________________
૨૨૨-૨૩૦) ૪. ૬. ટૂ. ૨૭-૨૮]
२९३ ૧૨૯) વાકયની અનેકાર્થતા તે લેષ છે. (૧૭) પદોનો એક જ અર્થ હોવા છતાં જ્યાં વાક્યની અને કાર્યક્તા હોય તે લેષ છે. જેમ કે, ફેલાતા તેજ વડે દિશાઓને સદાય પ્રસન્ન કરતો આ વિભાકર (સૂર્ય અને રાજા) કોને અતિશય આનંદ નથી આપતો ? (૬૧૯)
અહીં અભિધાનું નિયંત્રણ થતું ન હોવાથી સૂર્ય અને રાજા રૂપી બંને અર્થ વાચ્ય છે. ૧૩૦) ઉત્કર્ષ અને અપકર્ષના હેતુરૂપ સામ્યની ઉક્તિ કે અનુક્તિમાં ઉપમેયનું આધિક્ય તે વ્યતિરેક છે. (૧૮)
ઉપમેય એટલે કે પ્રાકરણિક વિગતનું કે આધિક્ય એટલે કે ઉપમાન કરતાં (આધિક્ય) તે વ્યતિરક છે. તે ઉત્કર્ષ અને અપકર્ષના હેતુઓ ક્રમપૂર્વક, અને એક સાથે કથનમાં ત્રણ પ્રકારે ઉક્તિ અને એક સાથે નહોતાં અનુક્તિમાં એક પ્રકારે એમ ચાર પ્રકારનો બને છે. અને વળી, સામ્ય વાચકની ઉક્તિ કે અનુક્તિ હોતાં તે આઠ પ્રકારનો થાય છે. જેમ કે,
ઉજવળ ગુણોને લીધે શત્રુઓને પણ હંમેશાં નમાવતા, ગંભીરતાનો એકમાત્ર નિધિ એવા જેનો ગર્વ બીજાની જેમ જણાતો નથી. (૬૨૦).
અહીં ગંભીરતાના એકમાત્ર નિધિ હોવું તે ઉપમેયના ઉત્કર્ષનો હેતુ કહેવાયો છે.
બીજા તુચ્છ મનુષ્યની જેમ ગર્વ જણાતો નથી. એમ અહીં જ આ પ્રકારનો પાઠ લેતાં તુચ્છત્વ ઉપમાનના અપકર્ષનો હેતુ બને છે.
અનેક શત્રુઓનો પરાભવ કરવા છતાં તલવારમાત્રની સહાયવાળો તથા ધીરજનો ભંડાર એવો આ (માણસ) બીજા તુચ્છ મનુષ્યની જેમ ગર્વયુક્ત બનતો નથી. (૬૨૧)
અહીં ઉપમાન અને ઉપમેયમાં એકસાથે રહેલ ઉત્કર્ષ અને અપકર્ષના હેતુઓ કહ્યા છે.
ખરી પડેલાં પાંદડાં, જળ અને વાયુનો આહાર કરવારૂપ કઠિન એવા તપમાં પણ રહેલી આ (સતી) બીજા તપસ્વીઓની જેમ અપૂર્વ એવા ગર્વને ધારણ કરતી નથી. (૬૨૨)
[ઉભટ્ટ - ૩૭] અહીં ઉત્કર્ષ અને અપકર્ષ એ બંનેના હેતુઓ કહેવાયા નથી. આ રીતે સામ્યની ઉક્તિમાં ચાર ભેદ થયા. સામ્યની ઉક્તિ ન હોય ત્યારે – જેમ કે,
હંમેશાં નવીન વિભ્રમોના ઉભેદથી તરંગિત ગતિવાળી, આ, મુગ્ધ સ્મિતવાળા મુખ વડે, કમળને જીતી લે છે. (૬૨૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org