________________
. . યૂ. -]
પ્રતિભા એટલે નવનવીન નિરૂપણથી શોભતી પ્રજ્ઞા. આ કાવ્યનું એ મુખ્ય કારણ છે. વ્યુત્પત્તિ (= વિદ્વત્તા) અને અભ્યાસ તો પ્રતિભાના સંસ્કારક જ છે તે આગળ કહેવારો. તે ( = પ્રતિભા) સહજા અને ઔપાધિકી ( = બાહ્ય કારણોથી સર્જાતી) એમ બે પ્રકારની છે.
તેમાં સહજા (પ્રતિભા વિષે) કહે છે
કેવળ આવરણક્ષય અને ઉપરામ (= પ્રતિબંધ) દ્વારા (ઉદ્ભવતી પ્રતિભા) તે સહજા. (૫)
સૂર્યની જેમ પ્રકાશસ્વભાવવાળા આત્માને વાદળોના સમૂહની જેમ જ્ઞાનાવરણીય ( = જ્ઞાનને ઢાંકી દેનાર વિગત) વગેરે (તે) આવરણ છે. તે ઉદય પામેલ (આવરણ)નો ક્ષય થતાં (અને) અનુદિત અવસ્થામાં (તેનું) શમન થતાં, જે પ્રકારાનો આવિર્ભાવ થાય છે તે સહજા પ્રતિભા છે. (સૂત્રમાં) ‘માત્ર’ શબ્દનું ગ્રહણ મંત્ર વગેરે કારણોના નિષેધ માટે છે. સહજ પ્રતિભાના બળથી જ ગણધરોએ દ્વાદરાગી ( = બાર અંગોવાળું શાસ્ત્ર) રચ્યું.
બીજી (પ્રતિભા અંગે) કહે છે -
મંત્ર વગેરેથી (ઉત્ત્પન્ન થતી) તે ઔપાધિકી (પ્રતિભા) છે. (૬)
મંત્ર, દેવતા વગેરેની કૃપાથી જન્મતી તે ઔપાધિકી પ્રતિભા (કહેવાય છે). આ પણ આવરણના ક્ષય તથા ઉપરામને લીધે જન્મે છે (પરંતુ) જણાઈ આવતી એવી ઉપાધિ (= સાધન)નું નિબંધન હોવાને લીધે તે ઔપાધિકી કહેવાય છે:
•
તે આ બે પ્રકારની પ્રતિભા પણ વ્યુત્પત્તિ અને અભ્યાસ દ્વારા સંસ્કાર્ય બને છે. (૭)
વ્યુત્પત્તિ અને અભ્યાસ (વિષે) આગળ કહેવારો. તે બંને દ્વારા (પ્રતિભા) પરિમાર્જિત કરવા યોગ્ય છે. આથી જ તે બંને કાવ્યનાં સાક્ષાત્ કારણ નથી પણ પ્રતિભાને ઉપકારક બને છે. પ્રતિભા વગરના (મનુષ્યનાં) વ્યુત્પત્તિ અને અભ્યાસ નિષ્ફળ જતાં જણાય છે.
(હવે) વ્યુત્પત્તિને સ્પષ્ટ કરે છે -
લોક, શાસ્ત્ર અને કાવ્યમાં નિપુણતાને વ્યુત્પત્તિ કહે છે. (૮)
લોકમાં એટલે સ્થાવર અને જંગમ સ્વરૂપના લોકવ્યવહારમાં; શાસ્ત્રમાં એટલે વ્યાકરણ, પિંગળ (છંદઃશાસ્ત્ર), શબ્દકોશ, વેદ, સ્મૃતિ, પુરાણ, ઇતિહાસ, આગમ, તર્કશાસ્ત્ર, નાટ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, કામશાસ્ત્ર, યોગશાસ્ત્ર વગેરે ગ્રંથોમાં; કાવ્યોમાં એટલે મહાકવિઓએ રચેલાં કાવ્યોમાં નિપુણતા, અર્થાત્ તેનું તત્ત્વ જાણવું તે થઈ વ્યુત્પત્તિ. લોક વગેરેમાંથી નિપુણતા વડે સંસ્કારિત પ્રતિભાવાળો (મનુષ્ય) જ તે (લોક વગેરે)નો અતિક્રમ કર્યા વગર કાવ્યની રચના કરે છે.
(હવે) અભ્યાસને સમજાવે છે
-
-
Jain Education International
e
કાવ્ય જાણનારાના શિક્ષણથી (= કાવ્યજ્ઞ દ્વારા પ્રાપ્ત થતી તાલીમ વડે) ફરી ફરી (કાવ્ય કરવાને વિષે) કરાતી પ્રવૃત્તિને અભ્યાસ કહે છે. (૯)
For Private & Personal Use Only
www.jainelibrary.org