________________
૧૦) ૩. રૂ. સૂ. ૬]
અહીં, બાણના અનુવાદરૂપે (તેનું) અમોઘત્વ વિધેય (જણાય છે).
અમોધમાશુમ્ એ પાઠ યોગ્ય છે. અને જેમ કે,
ઇન્દ્રના શત્રુએ ત્રિશંકુ માટે આકાશની મધ્યમાં સ્વર્ગની ઉત્પત્તિ કરી. (૩૪૮)
[બાલરામાયણ-૧.૨૬]
અહીં, આકારા જ મુખ્યતયા વિવક્ષિત છે, નહીં કે, તેનો મધ્યભાગ. તેથી ‘“મધ્યે વ્યોમ્ન:’' એમ ઉચિત છે. અને જેમ કે,
१८३
વાચ્યગત વૈચિત્ર્યયુક્ત રચનાથી શોભતું (વચન) વાચસ્પતિ માટે પણ મુશ્કેલ છે તેથી તે બાબતમાં પણ (મે) બહુ કહ્યું નથી. (૩૪૯) [
અહીં, નોવતવાનું એમ નિષેધ હેવો જોઈએ. જેમ કે,
‘‘આ તૈયાર થયેલું નવું વાદળ છે, અભિમાની નિશાચાર નથી.'' વગેરેમાં.
અનુતત્વના ‘‘અનુવાદ’’થી બીજું કંઈ અહીં વિહિત થયું નથી ( = તે સિવાય બીજું વિધેય નથી). જેમ કે,
ગભરાયેલ નહીં તેવા તેણે પોતાનું રક્ષણ કર્યું, નીરોગી એવા તેણે ધર્મ સેવ્યો. નિર્લોભી એવા તેણે દ્રવ્ય સ્વીકાર્યું, અનાસક્ત એવા તેણે સુખ અનુભવ્યું. (૩૫૦) [રઘુવંશ - ૧,૨૧]
અહીં, ‘અત્રસ્તતા’(ન ગભરાવાપાણું) વગેરેના અનુવાદથી પોતાનું ગોપન વગેરે (વિહિત થાય છે). વાક્યગત, જેમ કે,
ઘાસયુક્ત શય્યા, સ્વચ્છ પથ્થર એ આસન, વૃક્ષની નીચે નિવાસ, ઝરણાનું ઠંડું પાણી તે પાન, કંદમૂળ તે ખોરાક, સહાયકો તે પ્રાણીઓ એમ માગ્યા વગર જ બધો વૈભવ પ્રાપ્ત થાય છે તેવા વનમાં એક જ દોષ છે કે, યાચક દુષ્પ્રાપ્ય છે. તેથી પરોપકાર (ન કરવાથી) વધ્યું (= નિષ્ફળ) (પરોપકારી લોકો) ખાલી બેસી રહે છે. (૩૫૧) [નાગાનંદ-૪.૨]
અહીં શાવ્રત વગેરે અનુવાદરૂપ હોવાથી શય્યા વગેરે વિધેય છે. અહીં શબ્દરચના વિપરીત કરાઈ છે તેથી વાક્યનો જ દોષ છે, વાક્યાર્યનો નહીં,
આ રીતે, વિધિ અને અનુવાદ કરવા (જેમ કે),
મારા પુત્ર ‘જેણે જંગલમાં ઘર વસાવ્યું છે (તેને માટે)” વૃક્ષની છાલ વસ્ત્ર, મૃગચર્મ પથારી, (તથા) ગુફા ઘર (બની છે) મોટાં પાંદડાના પુટ ઘડા (બન્યા છે), મૂળ, પાંદડાં, ફૂલ અને ફળ ભોજ્ય (વિગતો) (બની છે) (૩૫૨)
[બાલરામાયણ- ૬ .૪૦]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org