________________
૨૨૨-૨૨૨) ૩. ૬. મૂ. ૧-૨૦]
२७५ અહીં “પુરુષોત્તમ’’ શબ્દનું બે અર્થનું વાચકત્વ હોવા છતાં સત્પષચરિત પ્રસ્તુત હોવાથી એકને વિષે અભિધા નિયંત્રિત થઈ જાય છે. તેથી પુરુષ જ વાચ્ય છે, વિષ્ણુ નહીં, કેમ કે તેમનું ચરિત્ર પ્રસ્તુત નથી. તેનું જ્ઞાન તો શબ્દશક્તિમૂલ ધ્વનિ દ્વારા જ થાય છે. જો કે, સત્પષની વિષ્ણુની જેમ વિશ્વનો ઉદ્ધાર કરવામાં શક્તિ હોતી નથી તો પણ ગણરૂપે તે સંભવે છે તેથી દોષ નથી. અન્યોક્તિ ક્યારેક સ્તુતિરૂપ હોય છે જેમ કે, નાતચ પ્રક... વગેરે. ક્યારેક નિંદારૂપ (હોય છે, જેમ કે, આવા વારિ... વગેરે; ક્યારેક ઉભયરૂપ – જેમ કે,
એક વરાડી (= અભાગણી માદા ભંડ) બચ્ચાંને, - કમલિનીને કંદ વગરની બનાવવા, ખાબોચિયામાં જમીનને ખાડાટેકરાવાળી કરવા, જળને સેવાળવાળું (ગંદુ, ડહોળેલું) બનાવવા – જન્મ આપે છે; પણ ચાર સાગરનાં મોજાંથી ભીંજાતી જેના શિશુની દાઢમાં પૃથ્વી સંકટ સમયે રહે છે તે (બીજી માદા ભૂંડ જ પુત્રવર્તી છે.” (૫૬ ૮)
અહીં પૂર્વાધમાં નિંદા છે તો ઉત્તરાર્ધમાં સ્તુતિ. ક્યારેક (તે) અનુભયરૂપા (પણ હોય છે, જેમ કે,
અહીં કેશવ વસે છે. અહીં તેના શત્રુઓનું નગર છે. અહીં જ શરણે આવેલાં શિખર પરનાં પક્ષીઓ રહ્યાં છે. અહીં બધા જ સંવર્તકોની સાથે વડવાનલ - અહો ! સાગરનું શરીર વિશાળ, બળવાન તથા ભાર સહેનારું છે. (૫૬૯)
[નીતિશતક- ૬૭] અહીં નિંદા કે સ્તુતિ વિસ્મયની ઉક્તિમાં જ અસ્ત પામે છે તેથી અનુભયરૂપા અન્યોક્તિ છે). ૧૨૧) વ્યંગ્યની ઉક્તિ તે પર્યાયો છે. (૯)
વ્યંગ્યનું એટલે કે પ્રતીયમાન અર્થનું જે કથન (કરાય), તે પર્યાય વડે, એટલે કે અન્ય પ્રકારે કથન, તે | પર્યાયોક્ત. આથી જ અન્યોક્તિથી તેનો ભેદ છે. ત્યાં (અન્યોક્તિમાં) ગમ્યમાન વિગતનું પ્રકારાન્તરે કથન નથી હોતું. પરંતુ અપ્રસ્તુત દ્વારા તેનો આક્ષેપ હોય છે.
જેમ કે,
શત્રુઓના નાશની દઢ ઇચ્છાવાળા, ખોટા રસ્તે ગયેલા મુનિને, રામના આ ધનુષ્ય ધર્મદેશના આપી. (૫૭૦)
અહીં ભીષ્મ ભાર્ગવને જીત્યા એ વ્યંગ્યનું “ધર્મદેશના આપી’ એ રીતે કથન (થયું) છે. ૧૨૨) વિશેષ કહેવાની ઈચ્છાથી ભેદ, અભેદ, યોગ અને અયોગનો વ્યત્યય (એ) અતિશયોક્તિ છે. (૧૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org