________________
૨૨૦) મ. ૬. મૂ. ૮].
२७३ અહીં ક્યાંક નાશ પામતી વિશેષ એવી વસ્તુ પ્રસ્તુત હોતાં સદા દેવની સ્વતંત્રતારૂપ સામાન્ય એવી અપ્રસ્તુત બાબત વર્ણવાઈ છે.
જેઓ ઉત્કર્ષમાં રાજી થાય છે તથા દુઃખમાં (સાથે) છોડી દેતા નથી, તે બાંધવો છે, મિત્રો છે. બીજા લોક (= બીજા બધા) સ્વાર્યપરક છે. (૫૬૩)
અહીં જરાસંધ કાર્યરૂપે પ્રસ્તુત એવી પોતાનાં વચનોની શ્રદ્ધેયતાને વ્યક્ત કરવા માટે મિત્ર, બાધવત્વના અપ્રસ્તુત કારણરૂપ નિરૂપે છે.
હું મંથન પહેલાંના પારિજાત વગરના સ્વર્ગને, કૌસ્તુભ અને લક્ષ્મી રહિત વિષ્ણુના ઉરને તથા મુગ્ધ ચંદ્રવિહીન રાંકરની જટાના આગળના ભાગને યાદ કરું છું. (૫૬૪).
સેતુબંધ ૪.૨૦] અહીં જાંબવાન વૃદ્ધોની સેવા, લાંબું જીવન, વ્યવહારકોશલ વગેરે રૂપ મંત્રીપણાના કારણે પ્રસ્તુત હોતાં કૌસ્તુભરહિત હરિના વક્ષ:સ્થલના સ્મરણ વગેરે રૂપ અપ્રસ્તુત કાર્ય વર્ણવે છે.
તુલ્ય પ્રસ્તુત હોતાં તુલ્યનું કથન હોય ત્યારે બે પ્રકારો-શ્લિષ્ટ વિશેષણ અને સાદશ્ય માત્ર તેને કારણે), - જે બીજા તુલ્યના આક્ષેપમાં નિમિત્ત બને છે. જેમ કે,
નાળનો (= દાંડીનો) પ્રસાર (આળસનો પ્રસાર નહીં) જડ= જળમાં પણ નિવાસ કરનારની કોશમાં પ્રીતિ, દંડમાં (નાલદંડ અને સજા) કર્કશતા, મુખમાં મૃદુતા, મિત્ર (= મિત્ર અને સૂર્ય) પ્રત્યે અત્યંત સ્નેહ, મૂળપયંત ગુણ સંગ્રહ (= તંતુ અને ગુણો)નું વ્યસન, દોષાકર (ચંદ્ર અને દોષની ખાણ) પ્રત્યે દ્વેષ, આ કમળની જે સ્થિતિ છે ત્યાં લક્ષ્મીનો નિવાસ યોગ્ય જ છે. (૫૬૫)
(શાર્ણધર પદ્ધતિમાં]. અહીં અપ્રસ્તુત એવા કમળ દ્વારા તુલ્ય વિશેષણના બળે તુલ્ય એવો પુરુષ(રૂપી અર્થ) આક્ષિપ્ત થાય છે.
ચારે તરફથી નદીઓના મુખમાંથી પાણી લઈને આ દુષ્ટ સમુદ્ર શું મેળવ્યું ? (તેને) ખારું બનાવ્યું, વડવાના મુખમાં હોમી દીધું અને પાતાળની કૂખ જેવા ખાડામાં નાખી દીધું. (૫૬૫)
[ઓચિત્ય વિચારચર્ચામાં (પૃ. ૧૩૯) (ભદ્દેન્દુરાજનું ૬)] અહીં સમુદ્રની નિંદા દ્વારા અન્યાયથી પ્રાપ્ત કરેલ ધન વગેરે રૂપ પ્રતીયમાન સાદયવાળો કોઈક વિશિષ્ટ પુરુષ આક્ષિપ્ત થાય છે. વિશેષ્યની શ્લિષ્ટતા તો અન્યોક્તિની પ્રયોજક તરીકે ન કહેવી. જેમ કે –
જો પુરુષત્વમાંથી વિચલિત થઈ જાય, જો નીચે પણ ચાલ્યા જાય, જો યાચના કરવામાં મહાન ન પણ બને, (= અર્થાત્ વામનરૂપે રહે), તો પણ વિશ્વનો ઉદ્ધાર કરે એવી આ દિશા કોઈક પુરુષોત્તમે પ્રકટ કરી છે. (૫૬૭)
ભિલ્લશતક- ૭૯]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org