________________
૬૪૨-૨૬૨) . ૭. પૂ. ૬-૧].
३१९ ૧૪૯) ક્ષોભને વિષે પણ ઉગ્રતાનો અભાવ તે માધુર્ય છે. (૬)
મોટા એવા યુદ્ધ, નિયુદ્ધ, વ્યાયામ વગેરેમાં ક્ષોભના કારણને વિષે પણ ઉગ્ર ન થવું તે મધુર એવી ચેષ્ટા તે માધુર્ય છે.
જેમ કે,
રઘુઓના ઉત્તમ (એવા રામ) જટાના જૂથની ગાંઠ વાળે છે. રામ કે જે રાક્ષસોની સેનાના અવાજને સાંભળતા હતા. અને – હાથીના મદનિયાના દાંતની શોભા હરનારા, જાનકીના ગાલમાં (પ્રતિબિંબિત થતા પોતાના) કામથી ખીલતા રોમાંચિત મુખકમલને વારંવાર જોતા હતા. (૬૮૫) હિનુમન્નાટક-૩.૫૦]
૧૫૦) વિનમાં પણ અડગતા તે સ્થય છે. (૭) વિપ્ન હોવા છતાં ઉઘમમાંથી અટકવું નહીં તે છે સ્પેર્ય-જેમ કે,
જેમજેમ આરંભ કરેલ કાર્ય દેવવશાત્ સિદ્ધ થતું નથી તેમ તેમ ધીર જનોના હૃદયમાં ઉત્સાહ વૃદ્ધિ પામે છે. (૬૮૬)
૧૫૧) હર્ષ વગેરે વિકારો પ્રાપ્ત ન કરાવનાર તે ગાંભીર્ય છે. (૮)
જેના કારણે હર્ષ-ક્રોધ વગેરેના-આંખ પહોળી થવી, મોં લાલ થવું વગેરે – બાહ્ય વિકારો જણાતા નથી, તે સ્થિર દેહના સ્વભાવવાળું ગાંભીર્ય છે. જેમ કે, અભિષેક માટે બોલાવાયેલ તથા વનમાં મોકલાયેલા તેના દેખાવમાં સહેજ પણ ફેરફાર મને જણાયો નહિ.
સિ.કં.૪.૧૨૧] ૧૫૨) પોતાના તથા પારકાને વિષે દાન, (મહદ અથવા) રક્ષણ (અને) સંભાષણ (તે) ઔદાર્ય છે. (૯)
અભ્યપપત્તિ એટલે રક્ષણ વગેરે માગનારનો સ્વીકાર (= તેની રક્ષણની માગણી સ્વીકારવી તે). અન્યને વિષે દાન વગેરે ચેષ્ટા તે જ ઔદાર્ય છે. (અહીં) “a” (પદ)નું ગ્રહણ તે દષ્ટાંત માટે છે (અર્થાત) પોતાનાની જેમ પારકાને વિષે પણ, એમ અર્થ છે,
દાન - જેમ કે,
ધોરી નસમાંથી લોહી ટપકે જ છે. આજે પણ મારા દેહમાં માંસ છે. છતાં તને તૃપ્તિ (થઈ હોય તેમ) મને જણાતું નથી. હે ગરુડ, તું ભક્ષણ કરતાં કેમ અટકી ગયો છે ? (૬૮૮) નાગાનન્દ-૫.૧૫] રક્ષણ – જેમ કે,
આ અમે, આ પત્ની, આ કન્યા અમારા કુળનું જીવિત છે. જેનાથી કામ હોય તે કહો. બાહ્ય વિગતો વિષે (અમને) આસ્થા નથી. (૬૮૯)
[કુમારસંભવ-૬.૬૩]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org