________________
૨૮) . ૬. સૂ. ૬]
ર૬૭ આ સહજાવયવ રૂપક છે.
હાથી પર્વત છે. (તેની) ટૂલ તે મેઘ છે. સાંકળો તે સર્પો છે. મહાવત તે સિંહ છે તેમ જ ભ્રમરો તે હરણો રૂપે શોભે છે. (૫૪૬)
આ આહાર્યાવયવ (રૂપક છે).
ભ્રમરોના સમૂહરૂપ કેશપાશવાળી, કમળરૂપી મુખવાળી, ચક્રવાકરૂપી સ્તનવાળી, હંસરૂપી વસ્ત્રવાળી વાપીરૂપી વિલાસિનીઓ અત્યારે શોભે છે. (૫૪૭)
બ્રિટ.- ૮.૪૫] આ ઉભયાવયવ (રૂપક છે) તે (બધા) લક્ષિત ક્ય નથી. કેમકે, કહેવામાં આવેલ લક્ષણ દ્વારા જ તે સંગૃહીત થઈ જાય છે. આ પ્રકારનાં હજારો વૈચિત્ર્ય સંભવતાં હોઈ અતિપ્રસંગ થાય. જેમ કે,
કહ્યું છે કે, -
(૩૬) “રૂપક અને ઉપમાના ભેદોનો કોઈ પાર નથી આથી. દિશાસૂચનાર્થે જ (કેટલાક ભેદ) દર્શાવ્યા છે. વિદ્વાનોએ ન કહેલા (ભેદો) અનુમાનથી વિચારી લેવા.'' '
[કાવ્યાદર્શ- ૨.૯૬] ૧૧૮) ઈઝ અર્થની સિદ્ધિ માટે (અપાતું) દષ્ટાંત તે નિદર્શન (નામે અલંકાર છે). (૬)
ઇષ્ટ એટલે સામાન્ય અથવા વિશેષરૂપ એવો જે પ્રસ્તુત અર્થ હોય, તેની સિદ્ધિ માટે જે દષ્ટાંત તે નિદર્શિત કરાય છે, પ્રસ્તુત અર્થ અહીં; તે () નિદર્શન છે. જેમ કે,
કેવળ પ્રસિદ્ધિનું જ શરણ લેતા જડોને ગુણાનુરાગ હોતો નથી. ચન્દ્રકાન્ત મણિ ચન્દ્ર હોતાં દ્રવિત થાય છે (પણ) પ્રિયામુખને જોતાં નહીં. (૫૪૮)
અથવા જેમ કે,
ઉપર ઘનઘોર વાદળ છવાયાં છે અને પ્રિયતમા દૂર છે ને આ આવી પડ્યું. દિવ્ય ઔષધિ હિમાલય ઉપર છે અને માથા પર ક્રોધે ભરાયેલો નાગ છે. (૫૪૯)
સિ.. ૩.૮૭]. અથવા જેમ કે,
દેવીભાવને (રાણીપણાને) પામેલી આ સેવકપદને કઈ રીતે પામે ? દિવ્યરૂપથી અંક્તિ રત્ન ખરેખર ભોગવવાને યોગ્ય નથી હોતું. (૫૫૦)
રિત્નાવલી...] [કા.પ્ર.૧૦.૪૫૪].
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org