________________
૬૦૬-૦રૂ) ૬. ૪. સૂ. ૭-૬]
આ પ્રમાણે(ની વ્યંજરચના)ન હોય તે, જેમ કે,
આ તે જ પ્રદેશ છે, જેમાં દુશ્મનના રુધિરરૂપી જળથી જળાશયો ભરાઈ ગયાં છે, (મારા) પિતાના કેશનું ગ્રહણ તે ક્ષત્રિયોથી થયેલું તે જ પ્રકારનું અપમાન છે. શત્રુનાં શસ્ત્રોનો નાશ કરવાને લીધે મહાન એવાં તે અમારાં શસ્રો ચમકે છે. (તયા) પરશુરામે ક્રોધમાં જે ક્યું તે જ આ ગુસ્સે થયેલ દ્રોણનો પુત્ર (= અશ્વત્થામા) કરે છે. (૪૨૯) [વેણીસંહાર- ૩. ૩ ૩]
અહીં કહ્યા પ્રમાણેના વર્ણોનો અભાવ તથા કોમળ રચના અને સમાસરાહિત્ય (ઓજોગુણની) વિરુદ્ધ છે. હવે પ્રસાદનું લક્ષણ કહે છે
-
૧૦૧) વિકાસનું કારણ (તે) પ્રસાદ (જે) સર્વત્ર (= બધા રસોમાં) (રહેલો છે), (૭)
વિકાસ એટલે સૂકા ઇંધણમાંના અગ્નિની જેમ, તથા (કોરા વસ્ત્રમાં) સ્વચ્છ જળની જેમ તરત જ ચિત્તની વ્યાપ્તિ. સર્વત્ર એટલે બધા રસોમાં.
२१५
(હવે) એના (= પ્રસાદના) વ્યંજકો કહે છે
૧૦૨) અહીં (= પ્રસાદમાં) સાંભળતાં માત્રથી અર્થનો બોધ કરાવનાર વર્ણો, સમાસ તથા રચના (વ્યંજક મનાયાં છે). (૮)
=
સાંભળતાંવેત અર્થની પ્રતીતિના કારણરૂપ વર્ણ, સમાસ ને રચના (અહીં વ્યંજક બને છે). અહીં એટલે પ્રસાદ (ગુણ)માં પ્રસાદના વ્યંજક હોય છે એમ અર્થ થયો. જેમ કે,
જો દાતાઓ હોય તો કલ્પવૃક્ષોથી શું ? જો યાચકો હોય તો તૃણોથી શું ? જો સજ્જનો હોય તો અમૃતથી શું ? જો દુર્જનો હોય તો હળાહળ (ઝેર)થી શું ? જો પ્રિયતમા નજરે પડે તો કર્પરશલાકાથી શું ? (અને) સંસાર હોતાં જો બીજી ઇન્દ્રજાળ હોય તો તેનાથી શું (પ્રયોજન) ? (૪૩૦)
માધુર્ય, ઓજસ્ અને પ્રસાદના વ્યંજક વર્ણો (એ જ અનુક્રમે) ઉપનાગરિકા, પરુષા અને કોમલા વૃત્તિઓ છે એમ કહેવાય છે. તેને જ બીજાઓ (અનુક્રમે) વૈદર્ભી, ગૌડીયા ને પાંચાલી રીતિઓ કહે છે. કહ્યું છે કે,
(૩૨) માધુર્યના વ્યંજક વર્ષોથી ઉપનાગરિકા અભિપ્રેત છે. ઓજો ગુણના વ્યંજક તેમનાથી (= તે વર્ણો વડે) પરુષા અને બીજા ( = તે સિવાયના વર્ણો) વડે કોમલા વૃત્તિ થાય કેટલીક આને, વૈદર્ભી જેમાં છે એવી રીતિઓ માને છે. [કાવ્યપ્રકાશ- ૯.૮૦, ૮૧] મુખ્ય
જો કે, ગુણોને વિષે વર્ણ વગેરે નિયત હોય છે તો પણ -
...
૧૦૩) વક્તા, વાચ્ય, પ્રબંધના ઔચિત્યથી વર્ણ વગેરેનું અન્તત્વ પણ (સંભવે છે), (૯) તેમાં, વાચ્ય અને પ્રબંધથી નિરપેક્ષ રીતે કેવળ વક્તાગત ઔચિત્ય પ્રમાણે જ વર્ણ વગેરે (ની રચના જોવા મળે છે) જેમ કે,
Jain Education International
મંથનદંડથી ડહોળાયેલ સમુદ્રના જળથી વ્યાપ્ત, ગુફાઓમાં ઘૂમરાતા મંઠરાયલના અવાજની જેમ ગંભીર, દાંડી પિટાતાં ગર્જના કરતા પ્રલય કાળના વાદળની ઘટાઓથી એકબીજાને અથડાતાં ભયંકર, દ્રૌપદીના ક્રોધના અગ્રદૂત જેવો, કૌરવ કુળના નારારૂપી ઉત્પાતથી (જન્મેલા) ઝંઝાવાતની જેમ, અમારા સિંહનાદના પડઘાસમો આ દુંદુભિ કોના વડે વગાડાય છે ! (૪૩૧) [વેણીસંહાર-૧. ૨૨]
For Private & Personal Use Only
www.jainelibrary.org