________________
૨૨) ૩. રૂ. પૂ. ૭]
१९३ અહીં વર્ણગત સાવર્ણમાત્ર છે પરંતુ વાચ્યવૈચિત્ર્યનો કણ પણ નથી તેથી અપુષ્ટાર્થત્વ છે. પૂર્વ અને અપરનો વ્યાઘાત તે છે વ્યાહતત્વ. જેમ કે,
સમગ્ર શત્રુફળને હણી નાખ. આ પૃથ્વીને જીતે લે. બધા પ્રાણીઓને કંપાવનાર એવા તારો કોઈપણ શત્રુ નથી. (૩૭૪)
[કાવ્યાદર્શ– ૩.૧૩૨] અહીં શત્રુનો વધ વિષીના અભાવને લીધે વ્યાહત થાય છે. (અર્થાત્ વિષી ન હોય તો શત્રુવધ શેનો ? એટલે પહેલા અને ત્રીજા ચરણ વચ્ચે વિરોધ છે.)
અવિદગ્ધતા તે છે ગ્રામ્યત્વ. જેમ કે,
જ્યાં સુધી આ પાસે રહેલો માણસ સૂતો છે ત્યાં સુધી હું (તારી પાસે) સૂઈ જાઉં છું તેમાં તારું શું જાય છે ? એમ કહીને તેણે કંદોરા નીચે રહેલા મારા હાથને પોતાના હાથથી અટકાવ્યો. (૩૭૫) [ વડા વગેરેના વ્યંજક હોવું તે છે અશ્લીલત્વ. જેમ કે,
આઘાત કરવાને માટે જ તૈયાર થયેલા, સ્તબ્ધ થયેલા અને છિદ્રને શોધનારનું પતન જેટલું જલદી થાય છે તેટલી (જલ્દી) ફરી ઉન્નતિ નહીં. (૩૭૬)
[ભામહ-૧.૫૧] દુર્જનને વિષે પ્રયોજાયેલું આ વાક્ય લિંગવિષયક પ્રતીતિ જન્માવે છે. અહીં, અન્વય વ્યતિરેક દ્વારા અર્થનું જ અશ્લીલત્વ છે. આગળ(નાં ઉદા.માં) પદ અને વાક્યનું (અશ્લીલત્વ કહેવાયું છે) એટલો તફાવત છે.
સાકાંક્ષત્વ - જેમ કે,
યાચકતા બતાવવા છતાં સ્વામીને ફળ ન મળ્યું. ઊલટાનું દ્રોહ કરનાર અને વિરુદ્ધ ચરિત્રવાળા દશરથપુત્ર તે કન્યા સાથે જોડાયા. પારકાનાં માન અને યશનો ઉત્કર્ષ તથા પોતાનાં (માન-યશ)નું પતન અને સ્ત્રીરત્ન (પણ પારકાનું થયું) તે જગત્પત્તિ દશમુખ રાવણ શી રીતે સહન કરે? (૩૭૭) મિહાવીરચરિત-૨.૯]
અહીં “ત્રીરત્ન (એ શબ્દ પોતાની) (પછી) “ઉપેક્ષા કરવા માટે એવી આકાંક્ષા રાખે, કેમ કે, પચ ની સાથે સંબંધ યોગ્ય નથી. અને જેમ કે,
હે શસ્ત્ર, અનુચિત હોવા છતાં, તિરસ્કારના ભયથી જેણે તને ધારણ ક્યું હતું, જેના પ્રભાવથી કોઈ જ તારો વિષય નહોતું તેમ નહીં. તેમના વડે ભયથી નહીં પણ પુત્રના શોકને લીધે તું ત્યજી દેવાયું છે. હું પણ તને મુક્ત કરું છું, જેથી તારું કલ્યાણ હજો. (૩૭૮)
[વેણીસંહાર-૩.૧૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org