________________
૧૦૭) એ. ૬. ખૂ. ૪].
२२७ ૧૦૭) તે (= યમક) પાઠમાં (= ચરણમાં = શ્લોકના ચોથા ભાગમાં) અથવા (તેના શ્લોકના) ભાગમાં (જણાય છે). (૪)
તે યમક (શ્લોકના) પાદમાં અને તેના ભાગમાં (પણ) થાય છે. પાકમાં થતું (યમક) પંદર પ્રકારનું છે જેમ કે, પહેલો પાદ દ્વિતીયાદિ (બીજા, ત્રીજા ને ચોથા પાકની આગળ હોય છે), બીજો પાડ ત્રીજાની (= ત્રીજા અને ચોથાની) આગળ. ત્રીજો પાદ ચોથાની; એમ છ (પ્રકાર). પ્રથમ(પાદ) દ્વિતીય અને તૃતીયની (આગળ); તથા બીજા અને ચોથા, ત્રીજા અને ચોથા, બીજો તૃતીય અને ચોથા (આગળ) (એમ) ચાર (ભેદ). પહેલો(પાદ) (બાકીના) ત્રણેમાં (પુનરાવૃત્ત થાય તેવો) એક (પ્રકાર). પહેલો બીજે ને બીજો ચોથે. પહેલો ચોથે અને દ્વિતીય તૃતીયમાં એમ બે (ભેદ). અર્ધાવૃત્તિ અને શ્લોકાવૃત્તિ (મળીને) બે. જેમ કે, રણમાં શત્રુઓના સમૂહને નષ્ટ કરતી તમારી તલવારથી મરાયેલી રિપુ-રમણી વિલાપ કરવા લાગી. (૪૫૫)
[રુદ્રટ-૩.૪]. કોઈકે રાજાને કહ્યું, “સમૂહને, હણતા, દુશ્મનના, રડી, ભગ્નાશા, અત્યંત’.
યુદ્ધની યાચના કરનાર જેના દુરમન વડે વધ પ્રાપ્ત કરાયો, (જ્યારે) નમેલા જિતેન્દ્રિય મનુષ્યને જે (દેવી) માનપૂર્વક, (પૂજા અથવા જ્ઞાન સાથે) જોડે છે. (૪૫૬)
દિવીશતક-૧૪] રણ, દેવીનો, જિતેન્દ્રિયને, પૂજા સાથે, અથવા જ્ઞાન સાથે (એવા અર્થ છે).
દીતિમાન ઇન્દ્રને પણ (પોતાના પ્રતાપથી) ઝુકાવવાવાળા અને સ્વયં (પોતે) ક્યારેય ન સૂવાવાળા (હે રાજા), તમે આ ભુવનના સ્વામી હોતાં, “પ્રભાવાનું’ નામે નવીન આસવ (= નવી મદિરા)નો તથા સોમયાગનો ક્યારેય વિચ્છેદ (અથવા, વિનાશ) ન થયો. (૪૫૭) [દંડી, કાવ્યાદર્શ–૩.૬ ૩]
પ્રભાવથી, રાકના, તેજસ્વીના, “નામન’ એ નમૂ/નતનું કારકરૂપ, ‘અનામ’, (અર્થાત) નમનરહિત, આથી ભુવનના પ્રભુ, સ્વામી, તમે હોતાં, નવીન સોમરસના યજ્ઞનો ક્યારેય વિચ્છેદ ન થયો; “નવા” એમ એક જ નિપાત પ્રતિષેધાર્થક (છે). “નામ” એમ લેતાં નિપાત (જાણવો) વગેરે.
અર્ધાવૃત્તિ, જેમ કે,
તે અનન્તા (ડવી) તારું અભિમત રક્ષો. ગૌરવથી અધિક (= સર્વની ગુરુ) (એવી) વાગરૂપા (તે દેવી) મોટી ક્ષતિમાંથી (અને) વિપક્ષમાંથી અવિરત (બચાવો). (૪૫૮) દિવીશતક-૧૬]
તે દેવી, રક્ષણ કરો, અનન્તા, તારું, રાગ જન્માવનારું (અર્થાતુ) અભિમત વસ્તુ, એવો અર્થ છે. વાગૂરૂપા, રક્ષણ કરનારી, વિપક્ષથી, અવિરત, ગૌરવને કારણે અધિક, ‘બધાની ગુરુ’ એમ અર્થ છે.
શ્લોકની આવૃત્તિ, જેમ કે,
“તે (પંડિત) નિષ્ક્રિય(જન)થી દૂર રહીને (શત્રુઓના) અસ્થિપંજરને નષ્ટ કરતો, ભયભીત, શક્તિહીન, શત્રુસમુદાયને રણમાં જોડ્યો. (૪૫૯)*
બ્રિટ- ૩.૧૮] * શ્લોક ૪૫૯ થી ૪૬૬ સુધીમાં યમકના અગત્યના પ્રકારો ઉદાહત કરાયા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org