________________
૨૦૮) . ૧. સૂ. ૧].
ત્રણ ભાગમાં વિભક્ત થતાં (યમકના) ૪૨, ચતુર્ધા વિભક્ત થતાં ૫૬ (પ્રકારો થાય છે). પ્રથમ પાદાદિમાંના અત્યાધભાગો દ્વિતીયપાદાદિમાંના આઘાર્ધ વગેરે ભાગમાં જોડાય છે વગેરે અન્વર્યતાનું અનુસરણ કરતાં અન્તાદિક યમક અનેક ભેદોવાળું બને છે. અન્તાદિક આદ્યન્તવાળું, તેનો સમુચ્ચય; મધ્યાદિક આદિમધ્ય અને અન્તમધ્ય, મધ્યાન્તક – તે બધાનો સમુચ્ચય તે પ્રમાણે તે જ પાદમાં આદ્ય વગેરે ભાગોનું મધ્ય વગેરે ભાગોમાં અવસ્થાન, અર્થાત્ આવૃત્તિ એમ યમક અનેક ભેદોવાળું છે.
આ (યમક)નું ફળ માત્ર કવિની શક્તિનું પ્રકાશન જ છે. (ધર્મ, અર્થ વ.) પુરુષાર્થોમાં તે ઉપાયભૂત ન હોવાથી (તે યમકની) કાવ્યગડુભૂતતા” (= કાવ્યમાં ગ્રંથિી બાધારૂપ હોવું) છે તેથી (આગળ) ભેદોનું લક્ષણ (અમે) ક્યું નથી. મહાકવિઓ કાવ્યની રચના સુંવાળી બુદ્ધિવાળાઓને (ધર્માદિ) પુરુષાર્થોમાં પ્રવર્તિત કરવા રચે છે. (રસાદિનિરૂપણથી) પૃથક પ્રયત્ન વડે નિર્માતું યમક વગેરે જે રસને અવરોધે છે તે તે રીતે સુખના ઉપાય રૂ૫ (બનતું) નથી. સરિતા, પર્વત, સાગર વગેરેનું વર્ણન પણ વાસ્તવિક રીતે તો રસભંગનો હેતુ જ છે, તો (આવું યમકાદિ નિરૂપણ રૂ૫) કષ્ટ (નિવર્તિત) કાવ્ય (રસભંગનું કારણ) કેમ ન હોય ? અને વળી, લોલ્લટ (જણાવે છે) : -
(૩૩) પ્રબંધોમાં કવિની શક્તિની ખ્યાતિરૂપી ફળવાળો જે પ્રયત્ન સરિતા, પર્વત, સાગર, પહાડ, ઘોડો, નગર વગેરેનાં વર્ણનમાં છે, તે બુદ્ધિશાળીઓને માન્ય નથી. યમક, અનુલોમ, તેની વિરોધી (= પ્રતિલોમ), ચક્ર વગેરે પ્રકારની (રચનાઓ) રસની અત્યન્ત વિરોધિની છે. આ કેવળ (રચયિતાનું) અભિમાન માત્ર જ છે, અથવા (તે) ગાડરિયો પ્રવાહ છે. (લોલૂટ)
૧૦૮) - સ્વર, વ્યંજન, સ્થાન, ગતિ, આકાર (વગેરેના) નિયમવાળું ચુત, (અને) ગૂઢ (કાવ્ય) (તે) ચિત્ર (કાવ્ય છે). (૫)
સ્વર વગેરેના નિયમવાળું, ચુત અને ગૂઢ વગેરે ચિત્ર’ જેવું હોવાથી અથવા આશ્ચર્યનો હેતુ (બનવાથી) ‘ચિત્ર’ (કાવ્ય કહેવાય છે).
તેમાં સ્વરચિત્ર જેમ કે,
હે મદનરૂપી ગજનું દમન કરનાર, ઉત્તમ હાથી જેવા ગમનવાળા, વીતેલા જન્મરૂપી રોગના મરણરૂપ, ભવ-ભયમાં પડેલા નરના શરણરૂપ (દેવ) (તમે) વિજય પામો. (૪૬ ૭) [
(આ પઘ) કેવળ હૃસ્વ-સ્વરવાળું છે. આ રીતે કેવળ દીર્ધસ્વરવાળું, બે, ત્રણ, સ્વરોના નિયમવાળું (કાવ્ય) ઉદાત કરવું.
વ્યંજન-ચિત્ર-(કાવ્ય) જેમ કે, હે અનેક પ્રકારના મુખોવાળા, નિકૃષ્ટ (વ્યક્તિ/ વિગતથી) વીંધાયેલો (વ્યક્તિ, તે) પુરુષ નથી. (તે રીતે) નિકૃષ્ટને વધનાર પણ પુરુષ નથી (= વીર પુરુષ નથી). (નિકૃષ્ટથી ભાગનારની તો વાત જ શી કરવી?). તેની કોઈ ગતિ નથી. એ (નિકૃષ્ટ) વીંધાયેલો હોવા છતાં ન વીંધાયેલો છે. આપ (સહુ) ન વિધાયેલાના સ્વામી હોવાથી અનુત્ર’ કહેતાં (પોતે) ન વીંધાયેલા છો. વીંધાયેલાથી વિધાયેલાને વીંધનાર પુરુષ નિષ્પાપ થતો નથી. (૪૬૮)
[ભારવિ, કિરાત ૧૫.૧૪]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org