________________
ર૭-૨૮) . દ. ખૂ. -%].
२९१ અહીં નિશા અને શશીરૂપ ઉપમેયનાં ઉપોઢરાગ વગેરે ક્લિષ્ટ વિશેષણોના બળે નાયક તથા (નાયિકા રૂ૫) ઉપમાનની પ્રતીતિ થાય છે.
૧૨૭) સ્વભાવનું કથન તે જાતિ (અલંકાર છે) (૧૫)
અર્થની જે તે અવસ્થા હોવી તે સ્વભાવ (કહેવાય છે) અને તે સંસ્થાન, (=સ્વરૂપ) પરિસ્થિતિ, વ્યાપાર વગેરે રૂપ છે, જેનું વર્ણન જાતિ (કહેવાય છે, તેમાં સંસ્થાન (રૂપ સ્વભાવક્શન) જેમ કે, રાજકુમારો - કે જે પલાણ ઉપરથી ચલિત બેઠકવાળા છે, હથેળીથી ઉત્તરીયના છેડા ઉપર ચડાવે છે, જેમને લગામ પકડવાની જાણ નથી, લક્ષ્ય વગર આંખ ઠેરવતા (રાજકુમારો) બ્રાહ્મણો જેવા જણાતા, મુશ્કેલીથી સંપાદિત વસ્ત્રો વડે, વારસામાં મેળવેલ લક્ષ્મી સૂચવે છે. (૬૧૪)
સ્થાનક (= સ્થિતિ) (રૂપ સ્વભાવ કથન) જેમકે,
પોતાની જમણી આંખના ખૂણા સુધી મૂકી પણછ ખેંચી છે તેવા, નમેલા ખભાવાળા, સહેજ વાળેલ ડાબા પગવાળા, સુંદર ધનુષ્યને જેણે ગોળ બનાવ્યું છે તેવા તથા પ્રહાર કરવાને ઉદ્યત એવા સ્વયંભૂ (કામદેવ)ને તેમણે (- શંકરે) જોયો. (૬૧૫)
[કુમાર૦ ૩.૭૦] વ્યાપાર (રૂપ સ્વભાવન) જેમ કે,
ખોળામાં ધનુષ્ય રાખ્યું છે તેવા (તથા) બાણને સીધા કરતા તારું વસંતની સાથે સ્મિતપૂર્વક વાત કરતી વખતે પણ (મારી સામે) તીરછી નજરે તે (પ્રકારે) જોવું – હું યાદ કરું છું. (૬૧૬) [કુમાર૦ ૪.૨૩] ૧૨૮) સ્તુતિ અને નિંદાનું અન્યપરક હોવું તે વ્યાજસ્તુતિ છે. (૧૬)
સ્તુતિનું નિંદાપરક હોવું તે અને નિંદાનું સ્તુતિપરક હોવું તે જ્યાં કહેવાય છે તે વ્યાજરૂપા (સ્તુતિ) અથવા વ્યાજ (= બહાના) વડે સ્તુતિ તે વ્યાજસ્તુતિ છે. જેમ કે,
દિવસ સમાપ્ત થયો અને અમે થાકી ગયાં છીએ. હે મરુભૂમિના કૂવા ! તેં બહુ ઉપકાર કર્યો. બાકીનું કહેવાને લજ્જાવશ અમે અસમર્થ છીએ. મુસાફરોના સત્કર્મોથી તું ન સુકાયેલાં જળવાળો થા; આ તારા તટ ઉપરનું શમીવૃક્ષ પણ ઘેરી છાયાવાળું બનો. (૬૧૭)
પારકાના ઘરની વાતોથી શું? પરંતુ હું ચૂપ રહેવાને શક્તિમાન નથી. દાક્ષિણાત્યોના સ્વભાવ પ્રકૃતિથી જ વાચાળ હોય છે. ઘેરે ઘેર, દુકાનોમાં તથા ચૌટામાં, પાનની ગોષ્ઠીમાં ઉન્મત્ત સ્ત્રીની જેમ તમારી પ્રિયતમા કીર્તિ ભ્રમણ કરે છે. (૬૧૮)
[સુભાષિતાવલીમાં (૨૫૪૪), માતંગદિવાકરનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org