________________
૧૨) ૬. રૂ. સૂ. 9]
२०१
ઉચિત સહચારીથી ભિન્ન તે ભિન્ન સહચરત્વ છે. જેમ કે, જ્ઞાનથી બુદ્ધિ, વ્યસનથી મૂર્ખતા, મઠથી નારી, પાણીથી નદી, ચંદ્રથી નિશા, સમાધિથી ધૃતિ અથવા નીતિથી રાજાપણું અલંકૃત બને છે. (૪૦૪)
અહીં, શ્રુતિ, વૃદ્ધિ વગેરે ઉત્કૃષ્ટ સહચરોથી એ વ્યસન અને મૂર્ખતા બંને નિકૃષ્ટ હોવાથી ભિન્નત્વ છે. (= શ્રુત, વ. જેવી સારી વિગતોના ઉલ્લેખ સાથે વ્યસન, મૂર્ખતા વ. જેવી ખરાબ વિગતો ગણાવાઈ છે.) જેવું વ્યંગ્ય વિરુદ્ધ છે, તેનો ભાવ – તે છે, વિરુદ્ધ વ્યંગ્યત્વ જેમ કે,
તમ રાવૃતાડ્યા: વગેરે (પૃ. ૧૪૪) (૪૦૫) [સુભાષિતાવલિમાં- ૨૫૧૫, હર્ષદત્તનું (પદ્ય)] અહીં તમને વિદિત હો, તે દ્વારા ‘‘લક્ષ્મી તેમની પાસેથી દૂર થાય છે’’ તે વિરુદ્ધ (વિગત) વ્યંજિત થાય છે. પ્રસિદ્ધિથી અને વિદ્યા દ્વારા વિરુદ્ધત્વ (હોય) તેમાં પ્રસિદ્ધિવિરુદ્ધત્વ (દોષ છે) જેમ કે,
હે કમળને માટે દુ: ખદાયી (= ચંદ્ર જેવા) વદનવાળી (= ચંદ્રમુખી) ! મને કહે - તને આ કોણે કહ્યું ? જે આને તું સોનાનું કડું છે એમ ધારે છે તે ખરેખર આ મુશ્કેલીથી આક્રમણ કરી શકાય તેવા પરમ અસ્ત્રરૂપ ચક્રને કામદેવે પ્રેમથી તારા હાયરૂપી કમળમાં મૂક્યું છે. (૪૦૬)
અહીં, કામનું ચક્ર લોકમાં અપ્રસિદ્ધ છે.
હું પયિકો, ગોદાવરીના કાંઠા પાસેનો માર્ગ છોડી દો. બીજો માર્ગ તમારે અહીં જોવો જોઈએ, કારણ કે, અહીં કોઈક હુતારા થયેલી (સ્ત્રી) એ રક્તાશોકને ચરણરૂપી કમળ મૂકવાથી ઊગેલા નવા અંકુરરૂપી કવચવાળો બનાવી દીધો છે. (૪૦૭) [ભટ્ટ ઇન્દુરાજનું (પ)]
અહીં પાદના પ્રહારથી અશોકનાં પુષ્પ ખીલવાં તે જ કવિઓમાં પ્રસિદ્ધ છે, તેના અંકુરોનો ઉદ્ગમ નહીં. અથવા જેમ કે, અનુપ્રાસમાં -
દરરોજ પ્રીતિથી પ્રસન્ન થયેલા વિષ્ણુ (જેના) પૈડાના આરાને (સ્તવે છે), ઇન્દ્ર ઘોડાઓને (સ્તવે છે), રાવ (જેના) ધૂંસરી ઉપરની ધજાને (સ્તવે છે), ચંદ્ર (જેની) ધરીને (સ્તવે છે), વરુણ (જેના સારિય) અરુણને પણ (સ્તવે છે), કુબેર (જેના) સોટાના આગળના ભાગને (સ્તવે છે), દેવોનો સમૂહ (જેના) વેગને (સ્તવે છે) તે જગતના ઉપકારને વિષે હંમેશાં જોડાયેલ સૂર્યનો તે રથ તમારું કલ્યાણ કરે. (૪૦૮)
[સૂર્યશતક-૭૧]
અહીં, કર્તા-કર્મના પ્રતિનિયમથી સ્તુતિ અનુપ્રાસના અનુરોધથી જ કરાઈ છે તે(વી) પુરાણ વગેરેમાં પ્રતીત થતી નથી. ક્યારેક વિષ્ણુની પૈડાના આરા માટેની પ્રીતિ સંભવે છે પણ પાછળની વિગતો બંધબેસતી નથી તેથી ‘પ્રતીતિવિરોધ’ થયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org