________________
૧૧) મ. ૬. મૂ. ).
२५३ વાક્યમાં, જેમ કે,
ચંદનસમી ચન્દ્રની ચાંદની વિરહીજનોના કામ જવરનો ક્ષણભર નાશ કરનારી અને પછી સંતાપ વધારનારી છે. (૫૦૪)
[ઉભટ કા. સં. ૧.૧૮] વૃત્તિ એટલે બીજો અર્થ કહેવાય છે. તે છે કે સમાસ, તદ્ધિત, નામધાતુ ભેદે ત્રણ પ્રકારની છે, જે લુપ્તા (ઉપમા)માં ઉદાત કરાશે, તો પણ અહીં સમાસ અને તદ્ધિતમાં જ સંભવે છે. જેમ કે,
સરોવરની શોભા આંખ જેવાં કમળો વડે, મુખ જેવાં પડ્યો વડે, અને ચક્રવાક જેવાં સ્તન વડે, તરુણી સમી ભાસે છે. (૫૦૫).
[ઉદભ. ૧.૧૯] અહીં ‘વ’ દ્વારા નિત્યસમાસ થયો છે.
તેના ગાંભીર્યનો મહિમા ખરેખર ગંગાના ઉપપતિ (= સમુદ્ર) સમાન છે. યુદ્ધમાં તે ગ્રીષ્મઋતુના આકાશરન (= સૂર્ય)ની જેમ મુશ્કેલીથી જોઈ શકાય છે. (પ૦૬)
[કા.પ્ર.૧૦.૩૯ ૭] અહીં ડ્રવ ના અર્થમાં અને તુલ્ય ના અર્થમાં “વત” તદ્ધિતનો પ્રયોગ થયો છે. ૧૧૫) આમાંથી એક, બે કે ત્રણનો લોપ હોય (ત્યારે) લુપ્તા કહેવાય છે. (૩)
ઉપમાન વગેરેમાંથી એકનો, બેનો કે ત્રણનો યથાસંભવ લોપ થતાં લુપ્તોપમા બને છે અને તે (પણ) વાક્યમાં અને વૃત્તિમાં થાય છે.
એકનો લોપ વાક્યને વિષે હોય તેનું ઉદા. જેમ કે,
હે મિત્ર ! સમાધિસમું આધિ, વ્યાધિના આવરણ (અથવા ભય, અથવા ભીડ) રહિત તથા ઘેરા આનંદનું કારણ એવું બીજું કંઈ પણ આ લોકમાં છે નહીં. (૫૦૭)
અહીં જો કે, આ શબ્દના અર્થનું ઉપમાનત્વ, - ઉતર ગુણથી અપ્રાપ્યતાનું – પ્રતિપાદન કરવાથી, બળપૂર્વક લાવવામાં આવ્યું છે તો પણ, તેનો સાક્ષાત્ નિર્દેશ ન હોવાથી ઉપમાનનો લોપ છે.
તે જ રીતે –
હે ચિત્ત ! ધન્ય, અનન્ય સાધારણ એવાં સોજન્યના ઉત્કર્ષયુક્ત અમૃતસમું તેનું વચન સત્ય કરવા યોગ્ય છે. (૫૦૮)
[કા.પ્ર.૧૦.૩૯૮] અહીં આલાદકત્વ વગેરે ધર્મનો લોપ છે. ઉપમેય અને ઉપમા વાચકનો લોપ વાક્યમાં સંભવતો નથી. બેનો લોપ જેમ કે, ' હે ભ્રમર ! તું કેતકીનાં કાંટાળા વનોમાં શોધતો ભલે ફર્યા કરે પણ ભમતા (એવા) તને માલતી પુષ્પ જેવું (સુંદર તત્ત્વ) ક્યાંક નહીં જડે. (૫૦૯)
કિા.પ્ર.૧૦.૪૦૮]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org