________________
૧૦) મ. ૩. સૂ. ૬]
१८९ હવે -
(કામને) જેમણે સ્મૃતિની વસ્તુ, બનાવી દીધો તે હાનિમાંથી તમારી રક્ષા કરે. (૩૬૩) [ ] વગેરેમાં એકસાથે હોવા છતાં પણ જણાય છે.
તેથી, અહીં જ ભિન્ન વિભક્તિવાળાં (પદોનો) તે (ભલે) થાય (= જણાય) તો હવે બસ. અથવા જેમકે,
શું તે ભરત લોભથી યુક્ત બન્યો કે જેણે આ આવું (કાર્ય) કર્યું ? અથવા મારી વચેટ માતા સ્ત્રીઓની (સ્વાભાવિક) લઘુતાને પામ્યાં? આ બંને વિચાર ખોટા છે. તે વડીલ (= મારા મોટાભાઈ ભરત) આર્ય (= રામ)ના નાના ભાઈ છે અને માતા પણ પિતાજીનાં પત્ની છે. તેથી માનું છું કે આ અનુચિત (કૃત્ય) વિધાતાએ જ કર્યું છે. (૩૬૪)
[ઉદાત્તરાઘવમાંથી અહીં, આર્થરા અને તાતચ એમ કહેવું જોઈએ તે બંનેનો સમાસમાં ગુણીભાવ કરવો ન જોઈએ. આ જ રીતે, બીજા સમાસોમાં પણ ઉદાહત કરી શકાય. વિરુદ્ધ બુદ્ધિકૃત – પદગત જેમ કે,
જેનું વાહન બનેલા બળદ પાસે તે પાર્વતીનો સિંહ પણ અહંકારરહિત બને છે, તે અંબિકાકરમણ (= શિવ) તમારું રક્ષણ કરો. (૩૬૫)
અહીં, અંબિકા - ગૌરીને - આનંદ આપનાર એમ વિવક્ષિત છે પરંતુ માતૃમન (માની સાથે સંભોગ કરનાર) એમ વિરુદ્ધ બુદ્ધિ જન્માવે છે. તથા,
મૃડાનીથી આશ્લેષાયેલા (તે શિવજી) તમારા કલ્યાણને દઢ કરે – (શિવજી કે જે) સહસ્ત્રનયનોથી પોતાને નમસ્કાર કરતા દેવરાજ (ઇન્દ્ર) વિષે જાણે કે (પોતાના પ્રતિબિંબરૂપ)નીલોત્પલની (ગૂંથેલી) માળા જાણે (સામે) અર્પે છે, એમ વિચારી (માળાને) ઝડપી લેવાની ક્રિયામાં ઉતાવળ કરતા કુમારને વિષે, ગણોની સાથે જે હસે છે (તે શિવજી). (૩૬૬)
અહીં, પૃડાનીપરિવૃઢ માં મૃડાનીની બીજા પતિને વિષે પ્રતીતિ કરાવે છે. તથા,
લાંબા સમયે મળતો હોઈ આંખને આનંદ આપનારા પ્રિયતમને પ્રિયતમા એકદમ ગળે વળગી પડે છે. (૩૬૭)
અહીં, ‘ઝઘર’ એમ કહેવું જોઈએ. વાક્યગત - જેમ કે,
જેનો અનુભાવ (= કાર્ય) સર્વોત્તમ છે, જેમનું તેજ બીજાઓથી ઢંકાતું નથી, જે અમારા અકાર્યસુહદ છે (=અહેતુમિત્ર છે), તેવા તારી કીર્તિ અપૂર્વ છે. (૩૬૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org