________________
२०५
૧૨) ગ. રૂ. ટૂ. ૭]
દંડનીતિમાં શત્રુનો જય નીતિમૂલક હોવાનું કહેલું છે. કામશાસ્ત્રવિરુદ્ધત્વ. જેમ કે, હે બિંબ જેવા ઓવાળી, તારા ઉપલા હોઠ પર દાંતનું ચિહ્ન (= દંતક્ષત) શોભે છે. (૪૧૪)
ઉપલો ઓષ્ટ, મુખનો અંદરનો ભાગ તથા આંખના છેડાને છોડીને ચુંબનની જેમ, દંતક્ષતનાં સ્થાનો રહેલાં છે. (અર્થાત્ ચુંબન અને દશનક્ષત ઉપલા ઓ૪ વગેરે પર ન થાય) એમ કામશાસ્ત્રમાં કહેવું છે.
મોક્ષશાસ્ત્રવિરુદ્ધત્વ – જેમ કે, દેવતાની ભક્તિથી મુક્તિ મળે છે), નહીં કે તત્ત્વજ્ઞાન સંપત્તિથી. (૪૧૫) [ ]. આ વિગત મોક્ષશાસ્ત્રમાં નથી તેથી વિરુદ્ધત્વ છે. ત્યક્તપુનરાતત્ત્વ. જેમ કે, તમં વૃિતાર્યા વગેરે (પૃ. ૧૪૪) (૪૧૬) [ ] અહીં “વિડિત તેડતુ” એમ ઉપસંહાર કર્યા પછી પણ, તેન વગેરે દ્વારા ફરી કહેવાયું છે. (તે) ક્યારેક ગુણરૂપ (બને છે, જેમ કે,
ચંદ્રનાં કિરણો જો અમૃતના સમૂહવાળાં (= રૂપ) હોય તો કેવી રીતે મારા મનને ખૂબ દઝાડે છે ? (જો (કદાચ) કાલકૂટના આવરણ સાથે રહેવાથી દૂષિત થયાં હોય તો પ્રાણ કેમ હારતાં નથી ? એથી ઊલટું, પ્રિયતમાના નામસ્મરણ – (= જાપ)ના મન્ચાક્ષરોથી રક્ષાય છે ? શું હું મોહ પામું છું ? હાય ! મારી શી ગતિ છે, તે જ સમજતો નથી! (૪૧૭)
[અભિનવગુપ્તનું (પદ્ય)] અહીં, રસના પરિતોષ માટે સસંદેહ અલંકાર છોડી છોડીને ફરી નિરૂપેલ છે
જ્યાં નિયમ / અનિયમ, સામાન્ય / વિશેષ, વિધિ / અનુવાદની પરિવૃત્તિ / અર્થાત્ વિનિમય (થાય છે તે પરિવૃત્તનિયમાદિ દોષ છે). તેમાં નિયમની અનિયમ વડે પરિવૃત્તિ. જેમ કે,
આ વિધાતાની સમગ્ર સૃષ્ટિ, જેના ઉત્કર્ષના પ્રતિસ્પર્ધીની કલ્પના કરવી તે પણ અવગણનાની અંતિમ કોટિ છે; જેની સંપત્તિ પ્રાણીઓના મનોરથની ગતિને અતિક્રમીને (રહેલી છે) (અર્થાતું, મનોરથની ગતિ તેને આંબી શકે તેમ નથી) તે (મણિીની કાંતિથી મણિ બનેલા પથ્થરો વચ્ચે તે મણિનું પથ્થરપણું જ ઉચિત છે. (૪૧૮)
અહીં, છાયા (= શોભા) માત્રથી મણિ બનેલ પથ્થરો વચ્ચે તે મણિનું પથ્થર હોવાપણું ઉચિત છે એ નિયમ કહેવાને સ્થાને “તેનો આભાસ” એમ અનિયમ કહ્યો છે. (અહીં ‘તી’ પદનું સ્થાન ખોટું છે. તે ‘મા’ કે જે અનુવાદ્ય છે તેની સાથે ગોઠવાવું જોઈએ.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org