________________
૨૨) ૪. ૬. સૂ. ૭]
२६९ અથવા જેમ કે,
ક્યાં સૂર્યથી ઉત્પન્ન થયેલો વંશ અને ક્યાં અલ્પ વિષયવાળી બુદ્ધિ ? મોહને લીધે નાના હોડકાથી હું મુશ્કેલીથી તરવા યોગ્ય સાગરને તરવાની ઇચ્છા રાખું છું. (૫૫૧)
રિઘુવંશ-૧.૨]. અથવા જેમ કે,
અત્યંત ઉચ્ચપદે બેસવું તે પતનને માટે છે એવું અર્થવેત્તાઓને કહેતું વૃક્ષનું આ સહેજ ફીકું પાંદડું બન્ધનરૂપી ગ્રંથિમાંથી (નીચે) પડે છે. (૫૫૨)
આ બધા સાધર્મ્સથી થતા નિદર્શનના પ્રકારો છે. ધમ્મથી (નિદર્શન) જેમ કે,
ગુણો હોવાના દોષને લીધે જ, જવાબદારી સંભાળવા યોગ્ય વ્યક્તિને કાર્યભારને વિષે જોતરવામાં આવે છે જ્યારે ગળિયો બળદ ખાંધે આંટણ વગર સુખેથી જીવે છે. (૫૫૩)
સિ.કે.૪.૧૨૫] યુદ્ધમાં સાહસભર્યા કાર્યો કરવામાં જેને આનંદ આવે છે તેવા તથા તલવાર પાસે હાથને લઈ જવા ઇચ્છતા તારા શત્રુઓના સૈનિકો વેરણછેરણ થઈ ગયા. પવન ન જાય ત્યારે જ (= ત્યાં સુધી જ) રજકણો સ્થિર રહે છે. (૫૫૪).
કા.પ્ર.૧૦.૪૫૭] ૧૧૯) પ્રકૃતિ અને અપ્રકૃત પદાર્થોનું એક ધર્મવાળા હોવું તે દી૫ક છે. (૭)
(પ્રકૃતિ અને અપ્રકૃતોનું) (એ) બહુવચન સમસ્ત અને વ્યસ્તના ગ્રહણ માટે છે. તેથી પ્રકૃતિ અને અપ્રકૃતોનું એટલે કે પ્રાકરણિક અને અપ્રાકરણિક અર્થાત્ ઉપમાન અને ઉપમેયસ્વરૂપે પ્રસ્તુત અને અપ્રસ્તુત વિગતોનો ધર્મ, કેવળ ક્રિયા વગેરે રૂપ એક જ (ધર્મ), પ્રયોજાય ત્યારે ત્યાં દીવાની જેમ સ્થાને રહી અનેકને પ્રકાશિત કરનાર કોઈ દીપક (કહેવાય છે) જેમ કે,
ચન્દ્રનાં કિરણોથી રાત્રિ, કમલોથી નલિની, કુસુમગુચ્છોથી લતા, હંસોથી શરદઋતુની શોભા અને સજ્જનોથી કાવ્યક્યા મહાન બને છે. (૫૫૫)
અહીં કાવ્યકથા પ્રસ્તુત છે, બાકીનાં અપ્રસ્તુત છે. મહાન કરવારૂપી એક જ ક્રિયા છે. અથવા જેમ કે,
મદ પ્રેમને જન્માવે છે. તે (= પ્રેમ) માન ભંગ કરનાર કામને (જન્માવે છે) તે (= કામદેવ) પ્રિયાના સંગમની ઉત્કંઠાને (જન્માવે છે, અને તે (= ઉત્કંઠા) અસહ્ય એવી માનસિક વેદનાને (જન્મ આપે છે). (૫૫૬)
[ભામહ ૨.૨ ૭]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org