________________
२७७
૨૨૬-૨૨૨) અ. ૬. સૂ. ૬-‰૦]
પ્રકૃત અર્થના વિશેષ વર્ણનની ઇચ્છાથી ભેઠનો વ્યત્યય અભેદનું અભિધાન જે (કરવામાં આવે) તે અતિશયનું અભિધાન હોવાથી એક (પ્રકારની) અતિશયોક્તિ છે. જેમ કે,
-
ચાંદનીના કોળિયા કરતા ઉપવનના ચકોરો વડે અનુસરાતી, લવલી લના પાકને ( = સફેદીને) પસંદ કરતી સ્વચ્છ જ્યોત્સનાને ફેલાવતો, જેમાંથી હરણ જતું રહ્યું છે અને જે શીતળ કિરણોવાળો છે તે આ ક્યો ચન્દ્ર આકારા વિના રહેલો છે તે (જોવા) મહેલની અટારીએ દૃષ્ટિ નાખો અને સહેજ વિચારો. (૫૭૧)
[વિન્દ્રશાલભંજિકા-૧.૩૧]
અહીં મુખ અને ચંદ્રનો ભેદ હોવા છતાં પણ અભેદ દર્શાવ્યો છે.
અથવા જેમ કે,
અરે દિયરજી, શા માટે આકારાને જોતા નથી અને પત્નીના બાહુમૂલમાં અર્ધચંદ્રોની હારમાળાને વ્યર્થ જ જુઓ છો ? (૫૭૨) સપ્તરશતક ૫૭૧; ગાથાસપ્તમી-૬.૭૦]
અહીં નખ રૂપી અર્ધચંદ્રોનો (ભેઠ હોવા છતાં અભેદ વર્ણવાયો છે)
અભેદનો વ્યત્યય ભેઠ હોતાં બીજી (અતિશયોક્તિ) બને છે જેમ કે,
આનું સૌકુમાર્ય કંઈક ઓર જ છે અને તેની ચમક પણ કંઈક જુદી જ છે. આ શ્યામા કોઈ સામાન્ય પ્રજાપતિની રચના ન હોઈ શકે. (૫૭૩)
અહીં અભિન્ન એવા લટભત્વ વગેરેનું ( = સૌકુમાર્યનું એક હોવા છતાં) ભેદ હોય તે રીતે કથન થયું છે. યોગ એટલે કે સંબંધનો વ્યત્યય (અર્થાત્) - અસંબંધ કહેવાતાં તૃતીય પ્રકારની (અતિશયોક્તિ છે) જેમ કે,
સર્વ અંગો પર આર્દ્રચંદનથી યુક્ત તથા મલ્લિકાની માલાના ભારવાળી અભિસારિકાઓ શ્વેત ચાંદનીમાં જણાતી નથી. (૫૭૪) [કાવ્યાદર્શ- ૨.૨૧૫]
અહીં અભિસારિકાઓનો જણાતી હોવા છતાં (= તે દૃષ્ટિગોચર થતી હોવા છતાં) ચાંદનીની બહુલતારૂપી ઉત્કર્ષની વિવક્ષાથી અયોગ કહ્યો છે (= જણાતી-દેખાતી નથી એમ કહ્યું છે).
અથવા જેમ કે,
નયનો ખૂણા તરફ ચંચળ છે, વાણી મધુર અને વક્ર વર્ણવાળી છે, ગતિ વિલાલને લીધે મંથર છે, મુખ અત્યંત સુંદર છે એ પ્રમાણે મૃગનયનીનાં અંગોમાં સ્વાભાવિક લીલાનું સ્ફુરણ થાય છે, એટલે, એમાં મઠના ઉદયનો પ્રવેશ થયો હોવા છતાં જણાતો નથી. (૫૭૫)
[કા.પ્ર.૧૦.૫૪૭]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org