________________
| અધ્યાય - ૬
હવે ઓગણત્રીસ અર્થાલંકારો કહે છે - ૧૧૩) સુંઠર સાધચ્ચે (= ઉપમેય અને ઉપમાનનું) તે ઉપમા અલંકાર છે. (૧)
કાર્ય-કારણાદિમાં (સાધર્મ્સ) સંભવતું ન હોવાથી ઉપમાન અને ઉપમેયમાં જ સાધર્મ્સ (સ્વીકૃત) બને છે. તેથી તેમના જ (= ઉપમાન અને ઉપમેયના જ) સમાન ધર્મ દ્વારા થતો સંબંધ તે ઉપમા (અલંકાર છે). હૃદ્ય એટલે સયોના હૃદયને આહ્વાદ આપનાર. તેથી સત્ત્વ, યત્વ, પ્રમેયત્વ વગેરેના સાધર્મ્સમાં ઉપમા સંભવતી નથી. તથા “ઘડા જેવું મુખ' વગેરે (ઉપમા) શૃંગાર વગેરેમાં પણ (સ્વીકારાતી નથી) (જો કે) હાસ્ય વગેરેમાં તો તે દોષરૂપ નથી. “હદ્ય પદનો સ્વીકાર તો દરેક અલંકારમાં રહેલો છે, અને સાધર્મ્સ એટલે દેશ વગેરે દ્વારા ભિન્ન એવા ગુણ, ક્રિયા વગેરે રૂપ સાધારણ ધર્મવાળા હોવું (તે). અભેદમાં એત્વ જ હોય છે માટે “પુરુષ જેવો પુરુષ” એમ હોય તો પણ બંને પુરુષોમાં પુરુષત્વનું લક્ષણ સમાન હોતાં ઉપમા નથી. પરંતુ જ્યારે દ્વિતીય પુરુષ શબ્દ શબ્દશક્તિમૂલ વ્યંગ્યપરક એવા “મહાન કાર્ય’’નો વાચક હોય ત્યારે ભિન્ન હોવાથી (ઉપમા) બને જ છે.
અનેકાનેક શત્રુઓને સામનો કરી હણતો એવો આ શૂરવીર પુરુષ સંગ્રામમાં પુરુષની જેમ વિચરે છે. (૫૦૨).
આ પ્રમાણે જ્યાં અસાધારણતાના પ્રતિપાદન માટે એક જ બાબતમાં ભેદ કલ્પવામાં આવે છે ત્યાં પણ ઉપમા સંભવે છે. જેમ કે,
અતિશય કાન્તિયુક્ત આ નિતસ્મિની કેવળ નિતસ્મિની જેવી જ નથી પરંતુ (તેના) જેમાં કામદેવ જાણે નૃત્ય કરે છે તેવા તેના હાવભાવ = સર્વ વિલાસો પણ તેના વિલાસો જેવા છે. (૫૦૩) [ ]
તેમાં દેશ દ્વારા ઉપમાન-ઉપમેયનો ભેદ-જેમ કે, “મથુરાની જેમ પાટલિપુત્ર સમૃદ્ધ નગર છે.” કાલથી - જેમ કે, “વસંતની જેમ હેમંત કામીજનો માટે સુખનું કારણ છે'' ક્રિયાથી – જેમ કે, “નૃત્યની જેમ આનું ગમન વિલાસયુક્ત છે.” ગુણથી – જેમ કે, “ગૌરીની જેમ શ્યામા પણ સુભગા છે.'' જાતિથી – જેમ કે,
બ્રાહ્મણની જેમ ક્ષત્રિય વેદજ્ઞ છે.'' દ્રવ્યથી - જેમ કે, “તીર્થંકરની જેમ ગણધર પૂજ્ય છે.'' સમવાયથી - જેમ કે, “શિંગડાયુક્ત (પ્રાણી)ની જેમ દાઢવાળું (પ્રાણી) હિંસક છે.' અભાવથી – જેમ કે, “મોક્ષની જેમ સમાધિમાં દુઃખનો અભાવ છે.”
૧૧૪) તે (= ઉપમા) ઉપમાન, ઉપમેય, સાધારણ ધર્મ, અને ઉપમા(= સદશ્ય)વાચકના ઉપાદાનમાં પણ કહેવાય છે; જે વાક્યમાં અને વૃત્તિમાં પણ રહેલી હોય છે. (૨)
તે એટલે ઉપમા, જે પ્રસિદ્ધ હોયતે ઉપમાન અને અપ્રસિદ્ધહોયતે ઉપમેય (કહેવાય છે). પ્રસિદ્ધિ અને અપ્રસિદ્ધિ કવિની વિવફા પર આધાર રાખે છે. ધર્મ (એટલે) મનોજ્ઞ—વગેરે ઉપમાવાચક શબ્દોફવ, વા, યથા, સશ, ક્ષત્રિમ, વગેરે છે. આ બધાં ઉપસ્થિત હોય ત્યારે પૂર્ણ (ઉપમા) બને છે. તેવાક્ય અને વૃત્તિમાં પણ હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org