________________
૧૬) અ. રૂ. સૂ. ૭]
યત: એ તત: ના અર્થમાં છે. અહીં શસ્ત્ર છોડવાની ક્રિયા હેતુની આકાંક્ષા રાખે છે.
જ્યાં આકાંક્ષા નથી ત્યાં દોષ (બનતો) નથી. જેમ કે,
ચંચળ લક્ષ્મી ( = શોભા) ચંદ્ર પાસે ગઈ તો પદ્મના ગુણને ભોગવી શકી નહીં અને પદ્મને આશ્રયે રહેલી તે ચન્દ્રની શોભાને (પામતી નથી) પરંતુ ઉમાના મુખને પામીને ચંચળ એવી તે બંનેમાં રહેવાની પ્રસન્નતા પામી. (૩૭૯) [કુમારસંભવ-૧. ૪૩]
અહીં, રાત્રે પદ્મનું બિડાઈ જવું અને દિવસે ચંદ્રમાનું કાંતિહીન હોવું લોકપ્રસિદ્ધ છે, જે “ન મુશ્કે’” એ (પદ) હેતુની અપેક્ષા રાખતું નથી. સંશયના હેતુ હોવું, તે છે સંદિગ્ધત્વ. જેમ કે,
-
પર્વતોના નિતંબ
હે આર્યો, માત્સર્ય છોડી દઈને, વિચાર કરીને મર્યાદાપૂર્વક કહો કે શું કરવા યોગ્ય છે ? (અર્થાત્ મધ્યભાગ; ઢાળ) કે કામથી હસતી વિલાસિની સ્ત્રીઓના નિતંબ સેવવા યોગ્ય છે ? (૩૮૦) [ભર્તૃહરિ : શૃંગારશતક – ૩ ૬]
અહીં પ્રકરણ વગેરેનો અભાવ હોતાં, સંદેહ રહે છે. શાંત અને શૃંગાર પૈકી એકનું કથન થાય તો નિશ્ચય સંભવે.
મુખ્ય અર્થનો પહેલાં નિર્દેશ તે ક્રમ (અને) તેનો અભાવ તે અક્રમત્વ (દોષ છે) જેમ કે,
મદથી આળસવાળો ઘોડો અથવા હાથી અને આપ. (૩૮૧)
१९५
અહીં, માતંગનો પહેલાં નિર્દેશ ઉચિત છે. પરંતુ જ્યારે ઉદાર તત્ત્વવાળા ગુરુ (વડીલ)જન બળથી પક્ડાયેલા (અર્થાત્ તેમને આગ્રહથી કંઈક માગવાનું કહેવામાં આવે છે ત્યારે) ‘‘તુમ્’' વગેરે બોલે છે, ત્યારે દોષ નથી.
અથવા, ક્રમની જાળવણીનો અભાવ તે અમર્ત્ય, જેમ કે,
ક્ષૌરકર્મ, કરાવીને ગામનો મુખી સ્નાન કરીને, જમીને જ્યોતિષીને નક્ષત્ર, તિથિ, વાર (વગેરે) પૂછવા ચાલ્યો. (૩૮૨)
]
ક્યારેક અતિશયોક્તિમાં (તે) ગુણરૂપ (બને છે) જેમ કે,
પોતાનાં કિરણો ચારેબાજુ ફેલાવીને ચંદ્રમંડલ તો પાછળથી ઉદિત થયું, પણ મૃગનયનની રમણીઓનો અનુરાગ-સાગર પહેલાં ઊછળવા લાગ્યો. (૩૮૩) [કાવ્યાદર્શ-૨.૨૮૪]
ઉદ્દિષ્ટ અને અનુદ્દિષ્ટના ક્રમનો ભંગ તે પણ અમત્વ છે. જેમ કે, આપનાં કીર્તિ અને પ્રતાપ સૂર્ય અને ચંદ્ર સમા છે. (૩૮૪)
[
તેમાં પદરચના વિપરીત છે તેથી ભગ્નપ્રક્રુમત્વ નામે વાક્યનો દોષ છે, વાક્યાર્યનો નહીં.
બે વાર ક્થન તે પુનરુક્ત જેમ કે,
(વિવિધ અલંકારોથી) વિભૂષિત આ (કૃષ્ણ)ની લક્ષ્મી (= પત્ની/શોભા) જુદી જ થઈ તે યોગ્ય જ હતું. કેમ કે, (આ શોભા) આખા શરીરમાં હતી અને સકળ લોને પ્રિય હતી. (અને) બીજા વડે તે કામ્ય નથી તથા છાતીમાં (રહેલી) (શોભા/પત્ની, લક્ષ્મી) તે બીજી (જ) છે. (૩૮૫)[શિશુપાલ. – ૩.૧૨]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org