________________
૨૦૨) . ૬. સૂ. ૬]
२३९ કારકગૂઢ જેમ કે, શ્વેતકમળથી શીતળ પાણી પાત્રથી પીતાં તારા હૃદયમાં ક્યા દુષ્ટથી આ બે (બાણ) ખોસાયાં? (૪૭૯)
અહીં ‘શ' - બે બાણ - એ કર્મ(કારક)નું ગૂઢત્વ છે. (શાવે' શબ્દમાં ‘’ અંતગૂઢ છે). સમ્બન્ધગૂઢ જેમ કે,
મારું ચિત્ત ગો-રસ (= દૂધ, દહીં વ.)ના આસ્વાદ વિષે લોલુપ નથી. (મેં તારું ગોરસ ચોર્યું નથી) તું (નકામી) શીદને ગુસ્સે થાય છે ? હે કોપથી લાલ નેત્રોવાળી વગર કારણે રુદનથી બસ. (૪૮૦)
[કાવ્યાદર્શ-૩.૧૦૮] અહીં મારું ચિત્ત (યાકોમરૂં, માં સંધિવિચ્છેદ કરવાથી મે+મારસ, + આ = મધુ+મ = ૦ થાય. (પરસ્ત્રીને સતાવારૂપી) અપરાધમાં કુશળ નથી, એમ સંબંધગૂઢ (ચિત્ર) થયું.
(આ શ્લોક સરસ્વતીકંઠાભરણમાં ૨/૩૬૮ - પણ સંબંધગૂઢના ઉદાહરણરૂપે જણાય છે.) પાઠગૂઢ (ચિત્ર) જેમ કે,
સ્વર્ગમાં અને અંતરિક્ષમાં વ્યાપ્ય થયેલી, મોટા અવાજથી જે કાન વીંધી નાખે છે તેવી, સુવર્ણમયી બાણોની હારમાળા જાણે વીજળીની ટોળી હોય તેવી શોભી. (૪૮૧)
[કિરાત- ૧૫.૪૩] અહીં ‘વિદ્યુતમિવ સંદતિઃ' એ (ચોથા પાકના વણ)નું (ત્રણ પાઠોમાં) ગૂઢત્વ (= ત્રણ પાદોમાં સમાઈ જતા હોવાથી) હોવાથી (પાદ) ગૂઢત્વ છે.
‘ગૂઢા વગેરે પદથી પ્રશ્નોત્તર પ્રહેલિકા, દુર્વચક વગેરે (ચિત્ર પ્રકારો)નું ગ્રહણ (થાય છે). આ કષ્ટ (મય) કાવ્ય હોવાથી અને કેવળ ગમ્મત એ જ એનું ફળ હોવાથી ‘કાવ્ય” રૂપતા પામતું નથી તેથી તેનો વિસ્તાર (અહીં) કરાતો નથી.
૧૦૯) અર્થના ભેદથી ભિન્ન (= જુદા જણાતા) શબ્દોનું ભંગ અને અભંગ દ્વારા એકસાથે કથન (તે થયો) શ્લેષ (અર્થાત્ સ-ભંગ શ્લેષ, અ-ભંગ શ્લેષ) (૬)
અર્થભેદથી શબ્દ-ભેદ (જાણવો)” એ ન્યાયથી વાચ્યના ભેદથી ભિન્ન એવા શબ્દોનું તંત્ર દ્વારા (એકસરખા વર્ષો દ્વારા) એકસાથે ઉચ્ચારણ (થવું), (તે તેમના) ભિન્ન (= જુદા) સ્વરૂપને ઢાંક્વાનું છે. શબ્દો અહીં (એકબીજાને) વળગે છે, તે થયો લેષ. આ ( લેજ) વર્ણ, પદ, લિંગ, ભાષા, પ્રકૃતિ, પ્રત્યય, વિભક્તિ (અને) વચનરૂપ શબ્દોના ભંગ કે અ-ભંગથી બે પ્રકારનો (પ્રાપ્ત) થાય છે. જેમ કે,
(જોનારના હૃદયમાં ભયનો સંચાર કરતી મનુષ્યની ખોપરી (તેમનો) અલંકાર છે, ખંડિત અંગોવાળો ભંગી (નામે શિવજીનો એક ગણ) (તેમનો) પરિજન (= ચાકર) છે. એક વૃદ્ધ બળદ (તેમની) સંપત્તિ છે. બધા દેવતાઓના ગુરુ (મોભી, વડીલ) એવા શિવજીની પણ જો આવી અવસ્થા, મસ્તક ઉપર વક્ર ચન્દ્ર હોતાં, હોય તો (અત્યન્ત ક્ષુદ્ર એવા) અમે વળી કોણ? (૪૮૨)
[સરસ્વતીકંઠાભરણ ટીકા પૃ. ૨૨૬ ઉધૃત] [કાવ્યપ્રકાશ ૯.૩૬૯]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org