SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦) . ૨. . ૬] १८७ પહેલાં ઉલ્લેખાયેલ ચત્ શબ્દની, તત્ શબ્દના ઉલ્લેખ વિના, સાકાંક્ષતા રહે જ છે. જેમ કે, અહીં જ, શ્લોકમાં આગળના બે પાદનો વિપર્યય કરતાં. ક્યારેક બંને ન ઉલ્લેખાયેલ, હોય તો પણ, સામર્થ્ય વડે સમજાય છે. જેમ કે, જે કેટલાક અમારી અહીં અવજ્ઞા કરે છે, તેઓ કંઈક જાણે છે (અર્થાત્ કશું જ જાણતા નથી, તેમને માટે આ પ્રયત્ન નથી. કાળ (સમય) તો અમર્યાદિત છે અને પૃથ્વી વિશાળ છે (તેથી) મારો કોઈ સમાનધર્મા પેદા થશે (અથવા છે) (તેને માટે આ પ્રયત્ન છે). (૩૫૮) [માલતીમાધવ-૧,૮] અહીં, તે કોઈપણ ઉત્પન્ન થશે, જેના પ્રતિ મારો પ્રયત્ન સફળ થશે. એ રીતે, બંનેનો ( = “તે” અને જેનો) અર્થથી આક્ષેપ થાય છે. આમ હોતાં, તત્ શબ્દનો ઉલ્લેખ ન હોવાથી અહીં આકાંક્ષત્વ છે. “મા” એ પદનો “ત” શબ્દરૂપ અર્થ યોગ્ય નથી. જેમ કે, પવનથી હલતી સુંદર કેશવાળીવાળા (પવનથી સ્પર્શાયેલ કેસરપુષ્પયુક્ત) ખુશ થયેલ તારાના પતિ – સુગ્રીવ – ના રાષ્ટ્રનો અગ્રણી (સ્વચ્છ તારાઓના સ્વામી - ચંદ્રનું બિંબ મુખ્ય છે તેવા), વિયોગી રામ વડ આતુર દૃષ્ટિથી જોવાતો (વિયોગિની વડે આતુરદષ્ટિથી જોવાતો) હનુમાન જેવો આ વસંતકાળ આવ્યો. (૩૫૯). હિનુમાન- ૬.૩૫] કેમકે, અહીં, તત્ શબ્દના અર્થની પ્રતીતિ થતી નથી. પ્રતીતિ થતી હોય તો – (જેમ કે) જેના કોપની જ્વાળાથી કામદેવ ખીલેલા કિંશુક વૃક્ષ જેવો ચારે બાજુથી સળગેલો બની ગયો અને જે આ ત્રણે જગતના લય, સ્થિતિ અને સર્જનના કારણરૂપ છે તેમ ચંદ્રકલાકે આભૂષણ બનાવનાર (શિવ) તમારું રક્ષણ કરે. (૩૬૦) અહીં “E” એ પુનરુક્તિ છે. હવે - હે ઈશ્વર ! જે આ અખિલ પદાર્થસમૂહને ચોક્કસ જ તમારા શરીરરૂપ જુએ છે તે હંમેશ આનંદ પામે છે. આત્મરૂપી પરિપૂર્ણ જગતમાં એને કોનાથી ભય હોય ? (૩૬૧) વગેરેમાં “”, “મઃ” વગેરે શબ્દો તત્ શબ્દનો અર્થ આપે છે એમ કહેવાય છે. તેથી શાસ્ત્ર પ્રમાણે અર્થાત્ એકસાથે ન હોય તે રીતે જ તેમનો ઉલ્લેખ ઉચિત છે. એકસાથે (ઉલ્લેખ) હોતાં તો ઊલટાનું તેનાથી બીજાની આકાંક્ષા રહે જ છે. જેમ કે, જે આ ચંદ્રની અંદર નાના વાદળની લીલા કરે છે, તે તેને વિષે) લોક.. (૩૬૨) (સુભાષિતાવલીમાં-શ્રી હર્ષ અને ચોરનું (પદ્ય) – તેમાં) તે આ વટવૃક્ષ “શ્યામ” નામે પ્રસિદ્ધ છે, જેની પાસે પહેલાં તે યાચના કરી હતી...રઘુ. ૧૩.૫૩] વગેરેમાં પણ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001585
Book TitleKavyanushasanam
Original Sutra AuthorHemchandracharya
AuthorT S Nandi, Jitendra B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2000
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Literature, & Kavya
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy