________________
૨૦૩) ઝ. ૪. સૂ. ૨]
२१७ અહીં, જો કે વાચ્યાર્થ ક્રોધ વગેરેનો વ્યંજક નથી અને કાવ્ય અભિનેય છે, છતાં પણ ભીમસેનરૂપી વક્તામાં રહેલ ઔચિત્યને લીધે ઉદ્ધત વર્ણ વગેરે છે.
ક્યારેક વક્તા અને પ્રબંધથી નિરપેક્ષ રીતે વાચ્યગત ઔચિત્ય પ્રમાણે જ (વર્ણ વગેરે હોય છે), જેમકે,
પ્રૌઢ અર્થાત્ બળવાન દ્વારા પ્રયોજાયેલ ખડ્ઝના પ્રહારને અનુરૂપ ઊર્ધ્વગમનના વેગથી ઉત્પન્ન એવા રાહુના પ્રહારના ભયને લીધે ઘોડાઓની લગામ ખેંચવાથી સૂર્યના રથને વાંકો વાળનાર અરુણ (દ્વારા) (ભય તથા આશ્ચયપૂર્વક) જોવાતા (અને) (કપાયેલી) ડોકનાં છિદ્રોમાં ભરાયેલ વાયુના સૂસવાટથી રામચન્દ્રના પરાક્રમની જાણે કે સ્તુતિ કરતું, કુંભકર્ણનું આ ભયંકર મસ્તક આકાશમાંથી ગબડી રહ્યું છે. (૪૩૨)
છિલિતરામાયણ...] ક્યારેક વક્તા અને વાચ્ય સિવાય પ્રબંધને ઉચિત જ (વર્ણ વગેરે હોય છે). જેમ કે, આખ્યાયિકામાં શૃંગારરસમાં પણ કોમળ વર્ણો વગેરે હોતા નથી (અને) ક્યામાં રોદ્રરસ હોવા છતાં, અત્યંત કઠોર (વર્ષો વગેરે) હોતા નથી. નાટક વગેરેમાં રોદ્રમાં પણ દીર્ઘસમાસ વગેરે હોતા નથી.
એ જ રીતે, બીજા ઔચિત્યનું પણ અનુસરણ કરવું.
આચાર્ય શ્રી હેમચન્દ્રવિરચિત “અલંકારચૂડામણિ' નામે સ્વોપશ “કાવ્યાનુરાસન વૃત્તિમાં
‘ગુણવિવેચન’ નામે ચોથો અધ્યાય સમાપ્ત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org