________________
२४५
૨૦) . વ. ખૂ. ૭].
પૂર્વપક્ષી એમ કહે કે, તે (= પૂર્વોપમા) ગુણ તથા ક્રિયાના સામ્યમાં થશે, તો (જવાબ છે) “ના”. (તેમ કરતાં) અર્થશ્લેષનો વિષય નહિ રહે.
રિશ: પ્રાયબ્રેષ: (ા. શા., ૬.૬૩૬ પૃ. ૨૬૨) વગેરેમાં આગળ કહેવાનારો ઉપમા વગરનો અર્થલેષનો વિષય, કલ્પી શકાશે. તેથી બંનેના, બીજે (પોતપોતાની સ્વતંત્ર) સ્થિતિ ધરાવનારા (આ બે અલંકારો)ના (એકત્ર) સન્નિપાત (= એક સ્થળે ભેગા થવા)માં ‘સંકર’ની (સ્થિતિ) જ પ્રાપ્ત થાય છે. ગુણ ને ક્રિયાનું સામ્ય (તે) ઉપમા અને શબ્દનું સામ્ય (તે) શ્લેષ એમ ખાસ (ભેદ) નકહેવાયો હોવાથી શબ્દસામ્ય ઉપમાનો વિષય છે.
શ્લેષનો (વિષય) ઉપમાથી જુદો છે એમ સ્વયંવ (ઉદા. નં. ૪૯૧, પૃ. ૨૪૨) વગેરેમાં ઉપમા જયોગ્ય છે. અને વળી, વિવુલુન્દ્રા “બિન્દુ (= તિલક) વગરની સુંદરી લાવણ્યબિન્દુ ટપકાવતી” (ઉદ્ભ૮ ૪.૧૭) વગેરેમાં વિરોધની પ્રતિભા ઉત્પન્ન કરવામાં શ્લેષ હેતુરૂપ નથી, પણ શ્લેષની પ્રતિભા ઉત્પન્ન કરવામાં વિરોધ જ હેતુરૂપ છે. અહીં શ્લેષની કેવળ ઝાંખી જ છે, વિકાસ નથી. વળી, વિરોધાભાસ જેવો વિરોધ એમ શ્લેષાભાસ જેવો શ્લેષ (ગણાયો) નથી. તેથી આવાં વાક્યોમાં શ્લેષની પ્રતિભાની ઉત્પત્તિમાં હેતુરૂપ બીજો જ અલંકાર (રહેલો) છે.
૧૧૦) બે (કે વધારે) ભાષાઓના અર્ધજ્યમાં પણ (શ્લેષ) છે. (૭)
બે, ત્રણ, ચાર, પાંચ કે છ ભાષાઓનું અર્થમાં અભેદ હોતાં એક સાથે કથન (તે થયો) બે વગેરે ભાષાનો (ભાષા) શ્લેષ. ત્યાં સંસ્કૃત, પ્રાકૃત, માગધ, પિશાચ, સૂરસેન અને અપભ્રંશ ભાષાઓના બેના યોગમાં ૧૫, ત્રણના યોગમાં ૨૦, ચારના યોગમાં ૧૫, પાંચના યોગમાં ૬, અને ૬ ના યોગમાં એક (પ્રકાર) (પાસ થાય છે).
બધા મળીને ભાષાલેષના ૫૭ ભેદો છે. આ બધા આગળ કહેલ ભાષામલેષના ભેદમાં ભિન્નાર્થત્વ થતાં પણ જોવા. સંસ્કૃત અને પ્રાકૃતના યોગમાં જેમ કે, મરતે. વ. (૪૯૨) મિાલતીમાધવ-૬.૧૦] - “હે સરલા, સાહસ માટેની પ્રીતિ છોડ, હે રંભોર, ગભરાટ, છોડ, નીરસ એવા મારા વિરહના દુઃખને વેઠવા તારું ચિત્ત અસહનશીલ છે.” - સંસ્કૃત અને માગધી(નો લેષ), જેમ કે, શૂલં શતતુ. વ. -(૪૯૩)
[દ્ર- ૪.૧૮] દુરાચારીખલી (= દુર્જનો) જેમાં શમ’ નથી તેવી અવસ્થાવાળા (= અશાન્ત), પ્રસંગ આવે અમંગળનાકારણ બને છે તેથી જ દુષ્ટ છે. (તે દુષ્ટો) શૂળી પર ચડે, સુખ પ્રાપ્ત કરે, પરાધીન રહે કે સ્વચ્છેદે રહે (કોઈ ફેર પડતો નથી).
‘શતન્ત’ એટલે ઈન્ત – જાય, બધિરોહનું – ચડે એમ અર્થ છે, ‘શ’ એટલે ‘શુભ પામે. સંકીર્ણ એટલે પાપ કરનારા. ‘વિશા : સન્તઃ' એટલે વશ થાઓ કે બંધન પામો. કેમ કે, ‘શમ”ની અવસ્થા ન હોવાથી જે થાય તે; પણ આ દુર્જનો અકલ્યાણ જ સૂચવે છે.
સંસ્કૃત અને પિશાચીનો (લેપ) જેમ કે, ચંપકની કળીની કોમળ કાન્તિવાળા ગાલવાળી કામની દીપિકા, ગજરાજ જેવી ચાલવાળી, ચંચળ નેત્રવાળી બોલવા ઇચ્છે છે. (૪૯૪) [રુદ્રટ-૪.૧૯]
સંસ્કૃત અને સૌરસેનીનો (શ્લેષ) જેમ કે,
હે સુંદર, માંસલ, વિસ્તૃત, કુચમંડળના વિસ્તારવાળી, મદિરાના મદને લીધે મધુર રચનાવાળા તારા અધર-દલનું યુવાનો બરાબર પાન કરે ! (૪૫)
(રુદ્રટ-૪, ૨૦] સુપાવર વગેરે પણ સંબોધનપદ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org