________________
૨૩) ગ. ૬. સૂ. ૨૨].
૨૮૩ અહીં હળાહળરૂપી ઉપમાનનો આક્ષેપ છે તેથી પ્રતીપ નામે બીજો અલંકાર નથી. ૧૨૪) અથનો વિરોધાભાસ તે વિરોધ (અલંકાર છે) (૧૨)
જાતિ, ગુણ, ક્રિયા અને દ્રવ્યરૂપ પદાર્થોનો સજાતીય અથવા વિજાતીય (પદાર્થ) વડે વાસ્તવિક વિરોધ ન હોવા છતાં પરસ્પર પ્રતિબંધ પામતો કે વ્યાઘાતરૂપ જે વિરોધ તેની જેમ આભાસિત થતો – વિરોધ (અલંકાર છે); તેમાં જાતિનો જાતિ સાથે (વિરોધ) જેમ કે,
એક જ શરીરમાં એક સાથે જે નરપણું અને સિંહપણું ધારણ કરે છે અને તે જ રીતે જે મનુષ્યપણું અને વરાહપણું (ધારણ કરે છે, તે વિભુ જય પામે છે. (૫૮૮)
દ્વિટ- ૯.૩૭] (જાતિનો) ગુણ વડે (વિરોધ) જેમ કે,
દ્રોણ, અશ્વત્થામા અને રામમાં બ્રાહ્મણત્વ અને શૌર્ય બંને રહેલાં છે એ સાંભળી સાંભળીને ક્યો પુરુષ આશ્ચર્ય ન પામે? (૫૮૯)
(જાતિનો) ક્રિયા દ્વારા (વિરોધ) જેમ કે, સિંહ પણ પરાભવ પામે છે. (જાતિનો) દ્રવ્યથી (વિરોધ) જેમ કે,
લીલામાત્રમાં જે આ જગતને ઉત્પન્ન કરે છે, રક્ષે છે અને તેનો સંહાર કરે છે તે જનાર્દન અવસરવશાત માછલું પણ બને છે, તે આ આશ્ચર્ય છે. (૫૯૦)
[કા.પ્ર.૧૦.૪૮૬] ગુણનો ગુણ દ્વારા (વિરોધ) જેમ કે,
ખરેખર, જરા (= વાર્ધક્ય)થી કુબ્ધભાવ (= વળી જવું) થયો છે છતાં જગતમાં તું જ સરળ છે, હે બ્રહ્મા ! તું અત્યંત વિમળ છે, ફેલાયેલા યજ્ઞના ધુમાડાથી મલિન હોવા છતાં ! (૫૯૧) દ્રિ- ૯.૩૫]
(જાતિનો) ક્રિયા દ્વારા (વિરોધ) જેમ કે,
કોમળ એવું પણ દુર્જનનું વચન સજ્જનોના ચિત્તને વધારે બાળે છે. કઠોર એવું સજ્જનનું વચન ચંદનરસની જેમ આનંદ આપે છે. (૫૯૨)
(ગુણનો) દ્રવ્ય સાથેનો (વિરોધ) જેમ કે,
વિશાળ અને સખત પથ્થરોવાળો આ કૌંચ પર્વત બાણની સતત વર્ષા થતાં જે તાજા કમળદલ સમાન કોમળ બની ગયો તે ભાર્ગવ ખરેખર અપૂર્વ અવતાર છે. (૫૯૩)
[કા.પ્ર.૧૦.૪૮૮]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org