________________
૧૨) . રૂ. પૂ. ૭]
१९१ અહીં, આપણ: એટલે છાવિત, ગ-કાર્યોમાં (= અકાર્યોમાંથી મિત્રને ખેંચી લીધો છે). મિત્ર; જેની પહેલાં - છે તે અકીર્તિ એમ વિરુદ્ધ પ્રતીતિ ક્યારેક ગુણરૂ૫ - જેમ કે,
તે વખતે અપ્રિય વચન કહીને અત્યંત પશ્ચાત્તાપ કરતો શિશુપાલ ઉત્કંઠિત થઈને, ક્રોધયુક્ત (એવો તે) તમારો સત્કાર (માન) કરવા ઇચ્છે છે. (૩૬૯)
[શિશુપાલ.- ૧૬.૨] અહીં, અનુશય એટલે પશ્ચાત્તાપ અને કોપ. મિમની: એટલે પ્રસન્ન મનવાળું તથા નિર્ભય ચિત્તનું. માનનામુ એટલે પૂજા અને નિવણ. અહીં, વિપરીત અર્થની કલ્પનાથી વિરુદ્ધત્વ હોવા છતાં સંધિગત અર્થ અને વિગ્રહગત અર્થ ફુટ રીતે ભિન્ન કહેવાયો છે તે (દોષનું) ગુણત્વ છે.
હવે અર્થદોષો (નિરૂપે છે) -
૯૧) કષ્ટ, અપુષ્ટ, અવ્યાહત, ગ્રામ્ય, અશ્લીલ, આકાંક્ષા, સંદિગ્ધ, અક્રમ, પુનરુકત, સહચરભિન્ન, વિરુદ્ધ વ્યંગ્ય, પ્રસિદ્ધિ વિરુદ્ધ, વિદ્યાવિરુદ્ધ, ત્યકતપુનરાર, નિયમ તથા અનિયમની પરિવૃત્તિ, વિશેષ/સામાન્યની પરિવૃત્તિ, વિધિ/અનુવાદની પરિવૃત્તિ. (૭) |
‘‘દોષો” પદ અનુવર્તિત થાય છે. મુશ્કેલીથી અવગમન થતું હોવાથી એ અર્થનો કષ્ટત્વ દોષ છે. જેમ કે,
જેમાં, હંમેશાં અમૃત (અથવા પાણી) ઝરતી, સુંદર (શૃંગારાદિ) રસોવાળી (અથવા મધુર સ્વાદવાળી), ઉદ્દામ એટલે કે પ્રૌઢ (અથવા ઊછળતી), (સુકુમાર વગેરે) બહુ માર્ગોવાળી (અથવા અનેક માર્ગે વહેતી) આ સરસ્વતી (અથવા નદી) ચમત્કાર (અથવા સુગંધ) સર્જે છે (અથવા વહન કરે છે), તે આ મહાકવિઓને (અથવા આદિત્યોને) અત્યંત પરિચિત (અથવા મેઘયુક્ત હોઈને), મધુરસનું નિરૂપણ કરતી કવિરુચિ (અથવા પ્રભા) આકાશ જેવા વિશાળ મહાકાવ્યમાં કેવી રીતે પ્રસાદ (ગુણ) (અથવા સ્વચ્છતા) ને પામે ? (અથવા ધારણ કરે ?) (૩૦૦)
જે કવિરુચિઓ અર્થાત્ પ્રતિભારૂપ કાંતિમાં અનેક માર્ગોવાળી એટલે કે સુકુમાર, વિચિત્ર અને મધ્યમ એ ત્રણ માર્ગવાળી સરસ્વતી-ભારતી, પરિમલ એટલેકે ચમત્કાર સર્જે છે, કેતેકવિરુચિઓમહાકાવ્યરૂપી આકાશમાં સર્ગ બંધ વગેરે (લક્ષણવાળા મહાકાવ્ય)ને વિષે પરિચયમાં આવી છે. અભિનેય કાવ્યની જેમ (2) ક્વીરીતે પ્રસાદને પામે? તથાજે સૂર્યપ્રભામાં ગંગા વહે છે તે મેઘથી યુક્ત હોતાં કેવી રીતે સ્વચ્છ બને? તે સંક્ષેપમાં અર્થ કહેવાયો છે.
પ્રસ્તુતને ઉપયોગી ન હોય તે અપુષ્ટાર્થત્વ છે. જેમ કે, તમાલ જેવા શ્યામ, અત્યંત સ્વચ્છ, ખૂબ ફીણવાળા સાગરને આ હનુમાનકૂદકાથી ઓળંગી ગયા. (૩૭૧)
અહીં, તમાલ જેવી શ્યામલતા વગેરેનો ઉલ્લેખ ન કરાય (તો પણ) તે પ્રસ્તુત અર્થને બાધિત કરતા નથી તેથી અપુષ્ટ છે. અથવા જેમ કે, અનુપ્રાસમાં –
હે આનંદ ઝરતા સુંદર ચંદ્રસમા મુખવાળી, લીલાપૂર્વક વાતચીત કરનારી, રાતા ચરણવાળી, તરુણી ! મણિમેખલાને રણકાવતી, સતત ઝાંઝરનો મધુર ઝણકાર કરતી તું જો પ્રિયતમને ત્યાં જાય છે તો મને કહે કે, તારું પરિસરણ શા માટે મને વિના કારણે ઉત્કંઠિત કરે છે ? (૩૭૨ - ૩૭૩) દ્વિટ-૨.૨૨ - ૨૩]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org