________________
૬૨૦) . ૬. સૂ. ૮]
२७१ અહીં મદ વગેરેમાં જે પ્રાકરણિરૂપે વિવક્ષિત છે તે ઉપમેય છે, અને બાકીનાં ઉપમાન છે. કમિત્વ (ક્રમમાં ગોઠવાવું) ઉપમાને રોકે છે એમ ન માનવું. રામ જેવા દશરથ થયા. દશરથ જેવા રઘુ અને રઘુ જેવા અજ, અજ જેવો દિલીપનો વંશ. અહો, આશ્ચર્ય ! રામની આ કીર્તિ છે. (૫૫૭) આમાં ક્રમ હોવા છતાં ઉપમા જણાય છે. પ્રકૃતોનું ધર્મક્ય જેમ કે - ફીકું મુખ વગેરે. અથવા જેમ કે - હંસોની શોભા સરોવરોથી અને વળી સરોવરોની (શોભા) હંસોથી ફેલાય છે. એ બંને એકબીજાનું અને પોતાનું જ ગૌરવ કરે છે. (૫૫૮)
[સપ્તશતક- ૯૫૩] અપ્રકૃતોનું (ધર્મક્ય) જેમ કે,
હે પ્રિયે મનોહર કટાક્ષ કરનારાં તારાં નેત્રો આગળ શ્વેત કમળ, રક્ત કમળ અને નીલકમળોની હારમાળાની શી વિસાત? અને તારા મુખ આગળ અમૃત, અમૃતમય કિરણોવાળા (ચન્દ્ર) અને કમળ એક સાથે જ પરાસ્ત થાય છે. (૫૫૯)
નવોઢા વધૂ શયનમાં પરસેવે રેબઝેબ થઈ જાય છે, અંગો સંકોરે છે, મોં ફેરવી લે છે, પાસું ફરી જાય છે, આંખો બીડી દે છે, તીરછી નજરે જુએ છે, અંતરમાં આનંદ પામે છે, ચુંબન કરવા ઇચ્છે છે. (૫૬૦)
[કા.પ્ર.૧૦.૪૫૯]. વગેરેમાં તો સ્વભાવોક્તિનો જ ચમત્કાર છે, દીપકનો નહીં, તેથી કારકદીપક લક્ષિત કરાતું નથી.
૧૨૦) સામાન્ય, વિરોષ, કાર્ય અને કારણ પ્રસ્તુત હોતાં તેનાથી ભિન્ન (એટલે કે વિશેષ, સામાન્ય કારણ અને કાર્યોની તથા તુલ્ય પ્રસ્તુત હોતાં તુલ્યની ઉકિત તે અન્યોક્તિ છે. (૮)
સામાન્ય પ્રસ્તુત હોતાં તેથી ભિન્ન (એટલે કે) વિશેષનું, વિશેષ (પ્રસ્તુત હોતાં) સામાન્યનું કાર્ય (પ્રસ્તુત હોતાં) કારણનું અને કારણ (પ્રસ્તુત હોતાં) કાર્યનું અને તુલ્ય (પ્રસ્તુત હોતાં) તુલ્ય એવા બીજા અપ્રસ્તુતનું ક્વન તે અન્યોક્તિ છે. અપ્રસ્તુતના અભિધાનને લીધે પ્રસ્તુતનો આક્ષેપ થાય છે એ અર્થ છે. જેમ કે,
ઇન્દ્ર રાવતને સ્પર્શે છે, દેવતાઓ સાથે મંત્રણા કરે છે, વજને પડે છે અને યોદ્ધાઓનું નિરીક્ષણ કરે છે. મેરુનાં શિખરોને વિષમ બનાવે છે. રાત્રે તારી શંકાથી (= હે રાજા, તું યુદ્ધ કરીશ એ શંકાથી) નિદ્રાને પામતો નથી. (૫૬૧)
અહીં તું તત્પર થતાં કોઈ સુખેથી સૂતું નથી એ સામાન્ય બાબત પ્રસ્તુત હોતાં વિરોષ કહેવાયું છે.
અરે સંસારની કઠોરતા, અરે આપત્તિઓની દુરાત્મતા, અને પ્રકૃતિથી કુટિલ, વિધિની ગતિઓ મુકેલીથી પાર પડે તેવી છે. (૫૬૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org