________________
૧૦) . ૨. . ૬]
१८७ પહેલાં ઉલ્લેખાયેલ ચત્ શબ્દની, તત્ શબ્દના ઉલ્લેખ વિના, સાકાંક્ષતા રહે જ છે. જેમ કે, અહીં જ, શ્લોકમાં આગળના બે પાદનો વિપર્યય કરતાં. ક્યારેક બંને ન ઉલ્લેખાયેલ, હોય તો પણ, સામર્થ્ય વડે સમજાય છે. જેમ કે,
જે કેટલાક અમારી અહીં અવજ્ઞા કરે છે, તેઓ કંઈક જાણે છે (અર્થાત્ કશું જ જાણતા નથી, તેમને માટે આ પ્રયત્ન નથી. કાળ (સમય) તો અમર્યાદિત છે અને પૃથ્વી વિશાળ છે (તેથી) મારો કોઈ સમાનધર્મા પેદા થશે (અથવા છે) (તેને માટે આ પ્રયત્ન છે). (૩૫૮)
[માલતીમાધવ-૧,૮] અહીં, તે કોઈપણ ઉત્પન્ન થશે, જેના પ્રતિ મારો પ્રયત્ન સફળ થશે. એ રીતે, બંનેનો ( = “તે” અને જેનો) અર્થથી આક્ષેપ થાય છે.
આમ હોતાં, તત્ શબ્દનો ઉલ્લેખ ન હોવાથી અહીં આકાંક્ષત્વ છે. “મા” એ પદનો “ત” શબ્દરૂપ અર્થ યોગ્ય નથી. જેમ કે,
પવનથી હલતી સુંદર કેશવાળીવાળા (પવનથી સ્પર્શાયેલ કેસરપુષ્પયુક્ત) ખુશ થયેલ તારાના પતિ – સુગ્રીવ – ના રાષ્ટ્રનો અગ્રણી (સ્વચ્છ તારાઓના સ્વામી - ચંદ્રનું બિંબ મુખ્ય છે તેવા), વિયોગી રામ વડ આતુર દૃષ્ટિથી જોવાતો (વિયોગિની વડે આતુરદષ્ટિથી જોવાતો) હનુમાન જેવો આ વસંતકાળ આવ્યો. (૩૫૯).
હિનુમાન- ૬.૩૫] કેમકે, અહીં, તત્ શબ્દના અર્થની પ્રતીતિ થતી નથી. પ્રતીતિ થતી હોય તો – (જેમ કે)
જેના કોપની જ્વાળાથી કામદેવ ખીલેલા કિંશુક વૃક્ષ જેવો ચારે બાજુથી સળગેલો બની ગયો અને જે આ ત્રણે જગતના લય, સ્થિતિ અને સર્જનના કારણરૂપ છે તેમ ચંદ્રકલાકે આભૂષણ બનાવનાર (શિવ) તમારું રક્ષણ કરે. (૩૬૦)
અહીં “E” એ પુનરુક્તિ છે. હવે -
હે ઈશ્વર ! જે આ અખિલ પદાર્થસમૂહને ચોક્કસ જ તમારા શરીરરૂપ જુએ છે તે હંમેશ આનંદ પામે છે. આત્મરૂપી પરિપૂર્ણ જગતમાં એને કોનાથી ભય હોય ? (૩૬૧) વગેરેમાં “”, “મઃ” વગેરે શબ્દો તત્ શબ્દનો અર્થ આપે છે એમ કહેવાય છે. તેથી શાસ્ત્ર પ્રમાણે અર્થાત્ એકસાથે ન હોય તે રીતે જ તેમનો ઉલ્લેખ ઉચિત છે. એકસાથે (ઉલ્લેખ) હોતાં તો ઊલટાનું તેનાથી બીજાની આકાંક્ષા રહે જ છે. જેમ કે, જે આ ચંદ્રની અંદર નાના વાદળની લીલા કરે છે, તે તેને વિષે) લોક.. (૩૬૨)
(સુભાષિતાવલીમાં-શ્રી હર્ષ અને ચોરનું (પદ્ય) – તેમાં) તે આ વટવૃક્ષ “શ્યામ” નામે પ્રસિદ્ધ છે, જેની પાસે પહેલાં તે યાચના કરી હતી...રઘુ. ૧૩.૫૩] વગેરેમાં પણ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org