________________
૨૭) . . ખૂ. ૧]
२६५ તેમાં એકવિષયવાળું (રૂપક) જેમ કે,
ગીતધ્વનિના વખતે જે હરિણીની જેમ અંગો સંકોરી લે છે, સાંભળેલું હોવા છતાં પ્રિયતમનું વૃત્તાંત જે ફરીથી સખીને પૂછે છે, નિદ્રા વગર જ એકાન્તમાં સૂઈ રહે છે. તેથી માનું છું કે આના હૃદયમાં નવીન એવી પ્રેમલતાને સિંચવાને કામદેવ પ્રવૃત્ત થયો છે. (૫૪૦)
[કા.પ્ર.૧૦.૪૨૪] જ્યાં એક જ વિષયમાં અનેક આરોપ થતા હોય તે પણ એક વિષયવાળું (રૂપક છે) જેમ કે, તે પ્રિયા સૌંદર્યની નદી, યોવનના ઉત્કર્ષનો આનંદાવિર્ભાવ, કાન્તિનું વશીકરણ કર્મ, ક્રીડા રહસ્યોના ઉલ્લાસનું નિવાસસ્થાન, વક્રવાણીની વિઘા, બ્રહ્માના નિરવધિ નૈપુણ્યનો સાક્ષાત્કાર, કામદેવના પ્રાણ અને લલનાઓનો ચૂડામણિ છે. (૫૪૧)
[કા.પ્ર.૧૦.૪૨૫] જ્યાં એક વિષયમાં આરોપિત કરાતી વિગત શ્રોત (= શાબ્દ) હોય પણ અન્ય વિષયમાં તે ગમ્ય હોય તે પણ એકવિષય (રૂપક) જેમ કે -
જે રાજાના રણરૂપી અંતઃપુરમાં તલવારને હાથમાં લેતાં જ રસથી ભરેલી હોવા છતાં પણ શત્રુસેના પરાક્ષુખી બને છે. (= પીછેહઠ કરે છે) (૫૪૨)
[કા.પ્ર.૧૦.૪૨૩]. અહીં રણ ઉપર અન્તપુરત્વનો આરોપ શ્રૌત છે, મંડલાગ્રલતા (= તલવાર)નું નાયિકાત્વ તથા શત્રુસેનાનું પ્રતિનાયિકાત્વ અર્થના સામર્થ્યથી સમજાય છે.
અનેક વિષયવાળો રૂપક (અલંકાર) જેમ કે,
જેનું બીજ અહંકાર છે, વિશાળ વૃક્ષનું મૂળ “મારું છે” એવો આગ્રહ છે. નિત્યત્વનું સ્મરણ તે અંકુર છે, પુત્ર, મિત્ર, જાતિ વગેરે કૂંપળો છે. પત્નીનો સ્વીકાર તે થડ છે, અપમાન તે પુષ્પ છે અને દુર્ભાગ્ય તે ફળ છે તે મારી તૃષ્ણારૂપી લતા તમારા ચરણની પૂજારૂપી પરશુથી કપાઈ જાય. (૫૪૩) [સ.કે.૪.૩૯]
અથવા જેમ કે,
હે રાજા, તું ઇન્દ્ર છે, તારી બંને ભુજાઓ જયલક્ષ્મીના દ્વારના બે તોરણતંભ છે. (તારી) તલવાર યમની જિહ્વા છે અને (તારી) જિહુવા (સાક્ષાત્) સરસ્વતી છે. (૫૪૪)
ટિ .- ૮.૫૫]. આ રીતે જે બીજા રૂપકભેદો (છે, તે હવે વર્ણવાયા છે. જેમ કે,
સ્ત્રીઓ કમલિનીઓ છે, દાંતરૂપી કેસરો વડે અને અધરરૂપી કુંપળો દ્વારા (તેમનાં) મુખ કમળો છે. તેમની બાહુલતાઓ તે નવીન મૃણાલતંતુઓ છે. (૫૪૫).
ટ્વિટ.-૮.૪૩]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org