________________
૨૨૬) . ૬. ખૂ. ૩]
२५७ અથવા જેમ કે,
ચંદ્રને સૂર્ય જેવો કરે છે, જાણે અનાથ હોય તેવો બને છે, પોતાને મરેલો માને છે. કાન્તાના વિરહમાં મૃત્યુ પામેલો તે સ્વર્ગમાં પણ નરકની જેમ આચરે છે. (૫૧૬)
સિ..૪/૭] અહીં નામ ધાતુવૃત્તિમાં કર્મ અને આધારમાં વય, કર્તાના અર્થમાં વિવધૂ અને વડુ દ્વારા ફુવ નો લોપ છે.* એનો લોપ જેમ કે, (૫૧૭)
અહીં “કુસુમ જેવા' એ સમાસમાં ધર્મ અને ઉપમાનનો લોપ છે. (બાકીનું બ્લોક ૫૦૯ પ્રમાણે જાણવું.)
[કા.પ્ર.૧૦.૪૦૮] તેમજ, યુદ્ધમાં પ્રવૃત્ત થયેલો, વિરોધીઓના સેંકડો મનોરથોથી પણ અજેય એવો તે રાજકુંવર શોભે છે. (૫૧૮)
[કા.પ્ર.૧૦.૪૦ ૭] અહીં સમાસમાં ધર્મનો અને વનો લોપ છે. અથવા જેમ કે,
શત્રુના પરાક્રમને જોઈને પહોળાં થઈ ગયેલ નયનોવાળો તથા તલવારને લીધે ઊંચા ભુજદંડવાળો તે સહસ્રાયુધ જેવું આચરણ કરે છે. (૫૧૯)
પ્ર.૧૦.૪૦૯] અહીં નામધાતુવૃત્તિમાં સહસ્રાયુધની જેમ પોતે આચરણ કરે છે એમ (પોતે =) આત્મા ઉપમેય છે. તે (ઉપમેય) અને ડ્રવ વગેરે લોપ પામેલ છે.
આચારરૂપી (સાધારણ) ધર્મ છે. તે વચન પ્રત્યયથી સાક્ષાત્ કહેવાયો છે. વળી,
સુખ અને દુઃખને વશ થયેલ મનમાં સૂર્ય ચન્દ્ર સમાન વર્તે છે. ચન્દ્ર પણ સવિતાની જેમ આચરણ કરે છે. તે જ રીતે રાત્રિઓ દિવસ બને છે અને દિવસો પણ રાત્રિ સમાન બને છે. (૫૨૦) [કા.પ્ર.૧૦.૪૦૬]
અહીં નામધાતુવૃત્તિમાં ધર્મનો અને ઉપમાવાચકનો લોપ છે.
ત્રણમાં લોપના - જેમ કે, “મૃગનયના''. મૃગનાં નયનો એમ પહેલાં તપુરુષ પછી મૃગનાં નયનો જેવાં નયનો જેવાં છે તે, એ પ્રમાણે, ઉષ્ટ્રમુખ વગેરે જેમ, બહુવ્રીહિ (થાય છે). અહીં ગુણને સૂચવતા ઉપમાન (વાચક) શબ્દોનો લોપ થયો છે, પરંતુ જ્યારે “મૃગ’ શબ્દ જ લક્ષણાથી મૃગનયનનો અર્થ આપે ત્યારે “મૃગ જ જેનાં નયનો છે” તેમ રૂપક સમાસનો આ વિષય છે, નહિ કે આ ઉપમાસમાસનો, તેથી ત્રિલુપ્તા ઉપમાનું આ સ્થાન નથી. કેટલાક તો અય:શૂલ દ્વારા વ્યવહાર કરે છે એ “આય ચૂલિક' વગેરેમાં ફૂર આચાર એ ઉપમેય. તીક્ષ્ણતા એ ધર્મ તથા ટુ વગેરેનો લોપ હોતાં ત્રિલોપા ઉપમાને ઉદાદત કરે છે. તે યોગ્ય નથી. શ્રાચારરૂપી અર્થના અન્વેષણનો ઉપાય વગેરે અય:શૂલરૂપે અધ્યવસાન પામતા હોઈ આ તો અતિશયોક્તિ જ છે. આ પ્રમાણે બ્લગિન' વગેરેમાં પણ જોવું.
માલોપમા વગેરે તો ઉપમાથી જુદા પડતા નથી તેથી (તેમને) અલગ લક્ષિત કર્યા નથી. જેમ કે, લક્ષ્મણના મુખને જેમ શોભા સુગ્રીવની પહોળી છાતીને જેમ વનમાળા, હનુમાનને જેમ કીર્તિ તેમ તેની દષ્ટિ આજ્ઞાની જેમ સેન્ચ પર સ્થિર થાય છે. (૫૨૧).
[સેતુબંધ-૧.૪૮] [સ..૪.૧૯] * (બિન અનુ મન્નિતિ નિ હાઈજિરિ, દંડ અને હરણના ચર્મથી ઇષ્ટ વસ્તુ શોધે છે તે.). + હેમચન્દ્ર પ્રમાણે વચન, વિવુ અને વડું પ્રત્યયો છે જે પાણિનિ પ્રમાણે ચ, ચ અને વિવધૂ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org