________________
૨૦૨) પ. . . ]
२४१ અહીં (વિદ્યt) (પદમાં) વિપુ (નું સસમી એ.વ.) અને વિધિ (સપ્તમી એક. વ.) બંને ( શ્લેષમાં છે) તેમ ‘ઉ'કાર અને ‘ઈ’ કાર (એમ) બે વર્ણનો ભંગ (શ્લેષ) છે.
તેઓ મોટું પદ (મહાપદ/મહતી આપતુ - મોટી આપત્તિ) પામે છે. પૃથ્વી ઉપર મોટી સમૃદ્ધિ (તેમને) પ્રાપ્ત થાય છે. તેમનાથી કુળ અલંકૃત થાય છે, તેઓ વડે જ પૃથ્વીનો લાભ થાય છે. ઘોડાઓની હાર તેમને તારે હણહણે છે, તેઓ સદા વિભૂષિત રહે છે – જેઓ આપ પરમેશ્વર વડે (સં)તુષ્ટ હોતાં કે રુઝ (ગુસ્સે) હોતાં જોવાય છે. (૪૮૩)
સુિભાષિતાવલિ, શ્લોક ૨૫૮૭] અહીં મહત૬ મામ્ - મોટી આફત અને મહત્ત્વ પમ્ - મોટું પદ એમ પદોનો ‘ભગ’ છે.
ભક્તિથી નમ્ર (ભક્તજનો)ને (કૃપાપૂર્વક) જોવા માટે ઇચ્છાવાળાં, નીલકમલ(ની શોભા સાથે) સ્પર્ધા કરનારાં, સમાધિમાં મગ્ન (યોગીઓ વડે) (સ્વ) હિતની પ્રાપ્તિ માટે ધ્યાનનો વિષય બનાવાયેલાં, લાવણ્યનાં મોટા નિધિરૂપ, લક્ષ્મીનાં નયનોની રસિક્તા વધારતાં, શ્રી હરિનાં નેત્રો, કે શરીર, તમારા ભવ (= જન્મ)ના દુઃખનું શમન કરો. (૪૮૪) સુભાષિતાવલિમાં, ૪૩; અમૃતદત્તનો શ્લોક) (કાવ્યપ્રકારા- ૯.૩૭૨)]
અહીં ઇષ્ટપ્રાપ્તિ માટે આણેલ, એમ સ્ત્રીલિંગ અને નપુંસકલિંગનો શ્લેષ છે. (બધાં વિશેષણોનાં રૂપો નપું. દ્વિવચન, તથા સ્ત્રીલિંગ એકવચનમાં એકરૂપ છે તેથી લિંગ-લેષ થયો).
હે ઉમા, હર (કહેતાં) (મહાદેવ, રુદ્ર) વિષે ઉત્તમ ભાવ ધારણ કરો. હર કે જેમણે લાલસાની ભૂમિ (= મન)માં જન્મતા કામને દબાવ્યો, મોટા મોહને જે હરે છે, મારનાર શત્રુનો જે નાશ કરે છે (અને) જે હરણોના વેરી (એટલે સિંહ) જેવા બળવાન દેહવાળા છે. (૪૮૫)
[સ. કે. ૨.૧૬૨]. કોઈ યુદ્ધની ઇચ્છાવાળાએ ધ્યાનથી પ્રાપ્ત થતાં ભવાની અને પોતાની પ્રિયતમા (પત્ની)ને સંસ્કૃત અને પ્રાકૃત ભાષાથી પ્રસન્ન કરી (- ની સ્તુતિ કરી) - હે ઉમા, હર કહેતાં દ્ર વિષે ભાવ, શ્રદ્ધા રાખ. એટલે કે, મારે (વિષે). કેવા હર (વિષે) ? મનોભૂમિમાં ઉભવતા કામને જેમણે સ્પર્યો (ચાટ્યો). મહિમાથી (જે) વિતર્ક દૂર કરે છે, શ્રુતિવચન છે કે હર ( = મહાદેવ) ની પાસે જ બધા (પ્રકારના) જ્ઞાનનો પરાભવ થાય છે; જે હણે છે, કાપે છે, એવા જે શત્રુઓ, તેમનાથી વિરહિત, સિંહના બળવાળા શરીરમાં પરિણત થયેલા, એટલે કે શ્રેષ્ઠ (એવા હર); અથવા આ ઉમાના જ સંબોધનપદો છે. પ્રાકૃતમાં – હે ઉત્તમ કાન્તા, તારી સાથે જોડાયેલ, - તું કે જે લાલસાયુક્ત ભૂલેખવાળા, મોટા મોહના સ્થાનરૂપ મનોહારિ, વિચ્છિન્ન (એટલે કે પાતળી કેડ (મધ્ય) ને કારણે (વિચ્છિન્ન શરીર) (આવા શરીરવાળી તું) પતિ વિષે ભાવ ધારણ કર. હરિપ્રિયાના મુખ્ય શરીર વિષે જે સુંદર છે, - નયન, મુખ, સ્તન, જઘન વ., તે મારો અભિલાષ દૂર કરે; કામના પૂર્ણ કરે. આવું બીજી ભાષાઓના ભંગનું ઉદાહરણ પણ આપવું.
હે રાજન, તારો પ્રતાપ પોતાની કીર્તિ ગાનાર અને પારકાની કીર્તિ દૂર કરનાર છે (ર્તિનુત માં નુ, નીતિ અને કુમુતિ નો શ્લેષ છે); તારો હાથ દુરમનો માટે ભયંકર, મિત્રો માટે ભય દૂર કરનાર છે. (મયવૃત્ માં Vq–ોતિ; વૃત્તતિ – નો શ્લેષ છે). (૪૮૬)
અહીં ગતિ–નુતિ (તથા વરીતિ-વૃન્તતિ (એમ બે) પ્રકૃતિ (ધાતુઓ)નો ભંગ છે.
તે દૂર કરેલ રોગના સ્થાનમાં પડેલા ઘાનું નિશાન, ચંદ્રના લાંછનની શોભા જે હરિણી (રૂપે) બનેલી છે (તેના જેવી) શોભે છે. (૪૮૭) :
[સ. કે. ૨.૧૫૫]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org