________________
??) ઞ. રૂ. સૂ. 9]
નિયમ દ્વારા અનિયમ. પરિવૃત્ત (થાય છે), જેમ કે,
મુખમળમાં સરસ્વતી ( = વાણી) (અથવા વાણીરૂપ સરસ્વતી નદી) વસે છે, તારો અધરોષ્ઠ હંમેશાં લાલ (અથવા શોણ નદીરૂપ) જ છે, તારો બાહુ દક્ષિણ (અથવા ઠાન કરનાર), સમુદ્ર (રાજચિહ્નયુક્ત) અને રામની વીરતાનું સ્મરણ કરાવવામાં કુશળ અથવા (દક્ષિણાસમુદ્ર) છે. આ સેનાઓ (રૂપ નદીઓ) તમારા પડખાને ક્ષણવાર પણ છોડતી નથી અને આ મન સતત સ્વચ્છ છે તો હે રાજા, કેમ તમને પાણી પીવાની ઇચ્છા (થાય છે ?) (૪૧૯) [ભોજપ્રબંધ-૫,૨૩૦]
અહીં “ગોળ’” એમ અનિયમ (= અનિયંત્રણ) કહેવાને બદલે “શોન વ” એમ નિયમ કહેલ છે. વિશેષ દ્વારા પરિવૃત્ત સામાન્ય જેમ કે,
હે મકરાકર ( = સમુદ્ર), મોજાંઓથી ઊછળતા પથ્થરોના ઠોર પ્રહારથી આ રત્નોને તું અવગણીશ નહીં. શું કૌસ્તુભે પુરુષોત્તમને પણ તારી આગળ માગણી માટે ફેલાવેલા હાયવાળા નથી કર્યા ? (૪૨૦)
[ભલ્લેટ-૬૨]
-
અહીં, ડ્વેન વિ ન વિહિતો મવતઃ સ નામ એમ સામાન્ય કહેવાને બદલે ‘‘કૌસ્તુભ વડે’’ એમ વિશેષ કહેવાયું છે.
સામાન્ય વડે પરિવૃત્ત વિશેષ. જેમ કે,
ઘેરી શાહીના સૂચડા વડે રાત્રિને કાળી કરો, મંત્ર અને તંત્રને પ્રયોજીને શ્વેત કમળોના સ્મિતને હરી લો. અને શિલા ઉપર (પછાડી) કણ કણ કરીને ચન્દ્રને ક્ષણમાં પીસી નાખો, જેથી હું તેની મુખમુદ્રાથી અંતિ થયેલી દસે દિશાઓને જોવાને શક્તિમાન બનું. (૪૨૧) [વિશાલ૦–૩.૧]
२०७
અહીં, જ્યોત્સ્ના (= ચંદ્રિકાવાળી રાત્રિ) એ વિરોષ કહેવાને બદલે ‘શ્યામાં’(= રાત્રિ) એમ સામાન્ય કહેવાયું છે.
અનુવાદ વડે પરિવૃત્ત વિધિ જેમ કે,
-
Jain Education International
હે સુંદરીઓના હાથના આભૂષણ, ભ્રમરની હારમાળાના આશ્રયરૂપી, રતિક્રીડાની લજ્જાને શમાવનાર, વિરહીઓના પ્રાણનું દમન કરનાર, શ્રેષ્ઠ સરોવરના શણગાર, ચંચલ ઠલવાળા હે મિત્ર નીલકમલ, હું ખેદયુક્ત છું. (મારો) મોહ ઓછો કર. હે (તે) ચન્દ્ર જેવા મુખવાળી કચાં છે ? (૪૨૨) [
]
અહીં, વિધિ કહેવાને બદલે, વિરહીના પ્રાણનું દમન એમ અનુવાદ કહેવાયેલ છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org