________________
૯૮
કાવ્યાનુશાસન કે મળવાનો જે સંકેત કર્યો હોય તેની પહેલાં વિરહોત્કંઠિતા, પછી વિદૂષક કે એવા કોઈ પાત્ર સાથે નાયકને, મળવા અભિસરણ કરતી અભિસારિકા, અને કોઈ પણ કારણે (નાયક) સમાગમ ન થતાં છેતરાયેલી - ‘વિપ્રલમ્બા” એમ છેલ્લી ત્રણ અવસ્થાઓ આ સંદર્ભમાં જોવા મળે છે.
પ્રતિનાયિકા (સૂત્ર ૧૭૫, ૭ (૩૨) તે ઈર્ષાયુક્ત સપત્ની છે. આચાર્ય જણાવે છે કે નાયિકાઓની દૂતીઓ લોકસિદ્ધ છે તેથી તેમનો વિચાર પોતે કર્યો નથી. સૂત્ર(૧૭૬ (સૂત્ર ૭ | ૩૩)માં સ્ત્રીઓના વીસ “સત્ત્વજ' અલંકારો વિચારાયા છે, જે સંવેદન રૂપે રજૂ કરાય છે. તેનાથી ભિન્ન, અર્થાત્ દેહધર્મરૂપે રહેલું છે તે થયું “સત્ત્વ'. તેમાંથી જન્મતા તે “સાત્ત્વિક' અથવા સત્ત્વજ' અલંકારો; આચાર્યશ્રી અહીં ભરતમાંથી ઉદ્ધરણ (નાટ્યશાસ્ત્ર ૨૨/૬, g.o.s.) ટાંકે છે - ઢેઢા પર્વત સત્ત્વમ્રાજસ્ અને તામસ શરીરમાં આ અલંકારો સંભવતા નથી. આચાર્ય કહે છે કે ચંડાળ સ્ત્રીઓ(= હલકા કુળની સ્ત્રીઓ)માં પણ રૂપ, લાવણ્ય વગેરે સંપત્તિ જોવા મળે છે, પણ આ “ચેષ્ટાલંકારો' (= વર્તનના અલંકારો) જોવા મળતા નથી. અને કદાચ જો તેમનામાં તે જણાય તો તે જે તે નાયિકાનું ઉત્તમકુળ (= તેની ઉત્તમતા) જ સૂચવે છે. આ અલંકારો દેહમાત્ર પર આધારિત છે, ચિત્તવૃત્તિરૂપ નથી. યૌવનમાં તે ખીલેલા સ્વરૂપે, બાળપણમાં ન ઉગેલા રૂપે અને વાર્ધક્યમાં તિરોભૂત થયેલા જણાય છે. આ અલંકારો જો કે પુરુષના પણ હોય છે છતાં તે સ્ત્રીઓના જ છે એ રીતે સ્ત્રીઓ વિશે જ નિરૂપાય છે. પુરુષ માટે તો તેના ઉત્સાહ (= વીરનો સ્થાયી, પરાક્રમની વૃત્તિ) એ જ પરમ અલંકાર મનાયો છે અને વળી બધા જ નાયકોમાં “ધીર’ એવું વિશેષણ પ્રયોજાયું છે. તે ધીરત્વથી આચ્છાદિત શૃંગાર વગેરે ધીરલલિત વગેરે કહેવાયા છે.
આ અલંકારોમાંના કેટલાક ક્રિયાત્મક અને કેટલાક ગુણાત્મક સ્વભાવના છે. ક્રિયાત્મકમાંના પણ વળી કેટલાક પૂર્વજન્મમાં અભ્યસ્ત રતિભાવમાત્રથી દેહમાત્રમાં જોવા મળે છે. તે સિવાયના બીજા અદ્યતનજન્મ(= વર્તમાનજન્મ)ને યોગ્ય વિભાવોના સંદર્ભમાં સ્કુટ થતા રતિભાવથી અનુવિદ્ધ દેહમાં પરિફુરિત થાય છે. તે થયા સ્વાભાવિક અલંકારો - 4 રતિભાવત્ હૈદ્રાવરીબૂતાત્ ભવન્તિ- પોતાના હૃદયમાં પ્રવર્તતા રતિભાવમાંથી જન્મતા એથી
સ્વાભાવિક' કહેવાયા છે. તેમાંય વળી કેટલાક કોઈ અમુક નાયિકામાં અમુક પ્રકારના સ્વભાવે કરીને જણાય છે, બીજીમાં વળી બીજા, કોઈમાં વળી બે, ત્રણ એમ જણાય છે, છતાં તે બધા
સ્વાભાવિક' કહેવાયા છે. ‘ભાવ', “હાવ', અને “હેલો” તો બધી જ ઉત્તમ નાયિકાઓમાં સત્તાધિકરૂપે જોવા મળે છે. તે રીતે શોભા વગેરે સાત છે. આ રીતે તે અંગમાંથી જન્મતા, સ્વાભાવિક અને ક્રિયાત્મક છે. પ્રયત્નપૂર્વક અને ઇચ્છાથી દેહમાં જણાય તે ક્રિયા. તે સિવાયના બીજા તે “અયત્ન-જ” મનાયા છે.
હેમચન્દ્ર અનુક્રમે આ વીસ “સત્ત્વજ અલંકારો નિરૂપે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org