________________
T
૧૨) મ. ૩. ખૂ. ૭]
१९७ આમ કહીને એકાઈને જ કહે છે – (જેમ કે),
કમાડ જેવી પહોળી ને મનોહર છાતી ઉપર રહેલ લક્ષ્મીરૂપી લલનાવાળા તે (વિષ્ણુ)ના સંપૂર્ણ શરીરમાં રહેલ તથા બધા લોકોને આનંદિત કરવાવાળી લક્ષ્મી (શોભા/ પ્રિયા) બીજી જ બની. (૩૮૬)
[શિશુપાલવધ- ૩.૧૩] અથવા જેમ કે,
ઉદ્દામ એવા અશ્વોના સમૂહ વડે ઉધૃત... (૩૮૭) અહીં, અશ્વીય (= અશ્વોની હારમાળા)માં સમૂહાર્થક પ્રકૃતિ અને સંહતિનું પીનકત્ય છે. (= “અશ્વીય’ એટલે જ અશ્વોનો સમૂહ. પછી ‘સંહતિ પદ પુનરુક્તિરૂપ જ બની જાય છે.) તથા, મોટી ઉપસ્થિત છાયાને પણ છોડીને, આવનારી તરુઓની (છાયાને) જનતાએ ગ્રહી – (૩૮૮)
[શિશુપાલવધ-૫.૧૪] અહીં, બનતા એ તદ્ધિતાર્થના બહુવચનગત અર્થની પુનરુક્તિ છે. (અર્થાત્ જનતાઃ'નું બહુવચન નિરર્થક છે કેમ કે, “જનતા” એટલે જ ઘણા માણસો.
તથા શીતળ કિરણોવાળા (ચન્દ્ર) જેનું આભૂષણ છે તેવા તે શિવ તમારું રક્ષણ કરો. (૩૮૯)
અહીં વિરોષણ દ્વારા વિશેષ્યની પ્રતિપત્તિમાં મવ ની (પુનરુક્તિ છે). (અર્થાત્ “શીતકિરણાભરણ'નો અર્થ જ ‘શિવ’ છે. તેથી ‘ભવ’ નિરર્થક છે). પરંતુ જ્યાં વિશેષણ વડે કેવળ વિશેષ્યની (જ) નહીં પણ તેના વિરોષની પ્રતીતિ થાય છે તેમાં પનરુત્ય નથી. જેમ કે,
તમારી કૃપાથી કામદેવ પણ એક જ સહાયક એવા વસંતને મેળવીને પિનાક ધારણ કરનારા શંકરના પણ ઘેર્યને વ્યુત કરે તો બીજા ધનુર્ધારીઓ મારી આગળ કોણ? (૩૯૦)
[કુમારસંભવ- ૩.૧૦] અહીં દર શબ્દની (પુનરુક્તિ દોષરૂપ નથી). હવે જેમ અહીં સુમાયુધોડપિ એમાં વિરોગના ઉલ્લેખ સિવાય પણ બંને અર્થની પ્રતીતિ થાય છે તેમ અહીં પણ થશે, તેમ નથી, કેમ કે, સપ્તમીમાં (Wઘુત્તમઃ | ૪/૬૦૭ સૂત્રમાંની સપ્તમીમાં ‘સ્થાનિન્ય’નું અનુવર્તન થાય છે; તેથી) ઉત્તમ (પુરુષના) નિર્દેશ દ્વારા જ અમદ્ અર્થના વિશેષ્યનું પ્રતિપાદન થઈ ગયું છે. એ રીતે, ધનુર્વા વગેરે પદોમાં પણ વિશેષની પ્રતિપતિ થવા છતાં પોનરુત્ય નથી.
જે કહ્યું છે કે – (૨૮) ધનુર્વા રાબ્દમાં, ઘનુ શબ્દનું શ્રવણ ચઢાવેલી (પણ)ની પ્રતિપત્તિ માટે છે. જેમ કે, ધનુષ્યની પણછ (ઘસાવાથી થયેલા) ચિહ્નવાળા તમારા હાથ વડે પ્રવૃત્તિ થઈ. (૩૯૧)
અહીં ધનુઃ શબ્દથી ચઢાવેલી (૫ણછ)ની પ્રતિપત્તિ થાય છે. વિલાસિનીઓના હીંચકાના વિકાસમાં કર્ણના આભૂષણ કંપ સૂચવે છે. (૩૯૨)
લીલાથી હલતું કાનનું કુંડળ ઉપર આવી પડે છે. (૩૯૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org