________________
૨૨-૬ર૬) અ. ૬. સૂ. ૩-×૪]
અહીં સમાવું અશક્ય હોવાને લીધે સમાવું તે અવરોધાય છે.
વળી,
તમારા સંમાનથી ઉત્પન્ન થયેલો, ફેલાતો હર્ષ દિશાઓ સુધી ફેલાયેલાં મારાં અંગોમાં પણ સમાતો નથી. (૬૦૮) [કુમારસંભવ-૬.૫૯]
२८९
અહીં અંગો અતિ વિપુલ હોવાને લીધે આનંદનું ન સમાવું અવરુદ્ધ બને છે. અથવા જેમ કે,
દૃષ્ટિથી બાળી નાખેલ કામદેવને જે દૃષ્ટિથી જ જિવાડે છે તે ત્રિનયનને જીતનારી સુંદર નયનવાળી સ્ત્રીઓની હું સ્તુતિ કરું છું. (૬૦૯) [વિદ્ધશાલભંજિકા–૧.૨]
અહીં આંખ દ્વારા જ બાળવું તથા જિવાડવું વિરુદ્ધ જણાય છે. અથવા જેમ કે,
હે સુંદર ! જો કે તું ધવલ છે છતાં તે મારા મનને રંગી દીધું છે પણ હે મિત્ર ! રાગથી ભરેલા હ્રદયમાં રહેલો તું રંગાયો નથી. (૬૧૦) [સપ્તરશતક – ૬ ૬૭, ગાયા. ૭.૬૫]
અહીં ધવલ દ્વારા રંગાવું તથા રાગથી ભરેલ હૃદય વડે ન રંગાવું તે વિરુદ્ધ જણાય છે. આ જ રીતે વિભાવના, વિરોષોક્તિ, અસંગતિ, વિષમ, અધિક, વ્યાઘાત, અતદ્ગુણ વગેરે સ્વતંત્ર અલંકારરૂપે કહેવા યોગ્ય નથી. (કેમ કે તેમનો) વિરોધમાં જ અંતર્ભાવ થઈ જાય છે. ઉક્તિ વૈચિત્ર્ય માત્રનો ભેદ હોતાં (સ્વતંત્ર) લક્ષણ કરવાથી અલંકારોના આનન્ત્યનો પ્રસંગ આવી પડશે.
૧૨૫) સહુ અર્થના બળે ધર્મનો અન્વય (થાય) તે સહુોક્તિ અલંકાર છે. (૧૩)
ધર્મ કે જે ક્રિયા તથા ગુણરૂપ લક્ષણયુક્ત છે, તેનો સહ અર્થના સામર્થ્યથી જે અન્વય પ્રતિપાદિત થાય છે એટલે કે અનેક વસ્તુઓમાં સહભાવની તે ઉક્તિ તે સહોક્તિ છે. જેમ કે,
તેણે રઘુને છાતી ઉપર પ્રહાર કર્યો (અને તે) સૈનિકોનાં આંસુઓ સાથે ભૂમિ પર પડ્યો. ક્ષણમાત્રમાં વ્યથાને ખંખેરીને સૈનિકોના હર્ષનાદ સાથે (પુનઃ તે) ઊભો થયો. (૬૧૧) [રઘુ. ૩.૬૧] અત્યારે આ રાત્રિઓ મારા શ્વાસ સાથે દીર્ઘ (યતી જાય છે) (અને) ચન્દ્રના આભૂષણવાળી તે (રાત્રિઓ) મારાં જ અંગોની સાથે ફીકી (બની રહી છે) (૬૧૨) [કાવ્યાદર્શ-૩.૩૫૨]
૧૨૬) શ્લિષ્ટ વિશેષણો વડે ઉપમાનની બુદ્ધિ (જન્મ) તે સમાસોક્તિ (અલંકાર છે) (૧૪)
શ્લેષયુક્ત ઉપમેયનાં વિરોષણો વડે ઉપમાનની પ્રતીતિ થાય તે સમાસ વડે એટલે કે સંક્ષેપથી બે અર્થ કહેવાતા હોઈ સમાસોક્તિ છે, જેમ કે
રાગથી ભરેલા ચન્ને ચંચળ તારાઓવાળું રાત્રિનું મુખ તેવી રીતે પકડ્યું કે (જેથી) રાગથી વશ તેનું સમસ્ત અંધકારરૂપી વસ્ત્ર સામે જ સરી પડ્યું પણ તેણે જાણ્યું નહીં. ( ૬ ૧૩)
[ધ્વન્યાવલોકમાં (પૃ. ૧૦૯), પાણિનિનું પ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org