મેલ ગુણો છે. (૨)
અહીં સત્ત્વ એટલે દેહવિકાર. તેમાંથી જન્મેલ (તે સાત્ત્વિક). (તેમને) ક્રમશ: લક્ષિત કરે છે - ૧૪૬) દક્ષતા, પરાક્રમ, ઉત્સાહ, નીચ પ્રત્યે જુગુપ્સા અને ઉત્તમ સાથે સ્પર્ધા કરનાર તે શોભા છે. (૩) જેને લીધે શરીર વિકાર વડે દક્ષતા વગેરે સમજાય છે તે શોભા એમ અર્થ છે. દક્ષતા જેમ કે,
અવાજ કરતા હજારો વજથી ઘડેલું હોય તેવું, ત્રિપુરનો નાશ કરનારું, દેવોના તેજથી દીપ્ત ધનુષ્ય રામની આગળ પ્રગટ થાય છે. જે રીતે, હસ્તિબાળ પર્વત ઉપર નાની સૂંઢ ગોઠવે તેમ વત્સ (= રામે) તેની (= ધનુષ્યની) ઉપર હાથ ગોઠવ્યા તેની સાથે) જ અવાજ કરતી પણછવાળા (તે ધનુષ્ય)ને ખેંચ્યું અને ભાંગ્યું.(૬૭૮)
મિહાવીર-૧.૫૩]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org