________________
૨૨-૨૦૦) . ૪. . -૬].
२१३ આ પ્રમાણેની (મૃદુરચના) ન હોય તે-જેમ કે -
હે મધુર કંઠવાળી, તીવ્ર ઉત્કંઠાથી આકંઠ ભરેલા એવા મને શંખ જેવી ડોકવાળી (તારા) ગળે ક્ષણભર લગાવ (અને) મારા કંઠનું દુઃખ દૂર કર. (૪૨૬)
અહીં શૃંગાર (રસ)ને પ્રતિકૂળ વર્ણો છે. (બીજું ઉદાહરણ, જેમ કે),
હે બાલા, આ ગગનમાં બહુ ઊંચે વ્યાપેલી વાદળોની હારમાળા નથી તો તું શા માટે લોચનના ખૂણેથી ઉભરાતા આંસુના પ્રવાહ વડે મુખને ફોગટ મલિન કરે છે ? આ તો મત્ત હાથીના વહી રહેલાં લમણાં ઘસવાથી ક્ષુબ્ધ થયેલ વિધ્યાચળ જેવી કાન્તિવાળી, આકાશમાં વ્યાપેલી, દાવાગ્નિની ધૂમલેખા દિશાઓના મંડળને મલિન કરે છે. (૪૨૭)
(સુભાષિતાવલીમાં (૧૭૧૬) ધારાકદંબનો (બ્લોક) અહીં દીર્ઘસમાસ તથા કઠોર રચના (છે, જે) વિપ્રલંભ શૃંગારને વિષે વિરુદ્ધ જણાય છે).
જોગુણનું લક્ષણ કહે છે - ૯૯) દીપ્તિનું કારણ ઓજોગુણ (છે જે અનુક્રમે વીર, બીભત્સ અને રૌદ્રમાં અધિક માત્રામાં હોય છે. (૫)
દીતિ એટલે ઉજ્વળતા અર્થાત્ ચિત્તનો વિસ્તાર, અનુક્રમે એટલે વીર કરતાં (અધિક) બીભત્સમાં, તેનાથી (= બીભત્સથી) પણ (અધિક) રૌદ્રમાં, તેના અંગરૂપ અદ્ભુતમાં પણ જો ગુણ પ્રચુર માત્રામાં હોય છે. (હવે) એના (= જો ગુણના) વ્યંજકો નિરૂપે છે.
૧૦૦) (વર્ગના પહેલા અને ત્રીજા (વર્ણ)થી યુક્ત અનુક્રમે બીજા અને ચોથા (વણ), તથા જોડાક્ષરમાં પ્રયુકત “ર” અને પોતાને) તુલ્ય (વર્ણ)થી યુક્ત વર્ણ, “2” વર્ગ, “શ” તથા “પ'; સમાસની દીર્ઘતા અને કઠોર રચના અહીં (વ્યંજક બને છે). (૬)
પ્રથમ સાથે દ્રિતીય તથા તૃતીય સાથે ચતુર્થ વર્ણ જોડાયેલ હોય અને નીચે, ઉપર કે બંને તરફ કોઈપણ વર્ણ સાથે જોડાયેલ રેફ (= રકાર) (પોતાને) સમાનવર્ણ સાથે જોડાયેલ વર્ણ, તથા ‘ટ’ વર્ગ અર્થાત્ ણકાર સિવાય (= ટ, ઠ, ડ, ઢ), શ અને ૫, દીર્ઘસમાસ અને કઠોર રચના અહીં (એટલે કે, જો ગુણમાં, ઓજના વ્યંજક છે, એમ અર્થ થયો. જેમ કે,
ઉદ્ધત રીતે નિરંતર કપાયેલા કંઠમાંથી વહેતા લોહીના સતત પ્રવાહથી ધોવાયેલ શિવનાં ચરણોની કૃપાથી પ્રાપ્ત વિજયથી જગતમાં મિથ્યા મહિમાને પામેલા મારાં મસ્તકોનું તથાકેલાસને ઉઠાવવાની ઇચ્છાને આવેશ સૂચવતા અત્યંત અભિમાનથી ગર્વિષ્ઠ આ ભુજાઓનું શું એ જ ફળ છે કે આ નગરીની રક્ષામાં માટે પ્રયાસ કરવો પડે ? (૪૨૮).
હિનુમન્નાટક ૮.૪૮]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org