________________
૨૨) . ૬. સૂ. ૨૨]
२८७ આ (ઉદાહરણો)માં બધાં કારણો હોવા છતાં કાર્યનો અભાવ (હોવાથી) વિરોધ છે. અથવા જેમ કે, તે બાલા છે પણ અમારું મન ચંચળ બન્યું છે. તે સ્ત્રી છે પણ અમે ડરપોક છીએ. તે પુષ્ટ અને વિશાળ સ્તનભારને ધારણ કરે છે અને અમે થાકેલા છીએ. તે ભારે નિતંબોથી આક્રાન્ત છે, ને અમે જવાને શક્તિમાન નથી. અન્ય લોકને આધારે રહેલ દોષોથી અમે અસ્વસ્થ બન્યા છીએ, તે આશ્ચર્યકારી છે. (૬૦૧)
[અમતક-૩૪] અહીં જુદા સ્થળે રહેલ કારણ દ્વારા (તેથી) ભિન્ન સ્થળે રહેલ કાર્યની ઉત્પત્તિ વિરોધ પામે છે. અથવા જેમ કે, દિશા (રૂપી વધુ)ના કપાળ પરની કેશરચના (જેવા), (અને) વેદત્રયી રૂપી વધુના કાનમાં રહેલ તમાલપત્ર જેવા શ્યામ રંગી, યજ્ઞના ધુમાડાનો સમૂહ જેના પોતાના યાને વધારે ઉજજ્વળ બનાવે છે. (૬૦૨)
[કાદમ્બરી–૧૮] અહીં મલિનતા દ્વારા વધારે શુક્લ કરવારૂપ કાર્ય વ્યાહત બને છે. તે જ રીતે,
હે નીલકમલ સમાન નયનવાળી, તું આમ અત્યંત આનંદ આપે છે (પણ) તારાથી જ જન્મેલ વિરહ ( =તારો વિરહ) મારા શરીરને વધારે સંતાપ આપે છે. (૬૦૩)
દ્વિટ- ૯.૪૭] અહીં આનંદ આપવો તે બાબત શરીર સંતાપ દ્વારા વિરોધ પામે છે.
શિરીષથી પણ કોમળ અંગોવાળી ને વિશાળ નયનવાળી આ (નાયિકા) ક્યાં ? અને ક્યાં આ સૂકાં ટૂંઠાંના અગ્નિ જેવો કઠોર કામાગ્નિ? (૬૦૪)
નિવસાહસકચરિત-૧૬.૧૮] અહીં મૃદુતા કઠોરતા વડે વિરોધ પામે છે. તેમ જ,
યુગના નારા સમયે સાગરમાં શયન કરનાર, જેણે વિશાળ પેટ વડે ભુવનોને પી લીધાં હતાં તે જ એક નગરની સ્ત્રી દ્વારા મદવિલાસથી અર્ધી ખુલેલી એક આંખથી પી લેવાય છે. (૬૦૫) [શિશુપાલ૦ ૧૩.૪૦]
અહીં હીન દ્વારા મોટું કાર્ય કરવું વિરોધી જણાય છે. વળી,
ભરણપોષણ કરવા યોગ્યનું ભરણપોષણ કરવામાં વ્યસ્ત ઉદાર બુદ્ધિવાળો ત્રણેય જગત પ્રાપ્ત થઈ જાય તો પણ, આપે શું ને ખાય શું? (૬૦૬)
અહીં અધિક દ્વારા સ્વલ્પ કાર્ય પણ ન કરવારૂપી કાર્ય અવરોધાય છે. અથવા જેમ કે,
અરે રાજા, ત્રણે ભુવનનું પેટાળ વિશાળ છે, જેમાં સમાવો અશક્ય તેવો તારો યશોરાશિ સમાઈ જાય છે. (૬૦૭)
[કાવ્યાદર્શ- ૨.૨૧૯]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org