________________
૨૦૭) મ. ૧. સૂ. ૪]
२२९ બળપૂર્વક પોતાની ક્રિયાઓને શરૂ કરવાવાળા, વૃક્ષો (= વનો)નું શરણું લેવાવાળા. વશમાં આવેલા શત્રુમંડળને (યુદ્ધમાં જોડતો), બધાને નષ્ટ કરવાને કારણે માનનો ઇચ્છુક, દાવાગ્નિના જેવી સ્થિતિવાળો (પંડિત યુદ્ધ કરે છે).” (૪૬૦)
બ્રિટ- ૩.૧૯] મહાપુરુષ, ફરીથી, શત્રુસમૂહને, બળથી, વશમાં રહેનારું, બલરહિત, દીર્ધ-આકદવાળાને, બધે સમયે સંગ્રામ પ્રાપ્ત કરાવ્યો. જે ચાલતો નથી છતાં ત્વરિત રીતે જાય છે. તેનાં હાડકાં ભાંગે છે. સત્ત્વથી જેનો આરંભ થાય છે (તેવાં કાર્યોમાં) લાગેલો. બધી રીતે ઝાડની છાલ (રૂપી) વસ્ત્રી જેણે ધર્યું છે તેવા શત્રુસમૂહ વડે, બધાને હણવામાં જે માન (= ગૌરવ), તેને ઇચ્છતો; દાવાગ્નિ જેવી જેની સ્થિતિ છે.
તે રીતે (ચરણના) ભાગના બે ભાગમાં વહેંચાયેલા પાદમાં પ્રથમ પાકનો આદિભાગ પહેલાંની માફક દ્વિતીય (તૃતીય)પાઠના આદિ ભાગોમાં, અન્તભાગ અંતભાગોમાં એમ ૨૮ ભેદો (પ્રાપ્ત) થાય છે. શ્લોકાન્તરમાં ભાગની આવૃત્તિ સંભવતી નથી. જેમ કે,
હે સરસ્વતિ, મારા ચિત્ત-સરોવરમાં પદાર્પણ કરો. તારા વિના મનુષ્યો શોભતા નથી જેમ દેહ પ્રાણ વગર (શોભતા નથી, તેમ). (૪૬૧)
(હે રાજા) યુદ્ધમાં તારા વિનાશકારી હાથથી હણાયેલા શત્રુઓના હાથી, કે જેમના શરીરમાંથી લોહી વહે છે (તે) સંધ્યાકાળના મેઘ જેવા જણાય છે. (૪૬૨)
[કાવ્યાદર્શ ૩.૨૬] હે ભવાનિ! મારું કલ્યાણ કર. સદા (મારા ઉપર) કૃપા વરસાવનારી બન. (હું) કે જે વ્યક્તિ તારે વિષે અ-જન્મ (= જન્મ ન થાય તે માટેની) પ્રાર્થના ઉચ્ચારે છે. (૪૬૩) [
જે રીતે આંધીઓ પહાડો ઉપર રહેલી વૃક્ષોની પંક્તિને ઉખેડીને ફેંકે છે, તે રીતે (તમારા) સૈનિકોએ શત્રુસેનાને છિન્નભિન્ન કરી નાખી. અને ત્યારે (યુદ્ધમાં ઉપર ઊઠતી) ધૂળથી આચ્છાદિત (અને આથી અદશ્ય) આકાશ જાણે ક્યાંક નાસી ગયું હોય તેવું લાગ્યું. (૪૬૪)
[કાવ્યાદર્શ-૩.૨ ૭] “નૂતન મેઘ જેવી કાન્તિવાળા, દાનવકુળના વિનાશક, તથા (કુવલયાપીડ નામે) મદયુક્ત શ્રેષ્ઠ હાથીનો સંહાર કરનાર તે (લોકપ્રસિદ્ધ) ભગવાન વિષ્ણુ તમારા સહુની રક્ષા કરો.” (૪૬૫) [કાવ્યાદર્શ-૩. ૨૮]
લોકના રક્ષક શિવજીના બે ચરણો, રક્ષણ કરો, કમળ જેવી પ્રભાવાળા જે (પદય) વિષે નમેલા હરિ ભ્રમર જેવું વર્તન કરે છે.” (૪૬૬)
આ રીતે બીજા પ્રકારોનાં ઉદાહરણો પણ આપવાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org