________________
૨૬) ગ. ૬. ખૂ. ૩]
२५९ આ (માલોપમા) સાધારણ ધર્મ એક જ હોય ત્યારે (સંભવે છે)
આ સ્ત્રી ચાંદનીની જેમ નયનોને આનંદ આપનાર, સુરાની જેમ મદ ઉત્પન્ન કરનાર અને પ્રભુતાની જેમ સમગ્ર લોકને આકૃષ્ટ કરનારી છે. (૫૨૨)
[કા.પ્ર.૧૦.૪૧૨] એમાં (સાધારણ ધર્મ) ભિન્ન હોય તો પણ (માલોપમા) સંભવે છે, તેમાં એક જ (ઉપમેય)ને વિષે અનેક ઉપમાન સ્વીકારાતાં હોઈ માલોપમા (કહેવાય છે).
વળી,
પ્રહરની જેમ દિવસ જાય છે. દિવસની જેમ માસ, માસની જેમ વર્ષ, વર્ષની જેમ આ યૌવન, અને યૌવનની જેમ જગતનું જીવન (જાય છે) (૫૨૩)
આકાશની જેમ જળ સ્વચ્છ છે, જળની જેમ ચંદ્રબિંબ આનંદ આપનાર છે. ચંદ્રબિંબની જેમ ચમકતી કાંતિવાળું તરુણીનું વદન શરદ્દ ઋતુ બનાવે છે. (૫૨૪)
ટ્વિટ. ૮. ૨૮] અહીં (પૂર્વનું) ઉપમેય પછી પછીમાં ક્રમ પ્રમાણે ઉપમાનરૂપ થતાં પહેલાંની જેમ અભિન્ન કે ભિન્ન ધર્મ હોતાં રસનોપમા (બને છે).
જેમ કે,
“અલિવલય સમા (ભ્રમર સમૂહોને) લીધે, સ્તન સમા પુષ્પગુચ્છો વડે તથા હાથ જેવી કૂંપળો દ્વારા લતાઓ વસંતઋતુમાં લલનાની જેમ શોભે છે. (૫૨૫)
[દ્ધ૮ ૮.૩૦]
તેમ જ -
કમલિની અધર સમા કમલદલ વડે, દંતપંક્તિ સમી કેસરો વડે, કેશ સમા ભ્રમરવૃંદ દ્વારા તથા વદન સમા કમળો વડે શોભે છે. (૫૨૬)
દ્રિ૮, ૮.૩૧] અહીં ઉપમાન અને ઉપમેયના અવયવીઓ સમસ્ત વિષયવાળા છે. અવયવો એકદેશ વિષયવાળા છે.
તારા મુખ સમું કમળ છે ને કમળ સમું તારું મુખ છે. કમલિનીના સમૂહમાં છુપાયેલી તને હું કેવી રીતે પામું? (૫૨ ૭)
[કાવ્યાદર્શ ૨.૧૮] અહીં બંનેનું ઉપમેયત્વ અને ઉપમાનત્વ હોવાથી ઉપમેયોપમા છે.
તારું મુખ તારા મુખ જેવું છે, તારી આંખો તારી આંખો જેવી છે. તારી મૂર્તિ તારી મૂર્તિ જેવી જ છે. હે કૃશોદરિ, તું તારા જેવી છે. (૫૨૮).
[સ.કે. ૨.૪૧; ૪. ૨૪]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org