________________
૨૦) મ. રૂ. સૂ. ૬].
१७९ અહીં તિર્થ્ય (એ પદ શ્રુતિક, છે). વાક્યગત – જેમ કે, હે ચંડી, તારા બે કપોલની સ્વચ્છ કાંતિને ચંદ્ર ક્ષણમાં જ ચોરી લીધી. (૩૩૬)
અહીં, વુિં, દ્રા વગેરે પદો શ્રુતિકરુ છે. વક્તા વગેરેનું ઔચિત્ય હોતાં, તે (= શ્રુતિક) ગુણરૂપ (બને છે) જેમ કે,
કોઈ (પુરુષ) તો “દીધી” તથા “વેવી” (ધાતુ) સમાન છે, જે ગુણ ( = પાંડિત્ય, દાન, શૌર્ય વગેરે) અને વૃદ્ધિ (= ધન, ધાન્ય વગેરે)ને પાત્ર નથી, કોઈક (પુરુષ) કિવ, પ્રત્યય સમાન છે, જે પાસે આવી જતાં, તે બંને (ગુણ-વૃદ્ધિ) રહેતાં નથી. (અથવા, ગુણવાન, સમૃદ્ધ પુરુષોની ગુણ-વૃદ્ધિ પણ ચાલી જાય છે) (૩૩૭).
અહીં વૈયાકરણ વક્તા છે.
હે વ્યાકરણવિશારદ ! જ્યારે મેં તમને જોયા ત્યારે (આપની વિદ્વતા જોઈને) મને મારા) ઉપાધ્યાયનું સ્મરણ થઈ આવ્યું અને મારું અભિમાન દૂર થઈ ગયું. (૩૩૮)
અહીં વૈયાકરણ પ્રતિપાઘ છે (અર્થાતુ, અહીં મદ્રાક્ષ, રમાઈ, વગેરે પદ શ્રુતિકરુ છે પણ વૈયાકરણ બોદ્ધા હોવાથી દોષ નથી.)
હે માતંગો (સિંહની ગેરહાજરીમાં) ડોલવાથી શું? હે શિયાળો, નિરર્થક આડંબરથી શું? હે હરણો અને પાડાઓ, અભિમાન છોડી દો. શૂન્ય (એટલે કે શૂરવીરરહિત મેદાન)માં કોણ શૂરવીર નથી હોતા? (પરંતુ) ગુસ્સાના આવેશથી ઊભા થઈ ગયેલા કેશવાળીના છેડાઓથી યુક્ત (સિંહનો) સમુદ્રની ગર્જના જેવો હુંકાર થાય ત્યારે જે ગર્જના કરાય, તે ખરી ગર્જના (કહેવાય). (૩૩૯)
અહીં, સિંહ વાચ્ય હોતાં કઠોર શબ્દો છે.
આંતરડામાં પરોવેલી મોટી ખોપરીઓ અને નળાનાં હાડકાનાં ખખડતાં કંકણો મુખ્ય છે એવા હાલતાં અનેક આભૂષણોના અવાજથી આકાશને ગજાવતી, પીને વમન કરેલ લોહીના કાદવથી લેપાયેલ ધડના ઉપલા ભાગમાં ભયંકર રીતે ઊપસી આવેલ અને હાલતાં સ્તનોના ભારથી ભયંકર શરીરવાળી ગર્વથી ઉદ્ધત બનીને દોડે છે. (૩૪૦).
મિહાવીરચરિત-૧. ૩૫] અહીં બીભત્સ (રસ) વ્યંગ્ય હોતાં (વર્ણગત કઠોરતા ગુણરૂપ છે).
હે રક્તાશોક, પાતળા ઉદરવાળી (તે) આ અનુરુક્ત જનને છોડીને ક્યાં ગઈ ? નથી જોઈ એમ (કહેવા) વાયુથી હાલતું મસ્તક શા માટે વ્યર્થ હલાવે છે ? તેના પગના આઘાત વગર, ઉત્કંઠાથી એક્કા થયેલ ભ્રમરોના સમૂહના ગાઢ મિલનથી જેની પાંદડીઓ તૂટી છે (અથવા કરડાઈ છે) તેવો આ પુષ્પોનો ઉદ્દભવ ક્યાંથી થયો ? (૩૪૧)
[વિક્રમોર્વશીય-૪] * આ શ્લોક વિમો. ૪.૩૦ પછી પ્રક્ષિપ્ત કરાયેલો છે. (પા.ટી. પૃ. ૨૪૧ ડૉ. કુલકર્ણી પ્રમાણે)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org