________________
૨૪ર-૨૪૩) ૫. ૬. સૂ. ૩૦-૩૧].
३११ હે મુગ્ધા! કમળો તારા મુખની શોભાને દૂર કરે છે. કોરા અને દંડથી યુક્ત એમને માટે શું દુષ્કર છે ? (૬૬૯)
[કાવ્યાદર્શ–૨.૩૬૧]. અહીં શ્લેષ અર્થાન્તરન્યાસનું અંગ છે. સંશય વડે સંકર જેમ કે,
હે પુત્ર! મુકેલીથી ચડી શકાય તેવા પાટલી વૃક્ષ ઉપર તું ચડીશ નહીં. અહીં ગામમાં કોણ ચડીને પડેલા આનાથી નથી કરાયા ? (૬૭૦).
[ગાથા સપ્તશતી–૫.૬૮] અહીં શઠરપોટા (= વધારે શઠ એવી પુરુષ જેવી સ્ત્રી) અને પાટલ એ બેમાંથી પ્રાકરણિત્વના અભાવને લીધે (અર્થાત્ કોણ પ્રાકરણિક છે તે નક્કી ન થતાં) આ સમાસોક્તિ છે કે અન્યોક્તિ એમ સંશય છે. તેમજ,
નયનને આનંદ આપનાર ચંદ્રનું આ બિંબ (સ્વચ્છ બને છે) અત્યારે દિશાઓને રૂંધનાર આ અંધકાર નાશ પામ્યો છે. (૬૭૧)
[કા.પ્ર.૧૦.૫૭૫] અહીં મુખ સાથે અભેદનો આરોપ હોઈ શું અતિશયોક્તિ છે ?
કે શું આ એ પ્રમાણે મુખનો નિર્દેશ કરી ચન્દ્રનો આરોપ કરવાથી રૂપક છે? શું મુખની નિર્મળતા પ્રસ્તુત હોતાં અન્યોક્તિ છે ? કે એ બંનેના સમુચ્ચયની વિવક્ષા હોતાં દીપક છે ? શું પ્રદોષના વર્ણનમાં વિશેષણના સામ્યને કારણે સમાસોક્તિ છે ? કે કામને ઉદ્દીપક એવો સમાસ છે ? એ પ્રમાણે તાત્પર્ય હોવાને લીધે શું પર્યાયોક્ત છે ? એમ અનેક અલંકારોનો સંશય છે.
વળી,
ચંદ્રમુખી, નીલકમળ સમાં નયનવાળી, શ્વેત કુન્દ સમી દંતપંક્તિવાળી, આકાશ, જળ અને સ્થળમાંથી ઉભવતા મનોહર સ્વરૂપવાળી આ કોણ વિધાતાએ બનાવી છે ? (૬૭૨) [અભિનવગુપ્તનું પદ્ય; લોચનમાં
અહીં રૂપક છે કે ઉપમા એમ સંશય છે. પરંતુ જ્યાં -
મોહરૂપી મોટા પર્વતને તોડવામાં તે એક વજની તીક્ષ્ણ ધાર જેવી છે. (૬૭૩) [ ] વગેરેમાં આરોપિત વજની કોટિરૂપ ભક્તિનું મોટા પર્વત સાથે ઉપમિત થતા મોહને તોડવામાં, કર્તૃત્વ હૃદયાવર્જક (= મનને પ્રસન્ન કરે તેવું) ન બને તેથી રૂપકનો (સંશય છે). | મુખરૂપી ચન્દ્રની ચાંદની જેવી હાસ્યની કાંતિ (૬૭૪) - વગેરેમાં મુખ્યત્વે પ્રતીયમાન થતી હાસ્યની ચમક મુખને વિષે જ અનુકૂળ બને છે તેથી ઉપમાનું સાધક પ્રમાણ છે.
હે ચંદ્રમુખી ! તારી આંખોમાં ચકોરપક્ષી ચાંદનીનું સ્મરણ કરે છે. (૬૭૫) વગેરેમાં તાત્ત્વિક આરોપ હોતાં સ્મરણની ઉપપત્તિ થતી નથી તેથી રૂપકનું (સાધક પ્રમાણ છે). હે રાજરૂપીનારાયણ લક્ષ્મી તને ગાઢ આલિંગન આપે છે. (૬૭૬)
[કા.પ્ર.૧૦.૫૭૮] વગેરેમાં (પતિને) સદશ પ્રતિ પ્રેયસીએ આપેલ આલિંગન સંભવિત ન હોવાથી ઉપમાનું બાધક પ્રમાણ છે તેમાં સંશય નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org