________________
૨૩૩-૧૩૪) . ૬. સૂ. ૨૬-૨૦]
२९७ અહીં અતિશયોક્તિયુક્ત અનિર્ણયાન (iાય છે). અથવા જેમ કે,
શું આ સૂર્ય છે ? તે તો ખરેખર સાત છેડાઓથી યુક્ત છે. શું અગ્નિ છે ? તે તો બધી જ દિશાઓમાં ફેલાય છે. આ તો નિશ્ચિત નથી. શું આ સાક્ષાત્ યમ છે ? તે પાડાના વાહનવાળા છે. એ પ્રમાણે લાંબા સમય સુધી યુદ્ધમાં તને સારી રીતે જોઈને સૈનિકો વિકલ્પો વિચારે છે. (૬૩૧)
[કા.પ્ર.૧૦.૪૧૯] અહીં રૂપકને અંદર રાખીને અને ભેદની ઉક્તિમાં સંશય છે. ૧૩૩) પ્રકૃતિ અને અપ્રકૃત વડે પ્રકૃતિનો અપલાપ ( નિષેધ) (કરવામાં આવે, તે અપહતુતિ છે. (૨૧)
પ્રકૃત વડે પ્રકૃતિનો નિષેધ તો પ્રથમ અપહતુતિ છે અને અપકૃત દ્વારા પ્રકૃતનો નિષેધ તે બીજી (= બીજા પ્રકારની અપનુતિ છે, તેમાં પ્રથમ જેમ કે,
હિમાલય વડે આપવામાં આવતા પાર્વતીના હાથના મિલનથી ઉદ્ભવેલ રોમાંચ વગેરેને લીધે, વિવાહના સમય વિધિમાં વિક્ષેપ પડતાં ગભરાઈ ગયેલા “અરે હિમાલયના હાથ કેવા ઠંડા છે” એમ બોલતા, હિમાલયના અંત:પુરની માતૃમંડલી અને ગણો દ્વારા સ્મિતપૂર્વક જોવાતા તે શિવ તમારું રક્ષણ કરો. (૬૩૨)
[કા.પ્ર.૧૦.૫૨૧] અહીં પાર્વતીના હાથના સ્પર્શને કારણે જન્મેલ, તથા સાત્ત્વિક ભાવરૂપ રોમાંચ અને કંપ પ્રકૃત છે અને તે પ્રકૃત એવા હિમાલયના શેત્ય વડે નિષેધ પામે છે.
બીજા પ્રકારની (અપહતુતિ) જેમ કે,
આ મદથી વારંવાર મુખરિત થતી ભ્રમરની હારમાળા ગુંજારવ નથી કરતી પરંતુ આ તો ખેંચવામાં આવેલા કામદેવના ધનુષ્યનો અવાજ છે. (૬૩૩)
| [ભામહ૦ ૩.૧૨] અથવા જેમ કે,
ચમક્તાં, સંયમને લીધે નીચાં કરેલાં, દેવોની સ્ત્રીઓનાં નયનરૂપી લીલા કમળોના સમૂહમાં જે હંમેશાં રહે છે પણ સુંદર કલાપવાળા મયૂરમાં રહેતો નથી તે કુમાર તમને બ્રહ્મચર્યની સમજ આપે. (૬૩૪) [ ]
અથવા જેમ કે, આ તે કોના દ્વાર... વગેરે... આ પ્રમાણે આ (અપહતુતિ) અન્ય પ્રકારે પણ કલ્પી લેવી.
૧૩૪) પર્યાય અને વિનિમય તે પરિવૃત્તિ છે. (૨૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org