________________
૨૨૭) ૫. ૬. ખૂ. ૧]
२६३ અહીં ક્રિયાની (ઉપેક્ષા છે)
આના કપોલ તે પ્રમાણેના બનીને જાણે કે એકબીજાને ન જોતા હોઈને, અરે રે, આવી ફીકાશને પામ્યા છે. (૫૩૪)
[ઉભટ ૩. ૩] અહીં દર્શનક્રિયાના અભાવની (ઉસ્પેક્ષા છે). એ જ પ્રમાણે –
જાણે કે સાલવૃક્ષની જંગમલતા હોય. આકાશમાંથી ચુત થયેલી જાણે કે અગ્નિની પ્રભા હોય, ચન્દ્રની કાન્તિની અધિદેવતા રૂપ હોય તેવી પુત્રી મૈથિલી તેના પુત્રને આપી. (૫૩૫) [ભદિ૦ ૨.૪૭]
વળી, જાણે કે ધાતુમયી અકાલ સધ્યા હોય... (૫૩૬)
[કુમાર૦ ૧.૪]. અને વળી,
સ્તનના ભારથી જાણે કે કંઈક ખૂકેલા શરીરવાળી, પ્રાતઃકાળના સૂર્યસમા લાલ વસ્ત્રને ધારણ કરેલી, પાર્વતી, ઉત્તમ પુષ્પોના ગુચ્છથી નમેલી, સંચાર કરતી પલ્લવોવાળી લતા ન હોય તેવી લાગતી હતી. (૫૩૭) [કુમાર૦ ૩.૫૪]
વળી,
વાદળ વગરની વિદ્યુત આભા હોય, કુમુદના બંધનવાળી કલારહિત ચાંદની હોય, કામદેવ વગરની રતિ હોય અને હરિના વક્ષ:સ્થલ પરથી પડી ગયેલ લક્ષ્મી હોય (તેવી તે હતી). (૫૩૮) કુિદનીમત ૨૫૮]
વળી, પૃથ્વીના માપદંડની જેમ રહ્યો છે. (૫૩૯)
[કુમાર૦ ૧.૧]. વગેરેમાં ઉન્ઝક્ષાબુદ્ધિ રાખવી નહીં. જો કે આમાં સ્વરૂપથી અને વિશેષણથી ઉપમાન કલ્પિત છે, તો પણ ઉપમા જ છે; કેમકે ઉપમાન અને ઉપમેયનું સાધમ્મ અને તેના વાચકો પ્રતીત થાય છે.
૧૧૭) સાદસ્ય હોય ત્યારે ભેદ દ્વારા આરોપ તે રૂપક (અલંકાર છે); તે એક વિષયવાળો તથા અનેક વિષયવાળો છે. (૫)
સાદસ્થ નિમિત્ત હોતાં, ભેદ દ્વારા (એટલે કે) વિષય અને વિષયીના નિર્દેશ દ્વારા જે આરોપ અર્થાત્ તેવું ન હોવા છતાં તેવું હોવાનો નિશ્ચય (થાય છે) - તે રૂપિત કરે છે, એકત્વ પમાડે છે, તેથી રૂપક (કહેવાય છે) કેમ કે, (તેમાં) આરોપ કરાતી વિગત રૂપે આરોપનો વિષય બનતી વિગત રૂપયુક્ત કરાય છે. અહીં “સાદશ્ય” (પદ)નો સ્વીકાર કાર્યકારણ ભાવાદિરૂપ અન્ય નિમિત્તોને દૂર કરવા માટે છે તેથી, ‘માયુષ્કૃતમ્' વગેરેમાં રૂપક નથી. “ભેદ' (પઠ)નું ગ્રહણ અભેદારોપને દૂર કરવા માટે છે. કેમ કે, તેમાં તો (= અભેદ હોતાં) અતિશયોક્તિ (થાય છે તે આગળ) કહેવાશે. તે (= રૂપક) જ્યાં આરોપનો વિષય એક છે તથા અનેક છે તેવો (એટલે કે એક વિષયવાળો અને અનેક વિષયવાળો કહેવાય છે).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org