________________
૨૦૬) . . . ]
२२३ એક પદની એક વાર (આવૃત્તિ) જેમ કે,
“તે (વરવર્ણિની) સુંદરીનું વદન ખરે જ સુધાકર (કહેતાં ચન્દ્ર) છે. પણ (તો) સુધાકર ક્યારે વળી કલંક વગરનો થાય ?' (તેથી તેનું મુખ સુધાકરથી ય રૂડું છે) (૪૪૨)
[કાવ્યપ્રકાશ, ઉલ્લાસ ૯, શ્લોક ૩૬૦; સૂત્ર ૧૧૩ નીચે. (એક પદની) એકથી વધારે વાર (આવૃત્તિ) જેમ કે,
“સપુરુષોનો કોપ કે જે કાં તો થતો નથી, થાય છે તો લાંબો (ચાલતો) નથી, લાંબો ચાલે તો ફળ (આપવાની બાબતમાં) જુદો પડે છે (= અર્થાત્ ક્રોધ સારું ફળ આપે છે) (તેવો કોપ) નીચ વ્યક્તિના સ્નેહ જેવો છે. (અર્થાત્ નીચ વ્યક્તિને સાચો સ્નેહ થતો નથી. સ્નેહ થાય છે તો લાંબો ચાલતો નથી. લાંબો ટકે તો ખરાબ ફળ આપે છે). (૪૪૩) સુિભાષિતવલિમાંથી, (શ્લોક નં. ૨૩૬) રવિગુનો (શ્લોક)].
અનેક પદોની એકવાર આવૃત્તિ, જેમ કે,
“જેની નજીક પ્રિયતમા નથી તેવાને માટે (તુહિનદીધિતિ = ) ચન્દ્રમા દાવાનળ (જેવો સંતાપકારક) છે, અને જેની સમીપમાં (પોતાની) પ્રિયતમા છે, તેને માટે દાવાનળ પણ (ચન્દ્રમા જેવો શીતળ અને આલાદકારક) છે. (૪૪૪)
[કાવ્યપ્રકાશ ૯; શ્લોક ૩૫૯, સૂત્ર ૧૧૨ પછી] અનેક પદોની અનેકવાર આવૃત્તિ જેમ કે,
કંઈક કહું છું, અથવા નથી કહેતી અથવા જો કહું છું તો શું કહું છું? આમ કહું કે, આપના જેવા પતિ(રાજ) હોતાં, પોતાના દોષ વગર સર્વસ્વનું હરણ કરનારા બીજા કોઈ નથી જણાતા (કેવળ તમારા ગુણો જ એવા છે જે વગર વાકે બીજાનું સર્વસ્વ લુંટી લે છે); તેવા શું હોય છે. નથી હોતા અથવા હોય છે તો કોણ હોય છે? (તે) આવા હોય છે, તારા ગુણોથી (સમગ્ર પૃથ્વી) લોક જન્ડાયેલા હૃદયવાળો બન્યો છે.” (૪૪૫) - ૧૦૬) અર્થ હોતાં, (નિયમથી) અન્ય અર્થવાળાં વણના (એના એ ક્રમમાં શ્રવણ (= પુનરાવૃત્તિ) હોતાં યમક (અલંકાર) (થાય છે). (૩)
(વર્ગોની) આવૃત્તિ (= પુનઃ પ્રયોગ) (એ પદ આગળના ૧/સૂત્રમાંથી આવે છે). (એ યમક)
અર્થ હોતાં, ભિન્ન અર્થવાળા વર્ગોની (એટલે કે), સ્વર સાથેના વ્યંજનોની, અને ઉપલક્ષણથી (એક) વર્ણ કે બે વર્ગોની આવૃત્તિ શ્રુતિની એકતા અને ક્રમની એક્તા હોતાં બે યમ કહેતાં યુગલો સરખા જણાતાં - તે (વિગત) જેની પ્રકૃતિ છે (અર્થાત્ તેવી વિગત થાય ત્યારે) “યમક (અલંકાર) (પ્રાપ્ત થાય છે).
તેથી એક, બે કે બહુ અક્ષરોના બીજા એકસરખા (અક્ષર), (બંને વચ્ચે) અંતર વગર કે અન્તર સાથે (પ્રયોજાય અને) શોભાજનક હોતાં (યમક) અલંકાર (થાય છે). (જેમ કે), મધુનિ . વ. “ભ્રમર પંક્તિઓ દ્વારા માનિનીઓ(નું માન) પરાજિત થતાં...” (૪૪૬)
હિરવિજય- ૩.૨]. વગેરે (ઉદા.)માં બંને (વર્ષો)નું નિરર્થકત્વ હોતાં (યમક બને છે).
૫૫. વ. “સુટપરાગને કારણ પરાગત થયેલા (= હારેલા) કમળને...” વ. (૪૪૭) [શિશુ -૬.૨]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org