________________
???) ઞ. . સૂ. ૮]
સંસ્કૃત અને અપભ્રંરાનો (શ્લેષ) જેમ કે,
‘“હે મિત્ર, સુવિચરણ કરવાવાળા ભમરા મસ્ત બનીને રમી રહ્યા છે. અહીં તહીં ઘૂમી રહ્યા છે, કમળના મધુ ઇચ્છે છે ( = તેનું પાન કરે છે) (અને) આ રીતે ખૂબ ગુંજન કરે છે. (૪૯૬)
[રુદ્રષ્ટ-૪.૨૧]
એમ દ્રિયોગમાં અને ત્રણ-ચાર-પાંચ (ભાષાઓ)ના યોગમાં પણ ઉદાહરણ આપવું.
છ (ભાષા)ના યોગમાં જેમ કે,
હે ચણ્ડિ ! હે અચપળ લક્ષ્મી, ચિત્તરૂપી કમલ-નિવાસવાળી, મહામોહ (રૂપી અવિદ્યા)ના ભંગમાં જેનું બળ ખૂબ છે તેવી, હે નિર્મળ દેવી, રક્ષણ કરો. (૪૯૭) [દેવીશતક – ૭૪ ]
२४७
હે ચણ્ડિ(કા) દેવી, રક્ષા કર. (હે) અચંચળ લક્ષ્મી, મન રૂપી પદ્મ જેનો આલય (કહેતાં નિવાસ છે) તેવી, મહામોહ એટલે લાખ જન્મોની અભ્યસ્ત અવિદ્યાના ભંગમાં જેનું બળ ઉગ્ર (= મોટું) છે (તે બળથી) હે કલંક વગરની (= અમલા, નિર્મળ) (દેવી, તું રક્ષા કર).
૧૧૧) - બીજા (વક્તા) વડે બોલાયેલ (વિગત) બીજા (પ્રતિવક્તા) વડે શ્લેષથી કથન, (તે થઈ) વક્રોક્તિ. (૮)
અન્ય વક્તા વડે જેમ કહેવાયું હોય, (તે) અન્ય પ્રતિવક્તા વડે શ્લેષ દ્વારા ભંગ કે અભંગ (શ્લેષ) વડે, અન્યથા કહેવાય (તે) વક્રોક્તિ. ભંગથી જેમ કે,
-
હે ગૌરી (પાર્વતી) મારા ઉપર ક્રોધ કરવાથી શું ? (પાર્વતી જાણીને ગેરસમજ કરી જવાબ આપે છે કે,) શું હું ‘ગૌ’ (ગાય) છું ? (ઉત્તરવાક્યમાં ‘ñ: માં’ એમ ખંડ કરીને અર્થ લેવાયો છે). હું કોના ઉપર ક્રોધિત છું ? ‘“મારા ઉપર’’, એમ હું અનુમાનથી જાણું છું. આથી જ તું (પાર્વતીને નમેલો નથી અન્ + ૩મા + નતઃ) પણ અનુમાનથી નમેલો છે તે બરાબર છે.
પાર્વતીની આ પ્રકારની વક્ર ઉક્તિઓ વિજય પામો. (૪૯૮)
અભંગ (શ્લેષ)થી જેમ કે,
‘આ દ્વારમાં કોણ છે ? ‘હરિ’ (છે). (હરિ = શ્રી હરિ, વાંદરો) તો ઉપવન (= બગીચો, જંગલ)માં જા. અહીં વાંદરાનું શું કામ છે ? હે વહાલી હું ‘કૃષ્ણ’ છું. - હું કાળા વાંદરાથી વધારે ડરું છું. હે કાન્તા, હું ‘મધુસૂદન’ છું. તો મધુ (= મધ, કામદેવ)થી યુક્ત તે લતા પાસે જા. આમ પ્રિયતમાથી અનુત્તર કરાયેલા શરમાયેલા હરિ તમારું રક્ષણ કરો. (૪૯૯) [સુભાષિતાવલિ, શ્લો. ૧૦૪]
Jain Education International
For Private & Personal Use Only
કાકુવક્રોક્તિને અલંકાર રૂપે નહિ કહેવાય. (કટ્ટુ) પાઠ (= ઉચ્ચારણ)નો ધર્મ હોવાથી. જેમ કે, ( વિશેષ) અભિપ્રાયવાળો પાઠનો ધર્મ તે ‘કાકુ'; તે કેવી રીતે અલંકારવાળો થાય ? એવું યાયાવરીય (માને) (છે). [કાવ્યમીમાંસા, અધ્યાય ૭, પૃ. ૩૧, G.O.S. આવૃત્તિ] અહીં માત્ર ગુણીભૂતવ્યંગ્ય(કાવ્ય)નો પ્રભેદ જ છે. કેમ કે, શબ્દથી સ્પર્શવાથી ( = શબ્દ વાંચવામાં અવાજ બદલવાથી) બીજા અર્થની પ્રતીતિ થાય છે,
[રુટ-૨.૧૫]
www.jainelibrary.org